ખબર ખેલ જગત

કૃણાલ પંડ્યાનો ભાઈ હાર્દિક પંડ્યા માટે છલકાયો પ્રેમ, ઘરે પહોંચતા જ કરી ગ્રાન્ડ ઉજવણી, ભાઈ માટે કહી દિલને સ્પર્શી જાય તેવી વાત

ગુજરાત ટાઇટન્સનો ડંકો આજે આખી દુનિયામાં વાગી રહ્યો છે, આઈપીએલમાં પ્રવેશવાની સાથે જ પોતાના શાનદાર પર્ફોમન્સથી ફાઇનલમાં જગ્યા મેળવી અને ફાઇનલમાં રાજસ્થાનને 7 વિકેટે હરાવી અને ભવ્ય જીત મેળવી. આ જીતની ઉજવણીના  ઘણા બધા દૃશ્યો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા આપણે જોયા. ત્યારે હવે હાર્દિક મુંબઈ પોતાના ઘરે પહોંચી ગયો છે અને આ જીત માટે તેના ભાઈ કૃણાલ પંડ્યાએ ખુબ જ ભાવુક પોસ્ટ શેર કરી છે.

ટીમનું સુકાન સંભાળનાર હાર્દિક પંડ્યા વિજય બાદ તેના ઘરે પહોંચ્યો હતો, જ્યાં તેના ભાઈ અને લખનઉ સુપરજાયન્ટ્સના ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યાએ તેને ભવ્ય પાર્ટી આપી હતી. તેની તસવીર કૃણાલે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પણ શેર કરી છે, જે ઝડપથી વાયરલ થઈ રહી છે. આ તસવીરો શેર કરીને તેણે પોતાના ભાઈ માટે ઈમોશનલ મેસેજ પણ લખ્યો છે.

IPL 2022 ખતમ થયા બાદ તમામ ખેલાડીઓ પોતાના ઘરે પહોંચી ગયા છે. આવી સ્થિતિમાં વિજેતા ટીમ ગુજરાત ટાઇટન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યા જ્યારે તેના ઘરે પહોંચ્યો ત્યારે તેના ભાઈએ તેને આવકારવાની જોરશોરથી તૈયારીઓ કરી કે આખા ઘરને ફુગ્ગાઓથી શણગારવામાં આવ્યું હતું અને હાર્દિક પંડ્યા લખવામાં આવ્યું હતું.

કૃણાલ પંડ્યાએ પણ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર તેની તસવીર શેર કરી અને લખ્યું કે ‘મારા ભાઈ માત્ર તમે જ જાણો છો કે તમારી સફળતા પાછળ કેટલી મહેનત પડી છે – વહેલી સવારે, અસંખ્ય કલાકોની તાલીમ, શિસ્ત અને માનસિક શક્તિ અને તમને ટ્રોફી આપી. તમારી મહેનતનું ફળ છે. તમે તેના લાયક છો અને ઘણું બધું…”

કૃણાલ આગળ કહે છે કે ‘લોકોએ તમારા માટે ઘણું લખ્યું છે, પરંતુ તમે ઇતિહાસ લખી રહ્યા છો. કાશ હું ત્યાં હોત જ્યારે એક લાખથી વધુ લોકો તમારા નામનો જયઘોષ કરી રહ્યા હતા હાર્દિક પંડ્યા…’ આ તસવીરોમાં હાર્દિક ઓરેન્જ ટી-શર્ટ અને બ્લેક કલરનો લોઅર પહેરેલો જોવા મળે છે. તેમજ પાછળના ભાગે ખૂબ જ સુંદર ડેકોરેશન કરવામાં આવ્યું છે.

તો અન્ય એક તસ્વીરમાં  હાર્દિક ટ્રોફી પકડીને હસતો જોવા મળે છે. બંને તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે અને અત્યાર સુધીમાં લાખો લોકો તેને લાઈક કરી ચૂક્યા છે. તમને જણાવી દઈએ કે આ વખતે હાર્દિક પંડ્યાની કપ્તાની હેઠળની ગુજરાત ટાઈટન્સની ટીમ પહેલીવાર ઈન્ડિયન પ્રીમિયર લીગ રમવા આવી હતી અને તેની પહેલી જ સિઝનમાં ટીમે અજાયબીઓ કરી હતી અને સિઝનની ટ્રોફી જીતી હતી.