મોટા ભાઈ કૃણાલ પંડ્યાએ નાના ભાઈ હાર્દિક પંડ્યાની વિકેટ ઝડપતા જ પત્ની નતાશાના હાવભાવ બદલાઈ ગયા, વીડિયોમાં જુઓ શું કર્યું

દેશનો તહેવાર IPL હવે શરૂ થઇ ગયો છે. ક્રિકેટ રસિકો આ સમયે ખુબ જ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે, આ સીઝનની ચાર મેચ પૂર્ણ થઇ ગઈ છે, IPL 2022માં બે નવી ટિમો પણ જોડાઈ ગઈ છે જેમાં ગુજરાત ટાઇટન્સ અને લખનઉ જાયન્ટ્સ છે. ત્યારે ગઈકાલે આ બંને ટીમોએ પોતાની IPLની પહેલી મેચ રમી.

ગુજરાત ટાઇટન્સ અને લખનઉ જાયન્ટ્સની મેચમાં જોરદાર રોમાન્સ જોવા મળ્યો. પરંતુ આ મેચ એટલા માટે પણ ચાહકો માટે ખાસ હતી કે આ મેચમાં બે ભાઈ જે અત્યાર સુધી સાથે રમતા આવ્યા છે તે અલગ અલગ જોવા મળ્યા. ગુજરાતના કપ્તાન હાર્દિક પંડ્યા હતા તો લખનઉના ઓલરાઉન્ડર તરીકે કૃણાલ પંડ્યાને ખરીદવામાં આવ્યો છે.

ત્યારે મેદાનમાં પણ આ બનેં ભાઈઓની રસાકસી જોવામાં આવી. મોટાભાઈ કૃણાલ પંડ્યાએ નાના ભાઈ હાર્દિક પંડ્યા સામે બોલિંગ કરી અને નાના ભાઇની વિકેટ પણ ઝડપી લીધી, દર્શકોથી લઈને કોમેન્ટેટરોમાં પણ આ વાતને લઈને ખુબ જ હલચલ જોવા મળી રહી હતી, ત્યારે કૃણાલે હાર્દિકની વિકેટ ઝડપ્યા બાદ નતાશાના રિએક્શનનો વીડિયો પણ હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

જયારે મેચમાં ગુજરાતની ટીમ 159 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરી હતી, ત્યારબાદ તેની બે શરૂઆતી વિકેટ સસ્તામાં પડી હતી અને હાર્દિક પંડ્યા પીચ પર આવ્યો હતો. જ્યારે હાર્દિક 27 બોલમાં 33 રન બનાવીને પોતાની ટીમને મક્કમતાથી પાટા પર લાવી રહ્યો હતો ત્યારે ઈનિંગની 11મી ઓવરમાં તેનો મોટો ભાઈ કૃણાલ પંડ્યા બોલિંગ કરવા આવ્યો હતો.

આ ઓવરના પહેલા જ બોલ પર કૃણાલે હાર્દિકને મનીષ પાંડેના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. વિકેટ તો મળી પરંતુ કૃણાલે તેની ઉજવણી ન કરી. જ્યારે હાર્દિકની પત્ની નતાશા હાજર હતી, ત્યારે આ સમયે સ્ટેન્ડમાં પણ સૌથી રસપ્રદ નજારો જોવા મળ્યો હતો, નતાશા મૂંઝવણમાં દેખાતી હતી અને તેણે પોતાનું માથું પકડી લીધું હતું.

મેચ બાદ જ્યારે હાર્દિક પંડ્યાને આ અંગે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેણે કહ્યું કે વિકેટ ગુમાવવી નિરાશાજનક હતી પરંતુ બાદમાં જીત મળી જેનાથી રાહત મળી. તેણે કહ્યું કે પરિવારમાં દરેક જણ ખુશ થશે કારણ કે એક ભાઈને વિકેટ મળે છે અને બીજા ભાઈને જીત મળી છે. સોશિયલ મીડિયામાં નતાશાના રિએક્શનનો વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

Niraj Patel