ભાઈ હાર્દિક પંડ્યા અને ભાભી નતાશા સાથે શાનદાર રીતે મનાવ્યો કૃણાલ પંડ્યાએ જન્મદિવસ, જુઓ તસવીરો

ટિમ ઇન્ડિયાના ભાભી પુલમાં ઉતર્યા, દેખાડ્યો અનોખો અંદાજ- જુઓ તસવીરો

ઇંગ્લેન્ડ સામેની પહેલી વન-ડે મેચમાં ધમાકેદાર ડેબ્યુ કરનારા કૃણાલ પંડ્યાએ પોતાનો 30મોં જન્મ દિવસ ગઈકાલે મનાવ્યો. કૃણાલે ડેબ્યુંમાં સૌથી ઝડપી 50 રન બનાવવાનો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો, આ નિમિત્તે કેટલીક સુંદર પળો પણ કેમેરામાં કેદ થયેલી જોવા મળી હતી.

કૃણાલ પોતાના પિતાને યાદ કરીને ખુબ જ ભાવુક પણ થયો હતો, અને પોતાના ભાઈ હાર્દિક પંડ્યાને ભેટીને રડવા પણ લાગ્યો હતો, જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થયો હતો. હવે કૃણાલ પંડ્યાના જન્મ દિવસની ઉજવણીની કેટલીક તસવીરો પણ સામે આવી છે. જેમાં તે ભાઈ હાર્દિક અને ભાભી નતાશા સાથે જન્મ દિવસની ઉજવણી કરતો જોવા મળે છે.

કૃણાલે પોતાનો જન્મ દિવસ પુલ પાર્ટી કરીને યોજ્યો હતો જેની સામે આવેલી તસ્વીરોમાં તે ભાભી નતાશા અને ભાઈ હાર્દિક સાથે જોવા મળી રહ્યો છે. નતાશા અને હાર્દિકે આ તસ્વીરોને પોતાના સોશિયલ મીડિયામાં પોસ્ટ પણ કરી છે.

નતાશા અને હાર્દિક દ્વારા શેર કરવામાં આવેલી આ તસ્વીરોમાં ચાહકો ખુબ જ કોમેન્ટ પણ કરી રહ્યા છે સાથે જ તે કૃણાલને જન્મ દિવસની શુભકામનાઓ પણ આપી રહ્યા છે. નતાશા આ તસ્વીરોમાં ખુબ જ હોટ અને બોલ્ડ જોવા મળી રહી છે. નતાશાએ આ તસ્વીરોની સાથે એક વીડિયો પણ શેર કર્યો છે.

નતાશાએ આ દરમિયાન ખુબ જ સુંદર કાળા રંગનો સ્વીમ સૂટ પહેર્યો છે. નતાશાની આ તસ્વીરોને ચાહકો દ્વારા ખુબ જ પસંદ કરવામાં આવી છે, જે સોશિયલ મીડિયામાં વાયરલ પણ થઇ રહી છે. કૃણાલે વન-ડેમાં ડેબ્યુ કર્યું તેના માટે હાર્દિકે જ તેને કેપ આપી હતી. આ દરમિયાન પણ કૃણાલ ખુબ જ ભાવુક થઇ ગયો હતો.

હાર્દિક અને કૃણાલ તેના  પિતાની ખુબ જ નજીક હતા. ભારતીય ક્રિકેટ ટિમ સુધી બંનેને પહોંચાવવામાં તેના પોતાનો ખુબ જ મોટો ફાળો હતો.

હાર્દિક અને કૃણાલના પિતા હિમાંશુ પંડ્યાનું નિધન થોડા સમય પહેલા જ થયું હતું. કૃણાલે પોતાના ડેબ્યુંમાં 50 રન પુરા કરીને બેટ આકાશ તરફ લહેરાવ્યું હતું, આ ફિફટી તેને પોતાના પિતાને સમર્પિત કરી હતી.

કૃણાલ પોતાના પિતાની ટ્રાવેલિંગ બેગને જ પોતાની સાથે રાખે છે, અને પોતાનો સામાન પણ આ બેગમાં જ તે રાખે છે. જેના દ્વારા તે પોતાના પિતાને યાદ કરતો રહે છે.

Niraj Patel