સદીના મહાનાયક અમિતાભજી દ્વારા હોસ્ટ કરવામાં આવી રહેલો કૌન બનેગા કરોડપતિ શો દેશના લોકો માટે એક આશીર્વાદ સમાન બની રહ્યો છે. શો માં આવતા કંટેસ્ટેંટ પોતાના દ્વારા જીતેલી ધનરાશિનું ભવિષ્યમાં શું કરશે તેનો ખુલાસો પણ તેઓ અમિતાભજીની સામે કરે છે.

આ સિવાય તેઓ હોટ સીટ પર બેસીને પોતાના જીવન સાથે જોડાયેલા દરેક ઉતાર-ચઢાવ અને સુખ-દુઃખ પણ અમિતાભજી સાથે શેર કરે છે એવામાં અમિતાભજી પણ તેઓના હોંસલાઓને વધારે છે અને હિંમત આપે છે.

એવામાં આગળના અમુક એપિસોડ ખુબ જ દિલચસ્પ રહ્યા છે. જેમાં ચરના ગુપ્તાએ શો માં 50 લાખ જીત્યા પછી ફરીથી એકવાર ઇતિહાસ રચાઈ ગયો. જેના પછી બરેલીની હિમાંશુ ધૂરિયા જે માત્ર 19 વર્ષના છે અને તે શો માં 50 લાખની ધનરાશિ જીતી ગયા. જેના પછી ગુજરાતના ઉના શહેરની મહિલા ડૉ. કૃપા મેહુલભાઇ દેસાઈને હોટ સીટ પર બેસવાનો મૌકો મળ્યો હતો.

કૃપા એક આયુર્વેદિક ડોક્ટર છે, અને તેણે અમિતાભજીના દરેક સવાલોના ખુબ જ સારી રીતે જવાબો આપ્યા હતા. 19 વર્ષના હિમાંશુ ધૂરિયાએ 1 કરોડ ના સવાલ પર કવીટ કર્યું અને તેના પછી ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટ ના પછી ડૉ. કૃપાને અમિતાભજીની સામે હોટ સીટ પર બેસવાનો મૌકો મળ્યો હતો.

હિમાંશુ ધુરીયા ખુબ જ સારી રીતે સવાલોના જવાબ આપીને આગળ વધી રહ્યા હતા અને 14 સવાલોના જવાબ આપી ચુક્યા હતા પણ 15 માં એક કરોડના સવાલ પર હિમાંશુ દુવિધામાં આવી ગયા હતા અને તેની લાઈફ લાઇન પણ પુરી થઇ ગઈ હતી. એવામાં સવાલના સાચા જવાબની ખબર ન હોવાથી હિમાંશુએ ગેમને સ્થિગીત કરવાનું વિચાર્યું અને તે 50 લાખના ચેકની સાથે ઘરે પાછા ફર્યા છે.

અમિતાભજીએ કૃપાને 50 લાખનો સવાલ પૂછ્યો હતો કે માનવ નિર્મિત પહેલું પ્લાસ્ટિક કયું છે? જેનો જવાબ આપવામાં કૃપા અસમર્થ હતી અને તેની પાસે એકપણ લાઈફલાઈન પણ બચી ન હતી. જેને લીધે કૃપાએ ગેમને કવીટ કરવાનું યોગ્ય સમજ્યું અને તે 25 લાખના ચેકની સાથે ઘરે પાછી ફરી હતી. આ સવાલનો જવાબ પાર્કસીન હતો જે કૃપા જાણતી ન હતી.

જો કે આગળનો 25 લાખનો જવાબ કૃપાએ ખુબ શાદાર રીતે આપ્યો હતો. સવાલ એ હતો કે રામાયણના આધારે વિભીષણની પત્ની કોણ હતી? એવામાં કૃપાએ સવાલનો સાચો આપીને 25 લાખની ધનરાશિ જીતી હતી.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks