પોતાની જાત સાથે જ લગ્ન કરનારી વડોદરાની ક્ષમા બિંદુએ હવે આ રીતે ઉજવ્યો કડવા ચોથનો તહેવાર, જુઓ તેનો અનોખો અંદાજ

વડોદરાની ક્ષમા બિંદુને આજે કોઈ ઓળખની જરૂર નથી. પોતાની જાત સાથે લગ્ન કરીને ક્ષમા બિંદુએ ખુબ જ ચર્ચાઓ મેળવી હતી, માત્ર ગુજરાતમાં જ નહિ દેશભરમાં તેના આ લગ્નની ચર્ચાઓ જોરશોરથી થઇ હતી, ત્યારે પોતાની જાત સાથે લગ્ન કર્યા બાદ તેના હનીમૂનને લઈને પણ તે ચર્ચામા રહી હતી, ત્યારે હવે ફરીએકવાર ક્ષમા બિંદુ ચર્ચામાં આવી છે.

ક્ષમા આ વખતે કડવા ચોથના તહેવારને લઈને ચર્ચામાં આવી છે. કારણ કે ક્ષમાએ પોતાની જાત સાથે લગ્ન કર્યા બાદ પરણિત સ્ત્રીઓ જેમ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે કડવા ચોથનું વ્રત કરતા હોય તેમ ક્ષમાએ પણ આ તહેવારની ઉજવણી કરી. ક્ષમાએ તેની કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ તસવીરોમાં 24 વર્ષની ક્ષમા બિંદુએ પોતાની ગ્લેમરસ સ્ટાઈલ બતાવી છે. જો કે, ચર્ચા તેના કડવા ચોથની ઉજવણીની પણ છે.

કડવા ચોથ પર ક્ષમા બિંદુએ તેની ઘણી તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. આમાં તે લાલ સાડી પહેરેલી જોવા મળી રહી છે. એક તસવીરમાં તેના હાથમાં ચાળણી પણ દેખાઈ રહી છે, જેનાથી તે પોતાની જાતને અરીસામાં જોઈ રહી છે. આ પોસ્ટના કેપ્શનમાં ક્ષમાએ લખ્યું છે – આજે પ્રથમ કડવા ચોથની ઉજવણી કરી, મેં મારી જાતને અરીસામાં જોઈ, મારું ખોવાયેલું ગૌરવ જોયું, હેપ્પી કડવા ચોથ.”

વડોદરાની રહેવાસી ક્ષમા બિંદુના ઈન્સ્ટાગ્રામ પર 30 હજારથી વધુ ફોલોઅર્સ છે. અહીં તે અવારનવાર પોતાના જીવન સાથે જોડાયેલી તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. આગલા દિવસે તેણે પોતાનો એક વીડિયો શેર કર્યો હતો. આમાં તે સાડીમાં સજ્જ જોવા મળે છે. આ વીડિયોના કેપ્શનમાં તેણે લખ્યું “મને આશા છે કે તમે પણ તમારો પહેલો પ્રેમ છો.”

ક્ષમાએ 11 જૂને પોતાની જાત સાથે લગ્ન કરવાની વાત કરી હતી. જો કે ત્રણ દિવસ પહેલા જ તેને પોતાની સાથે લગ્ન કરી લીધા હતા. ત્રણ દિવસ પહેલા લગ્ન પર ક્ષમાની પોતાની દલીલો છે. ક્ષમાએ મંગળસૂત્ર પહેર્યું, સિંદૂર લગાવ્યું અને 11 જૂનને બદલે 8મી જૂને ગોત્રી રોડ પર આવેલા તેના ઘર ખાતે આઠથી દસ મહિલા મિત્રોની હાજરીમાં લગ્ન કર્યા. લગ્ન પહેલા ક્ષમાએ હલ્દી, મહેંદી વગેરેની વિધિ પણ કરી હતી. ક્ષમાના ગળામાં લાલ સોનેરી ચુનરીમાં શોભતું મંગળસૂત્ર, કપાળ પર બિંદી, સેંથામાં સિંદૂર શોભતું હતું.

ક્ષમાના આવા પોતાની જાત સાથેના લગ્ન એ કદાચ ભારતના પ્રથમ લગ્ન છે. જ્યારથી ક્ષમાએ પોતાની જાત સાથે લગ્ન કરવાની જાહેરાત કરી હતી ત્યારથી તેના ઘરે લોકોનો ઘસારો હતો. જેના કારણે તેને ડર હતો કે 11 જૂને તેણે જે લગ્નની તારીખ આપી છે તે દિવસે પણ કોઈ તેના ઘરે આવી અને ઉહાપોહ મચાવશે અને લગ્ન બંધ રહેશે. જેના કારણે તેને 3 દિવસ પહેલા જ એટલે કે 8 જૂને લગ્ન કરી લીધા.

 

View this post on Instagram

 

A post shared by Kshama Bindu (@kshamachy)

ક્ષમાએ મંદિરમાં લગ્ન કરવાનું નક્કી કરતા જ ભાજપના નેતા દ્વારા પણ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો, જેના બાદ કોઈ પંડિત પણ તેના લગ્ન કરાવવા માટે તૈયાર ના થયા, એટલે ક્ષમાએ પોતાના જ ઘરમાં ટેપ ઉપર મંત્રોચ્ચાર વગાડીને આ લગ્ન પૂર્ણ કર્યા. આ લગ્નની ઘણી તસ્વીરો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ હતી.

Niraj Patel