ધાર્મિક-દુનિયા

પતિના સુખ માટે શ્રી કૃષ્ણએ દ્રૌપદીને કહી હતી આ 1 વાત, જે દરેક પત્નીઓએ ધ્યાનમાં રાખવી જોઈએ…

મહાભારત યુદ્ધની શરૂઆતમાં જ દુર્યોધને કૌરવોના સેનાપતિ ભીષ્મ પિતામહને લઈને વારંવાર વ્યંગિક(મજાક,મસ્તી) કરવાનું શરૂ કરી દીધું હતું. આજ વાતથી દુઃખી થઈને એક દિવસ પિતામહે ઘોષણા કરી દીધી કે કાલથી તે દરેક પાંડવો નો વધ કરી નાખશે. જયારે આ વાત પાંડવો ને જાણ થઇ તો તે દરેક ચિંતામાં આવી ગયા, કેમ કે પિતામહ ભીષ્મને યુદ્ધ માં હરાવવું અસંભવ હતું. તે દિવસે સૂર્યાસ્તના પછી શ્રીકૃષ્ણએ દ્રૌપદીને કહ્યું કે મારી સાથે ચાલો, અને…

Image Source

શ્રીકૃષ્ણ દ્રૌપદીને લઈને ભીષ્મ પિતામહના શિબિરની પાસે લઇ ગયા અને કહ્યું કે અંદર જઈને પિતામહને પ્રણામ કરો. શ્રીકૃષની વાત માનીને દ્રૌપદી ભીષ્મ પિતામહની પાસે ગઈ અને તેને પ્રણામ કર્યુ. ભીષ્મએ પોતાની કુળવધૂને અખંડ સૌભાગ્યવતી ભવના આશીર્વાદ આપી દીધા.

Image Source

તેના પછી ભીષ્મએ દ્રૌપદી ને પૂછ્યું કે તું આટલી રાતે અહીં એકલી કઈ રીતે આવી? શું શ્રીકૃષ્ણ તને અહીં લઈને આવ્યા છે?

Image Source

દ્રૌપદી એ કહ્યું કે-હા પિતામહ, હું શ્રી કૃષ્ણની સાથે જ અહીં આવી છું અને તે શિબિરની બહાર ઉભેલા છે.
આ સાંભળીને ભીષ્મ તરતજ દ્રૌપદીને લઈને શિબિરની બહાર આવ્યા અને શ્રી કૃષ્ણને પ્રણામ કર્યા, ભીષ્મએ શ્રી કૃષ્ણને કહ્યું કે મારા એક વચનને બીજા વચન થી કાપી નાખવાનું કામ શ્રીકૃષ્ણ તમે જ કરી શકો છો.

Image Source

જેના પછી શ્રીકૃષ્ણ અને દ્રૌપદી પોત-પોતાના શિબિરની તરફ ચાલી નીકળ્યા. રસ્તામાં કૃષ્ણએ દ્રૌપદી ને કહ્યું કે હવે દરેક પાંડવોને જીવનદાન મળી જાશે. મોટાઓનો આશીર્વાદ કવચની જેમ કામ કરે છે. તેને કોઈ અસ્ત્ર-શસ્ત્ર હણી નથી શકતા. આજે તે એકવાર પિતામહને પ્રણામ કર્યા અને દરેક પાંડવ સુરક્ષિત થઇ ગયા. જો તું રોજ ભીષ્મ, ધૃતરાષ્ટ્ર, દ્રૌણાચાર્ય, કૃપાચાર્ય વગેરેને પ્રણામ કરતી અને દુર્યોધન-દુશાસનની પત્નીઓ પાંડવોને પ્રણામ કરતી તો આજે યુદ્ધની સ્થિતિ જ બની ના હોત.

Image Source

કથા થી શીખવાની બાબત:
આ કથામાં શ્રીકૃષ્ણની શીખ એજ છે કે પતિના સુખ માટે પત્નીએ પોતાના કુળના દરેક મોટા વડીલોનું આદર કરવું જોઈએ. મોટા લોકોનો આશીર્વાદથી પતિ દરેક દુઃખોથી બચી જાય છે. મોટાભાગે ઘરોમાં આ કારણને લીધે જ ઝગડાઓ અને અણગમો થતો હોય છે કે પત્ની પોતાના પતિના માતા-પિતાને માન-સમ્માન નથી આપતી. જો પત્ની આ દરેક વાતોનું ધ્યાન રાખવા લાગે તો ઘરમાં ક્યારેય પણ કલેશ નહિ આવે અને ઘરમાં હંમેશા શાંતિ જ બની રહેશે.

Image Source

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks