બોલીવુડના ખેલાડી અક્ષય કુમારની ફિલ્મ મિશન મંગલે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી ચુકી છે. તો બીજી તરફ અક્ષય કુમાર તેના પરિવાર સાથે વેકેશનનો આનંદ માણી રહ્યો છે. હાલમાં જ અક્ષય કુમારે એક એવો વિડીયો શેર કર્યો છે. જેને જોઈને ફેન્સ ખુશ થઇ જશે.
હાલમાંજ અક્ષય કુમારે તેની માતા સાથેવાનો વિડીયો શેર કર્યો છે. આ વીડિયોમાં અક્ષયકુમારની માતા વ્હીલ ચેર પર બેસેલી જોવા મળે છે. અક્ષય તેની માતાને લંડનના રસ્તા પર ફેરવતો નજરે ચડે છે.
અક્ષયે આ વિડિયો શેર કરી કેપશનમાં લખ્યું હતું કે, માતા સાથે ખુબસુરત પળને માણી રહ્યો છું. આપણે જિંદગીમાં ગમે તેટલા વ્યસ્ત હોય છતાં પણ ફેમિલી અને માતા સાથે વધારમાં વધારે સમય વીતાવવવો જોઈએ.
જણાવી દઈએ કે આ વિડીયો પર અક્ષયકુમારની પત્ની ટ્વીન્કલ ખન્નાનું હજુ સુધી કોઈ રિએક્શન નથી આવ્યું. પરંતુ લાગી રહ્યું છે કે જલ્દી જ ટ્વીન્કલ કોઈ કમેન્ટ કરશે.
જણાવી દઈએ કે, અક્ષય જરુરીયાત લોકોની મદદ માટે ચર્ચામાં રહે છે. હાલમાં જ અક્ષય કુમારે આસામમાં પૂરપીડિત લોકો માટે 2 કરોડ રૂપિયાનું દાન કર્યું હતું. સાથે જ મુખ્ય મંત્રી રિલીફ ફંડમાં પણ કાઝીરંગા નેશનલ પાર્કમાં 1-1 કરોડનું ડેન કરવાની જાહેરાત કરી હતી.
અક્ષયે એક ઇવેન્ટ દરમિયાન કહ્યું હતું કે, જયારે આસામના મુખ્યમંત્રીનો મારા પર ફોન આવ્યો હતો કે તમે દાન આપ્યા બાદ અન્ય લોકો પણ ડેન દેવા માટે પ્રોત્સાહિત થયા છે.આ સાંભળીને મને બહુજ સારું લાગ્યું હતું. આ મુશ્કેલીના સમયમાં આપણે એક સાથે રહીને બીજાની મદદ કરવી જોઈએ.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks