ખબર મનોરંજન

મિત્ર સાથે આ બૉલીવુડ હસીનાએ વન નાઇટ સ્ટેન્ડ અને શરીર સુખ માણીને થઇ પ્રેગ્નેટ, પછી લીધો આ મોટો નિર્ણય

ટ્રિપ પર ફ્રેન્ડ્સ સાથે ગઈ અને ત્યાં મિત્ર સાથે સેક્સ માણ્યું અને થઇ ગઈ પ્રેગ્નેટ, આગળ જે થયું તે બહુ ખતરનાક છે

વેબ સીરિઝ ‘સેક્રેડ ગેમ’થી લોકપ્રિય બનેલી અભિનેત્રી કુબ્રા સૈત રિયલ લાઇફમાં ઘણી જ બોલ્ડ છે. કુબ્રાએ તાજેતરમાં તેનું પુસ્તક ‘ઓપન બુકઃ નોટ ક્વિટ અ મેમોયર’ લોન્ચ કર્યું છે. જેમાં તેણે પોતાના જીવન સાથે જોડાયેલા ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા છે, જેને જાણ્યા પછી બધા ચોંકી ગયા છે. આ પુસ્તકમાં તેણે પોતાની સાથે શારીરિક શોષણથી લઈને બોડી શેમિંગનો સામનો કરવા વિશે ઘણી બાબતો કહી છે. તેણે પુસ્તકમાં તેની અચાનક પ્રેગનન્સી વિશે પણ ખુલાસો કર્યો છે.

એક્ટ્રેસના પુસ્તકના એક ચેપ્ટરમાં તેણે જણાવ્યું કે તે વર્ષ 2013માં વન નાઈટ સ્ટેન્ડ પછી પ્રેગ્નેટ થઈ ગઇ હતી, ત્યારબાદ તેને અબોર્શન કરાવવુ પડ્યુ હતુ. તે સમયે અભિનેત્રીની ઉંમર 30 વર્ષની હતી. અભિનેત્રીએ ખુલાસો કર્યો હતો કે તે સમયે તે આંદામાનની ટ્રીપ પર હતી જ્યાં તે ડ્રિંક પીધા બાદ એક મિત્ર સાથે ઈન્ટિમેટ થઈ હતી. થોડા દિવસો બાદ જ્યારે તેણે પ્રેગ્નન્સી ટેસ્ટ કરાવ્યો તો તે પોઝિટિવ આવ્યો.

ટાઇમ્સ ડિજિટલને આપેલા ઇન્ટરવ્યુ દરમિયાન તેણે કહ્યું, “મને લાગે છે કે હું તે સમયે તેના માટે તૈયાર ન હતી. જોકે મને હજુ પણ નથી લાગતું કે હું તેના માટે તૈયાર છું. કુબ્રા કહે છે કે, 23 વર્ષની ઉંમરે લગ્ન કરવા અને પછી 30 વર્ષની ઉંમરે બાળકનું દબાણ મને સમજમાં નથી આવતુ, આ એક સેટ રૂલ છે. મને ખબર હતી કે હું તૈયાર નથી અને મને મારા જીવનમાં લેવામાં આવેલ કોઇ નિર્ણયનો પછતાવો નથી.અભિનેત્રી કુબ્રા સૈતે બોલિવૂડમાં પોતાના કરિયરની શરૂઆત અભિનેતા સલમાન ખાનની ફિલ્મ રેડીથી કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Kubbra Sait (@kubbrasait)

આ ફિલ્મમાં તેનો બહુ નાનો રોલ હતો પરંતુ તે પછી અભિનેત્રીએ જવાની જાનેમન, સુલતાન, સિટી ઓફ લાઈફ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું, પરંતુ OTT સિરીઝ સેક્રેડ ગેમ્સએ તેને વાસ્તવિક ઓળખ આપી છે. કુબ્રા સૈત તેની ફિલ્મો અને સીરીઝ કરતાં તેની બોલ્ડનેસથી વધુ પ્રભુત્વ ધરાવે છે.