ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યા અને તેની પત્ની નતાશા તો હંમેશા સોશિયલ મીડિયામાં છવાયેલા રહેતા હોય છે. પરંતુ આજે આપણે વાત હાર્દિકની નહિ પરંતુ તેના ભાઈ કૃણાલ પંડ્યાની પત્નીની કરવાના છીએ.
કૃણાલ પંડ્યા પણ ભારતીય ટીમમાં રમી ચુક્યો છે. સાથે જ તેને આઈપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સની ટીમમાં પણ સારું પ્રદર્શન કર્યું છે. કૃણાલની પત્ની પણ કોઈ અભિનેત્રી કરતા જરા પણ કમ નથી, કૃણાલની પત્નીનું નામ પંખુડી છે અને તે બંનેની લવ સ્ટોરી પણ ખુબ જ રસપ્રદ છે.
કૃણાલ પંડ્યાની પત્ની પંખુડી પણ કોઈ સ્ટારથી કમ નથી. સોશિયલ મીડિયામાં તેની પણ ઘણી તસવીરો વાયરલ થતી રહે છે. ઇન્સ્ટાગ્રામ ઉપર પણ તેના લાખો ફોલોઅર્સ છે.
કૃણાલ પંડ્યાએ 2017માં ઇવેન્ટ મેનેજર પંખુડી શર્મા સાથે લગ્ન કર્યા હતા. આ બંનેની લવ સ્ટોરી પણ કોઈ ફિલ્મથી કમ નથી. કૃણાલ અને તેની પત્ની પંખુડીની તસ્વીરોને પણ ચાહકો ખુબ જ પસંદ કરે છે.
કૃણાલને પંખુડી સાથે કામ કરવા માટે એક કોલ આવ્યો હતો. સાથે જ પંખુડીની એક તસ્વીર પણ આવી હતી. તસ્વીર જોઈને જ કૃણાલ તેના માટે પાગલ બની ગયો હતો. તો પંખુડીને પણ તે પહેલી મુલાકાતમાં જ ગમી ગયો.
કૃણાલ અને પંખુડીએ બે વર્ષ સુધી એક બીજાને ડેટ કર્યા, ત્યારબાદ કૃણાલ પંડ્યાની ટિમ મુંબઈ ઇંડિયન્સ દ્વારા જયારે આઇપીએલ જીતવામાં આવી ત્યારે તેને પ્રપોઝ કર્યું હતું.
પંખુડી શર્માએ આપેલા એક ઇન્ટરવ્યૂમાં તેને જણાવ્યું હતું કે કૃણાલે તેને રાત્રે 2 વાગે પોતાના સાથી ખેલાડીઓ સાથે પ્રપોઝ કરવા માટે પહોંચી ગયો હતો. પંખુડીએ કહ્યું કે તે રાત આજે પણ તેને યાદ છે.
ઇન્ટરવ્યૂ દરમિયાન પંખુડીએ જણાવ્યું કે વર્ષ 2017 આઇપીએલ ફાઇનલની તે રાત હતી. મુંબઈ ઇન્ડિયન્સ ખિતાબ જીત્યું અને કૃણાલ મેન ઓફ ધ મેચ બન્યો. મુંબઈ ઇન્ડિયન્સના બધા જ ખેલાડીઓ અને સદસ્યો માટે તે ખુશીની રાત હતી.
આગળ તેને જણાવ્યું કે તે હાર્દિક પંડ્યા સાથે તેના રૂમમાં બેઠી હતી અને તે દિવસે કૃણાલ પણ ખુબ જ સારા મૂડમાં હતો. તે જેવો જ રૂમની અંદર આવ્યો તો તેની સાથે મુંબઈ ઇન્ડિયન્સના બીજા ખેલાડીઓ પણ રૂમમાં આવ્યા. તેને એ વાતનો જરા પણ અંદાજો નહોતો કે તે રાત્રે શું થવાનું છે.
પંખુડીએ આગળ જણાવ્યું કે કૃણાલે તેને ઉભા થવા માટે કહ્યું. ત્યારબાદ કૃણાલે તેને પૂછ્યું કે શું તે મારી સાથે લગ્ન કરશે ? કૃણાલની આ વાત સાંભળીને તે એકદમ ચોંકી ઉઠી હતી. તેને ક્યારેય પોતાના જીવનમાં કલ્પના પણ નહોતી કરી કે કૃણાલ આવું કઈ રોમાન્ટિક કરશે અને તે લગ્ન માટે હા પણ પાડી દેશે.
પંખુડી અને કૃણાલના લગ્ન મુંબઈની જુહુ સ્થિત જેડબ્લ્યુ મેરીયેટ હોટેલમાં થયા હતા. તેમાં સચિન તેંડુલકર, અમિતાભ બચ્ચન સાથે નીતા અંબાણી અને તેમનો દીકરો પણ હાજર રહ્યા હતા.
હાર્દિક અને પંખુડી વચ્ચે પણ ખુબ જ સારું બોન્ડીગ છે. કૃણાલ સાથે તે પણ અવાર નવાર જોવા મળે છે. પંખુડી હાર્દિક પંડ્યાને બેબી બ્રધર કહીને બોલાવે છે.