ખબર મનોરંજન

ઘરની બાલ્કનીમાં લાડલી બહેન સાથે ફોટોશૂટનો આનંદ લઇ રહી છે, તસ્વીરો વાઇરલ

પ્રેગ્નન્ટ કરીનાને કામ કરતાં આખરે લાગ્યો થાક, બહેન સાથે કરાવ્યું આવું ફોટોશૂટ

અભિનેત્રી કરીના કપૂર માતા બનાવીની ખુશ ખબરી આપીને સતત ચર્ચામાં રહેતી જોવા મળે છે. ત્યારે આ બધા વચ્ચે જ કરીનાએ પોતાની બહેન કરિશ્મા કપૂર સાથે ફોટોશૂટ કરાવ્યું છે. આ બંને એક શૂટિંગ દરમિયાન સાથે જોવા મળ્યા. હવે આ દરમિયાન બાલ્કનીમાંથી પોઝ આપતી કરીના અને કરિશ્માની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.

કરિશ્મા અને કરીના એક પ્રોજેક્ટ માટે સાથે કામ કરી રહ્યા હતા, તે દરમિયાનની આ તસવીરો છે. જેમાં કરીના બેબી બંપ ફ્લોન્ટ કરતી પણ જોવા મળી રહી છે.

Image Source

કરિશ્મા કપૂરે પણ આ તસ્વીરને શેર કરી છે, સાથે તેને કેપશનમાં એમ પણ લખ્યું છે કે: “બહેન સાથે કામ કરવું હંમેશા સારું રહે છે.”

Image Source

જો કે કરીના અથવા કરિશ્મા બંનેમાંથી કોઈએ પણ એમ નથી જણાવ્યું કે આ શૂટિંગ કયા પ્રોજેક્ટ માટે ચાલી રહ્યું હતું.

Image Source

કરીના કપૂર છ મહિનાની ગર્ભવતી છે અને તે હાલમાં જ પોતાના દીકરા તૈમુર અને પતિ સૈફ અલી ખાન સાથે સૈફનાં પિતૃક ઘર હરિયાણાના પટૌડી (ગુરુગ્રામ)માં સમય વિતાવ્યા પછી પાછી ફરી છે.

Image Source

આ બંને બહેનોની તસવીરો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહી છે. જેમાં તે બંને બાલ્કનીમાં ઉભા રહીને પોઝ આપતા જોવા મળે છે.