ખેડા કિશોરીની હત્યામાં મોટો ખુલાસો ! 46 વર્ષના રાજુએ કેમ કૃપા પટેલની ખુલ્લેઆમ હત્યા કરી- જાણો વિગતે

સુરતમાં ગ્રીષ્માની છડેચોક હત્યા બાદ ખેડાના માતરના ત્રાજ ગામમાંથી પણ આવો મામલો આજે સામે આવ્યો, જ્યાં એક 16 વર્ષની સગીરા દુકાન ઉપર ઠંડુ પીણું લેવા માટે ગઈ હતી અને ત્યાં રહેલા 46 વર્ષીય આધેડે ચપ્પાના ઘા ઝીંકીને તેને મોતને ઘાટ ઉતારી દીધી.આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર ખેડા જિલ્લામાં આવેલા માતર પાસેના ત્રાજ ગામની અંદર રહેતી 16 વર્ષીય સગીરા કૃપા પટેલ ગત રોજ સાંજના સમયે મહાદેવના મંદિરે દર્શન કરવા માટે ગઈ હતી અને દર્શન કરીને પરત ફરતા સમયે ગામના જ બસસ્ટેન્ડ પાસે આવેલા ખોડિયાર પાન સેન્ટરમાં કોલ્ડ્રીંક લેવા માટે ગઈ હતી.

ત્યારે ત્રાજ ગામના જ રહેવાસી 46 વર્ષીય રાજુ પટેલે તેની પાસે રહેલા ધારદાર હથિયારના એક પછી એક ઘા ઝીંકી દીધા હતા. ત્યારે હવે આ મામલે એક ચોંકાવનારી બાબત સામે આવી રહી છે. એકતરફી પ્રેમમાં પડેલા શખ્સે તેને જાહેરમાં રહેંસી નાંખી હતી. કૃપા બહેનપણીઓ સાથે મંદિરે દર્શન કરવા ગઇ હતી અને આ દરમિયાન જ્યારે તે ઘરે પરત ફરી રહી હતી ત્યારે કોલ્ડ્રિંક્સ લેવા માટે ઉભી રહી હતી. આ જ વખતે એકતરફી પ્રેમમાં પડેલો શખ્સ ત્યાં આવ્યો અને કોઇ કંઇ સમજે એ પહેલા જ છરી લઇને તૂટી પડ્યો.

તસવીર સૌજન્ય : દિવ્ય ભાસ્કર

કૃપાનું ગળું કાપ્યા બાદ તેણે હાથના ભાગે પણ છરીના ઘા ઝીંક્યા.આ ઘટનામાં કૃપાનું મોત નીપજ્યું હતું. હત્યારાને જાહેરમાં સજા થાય એવી મૃતકના પરિવારજનોએ માગ કરી છે. જો કે, હજી પણ હત્યા પાછળનું કારણ અકબંધ છે. હાલ તો આ મામલે પોલીસ તપાસ કરી રહી છે.પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીએ કૃપાનું ગળું કાગળ કાપવાના કટરથી કાપ્યુ હતુ. આરોપીની ભત્રીજી અને મૃતક બંને સારી બહેનપણીઓ હતી અને તેને કારણે ઘણીવાર મૃતક આરોપીના ઘરે પણ જતી હતી. જો કે, આરોપી દ્વારા અયોગ્ય વર્તાવ થયો હોવાની આશંકા છે.

જેના કારણે થોડા સમયથી મૃતક આરોપીના ઘરે જવાનું ટાળતી હતી. આરોપીને લાગી રહ્યુ હતુ કે કૃપા તેની સાથે બોલવાનું ટાળી રહી છે અને આ વાતે લાગી આવતા તેણે કૃપાની હત્યા નિપજાવી હતી.મૃતકની એફએસએલ તપાસ થઇ કરવામાં આવી રહી છે. બીજી તરફ આરોપીની પૂછપરછ ચાલુ છે. આરોપી ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. જો કે, આ ઘટના બાદ તેની ક્રુર માનસિકતા છતી થાય છે. ગામમાં આ બનાવના પગલે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

સ્થાનિક પોલીસ સહિત જિલ્લા પોલીસવડાનો કાફલો પણ ઘટનાની જાણ થતા દોડી આવ્યો હતો. આરોપી રાજુ ઉર્ફે રાજેશ મગનભાઈ પટેલ તેની માતા સાથે રહે છે અને ઉપરના માળે તેનો મોટોભાઈ રહે છે. થોડા વર્ષો પહેલા જ આરોપીના ડિવોર્સ થઈ ગયા હતા. તેને કોઇ સંતાન નથી.

Shah Jina