હાર્દિક પંડ્યાના ઘરે આવી ખુશીઓ, દીકરાના જન્મથી મહેંકી ઉઠ્યો આખો પરિવાર, જુઓ દિલ જીતી લેનારી તસવીરો

હાર્દિક પંડ્યા ક્રિકેટ જગતનું એક મોટું નામ બની ગયો છે. ભારતીય ટીમમાં તેને ઓલરાઉન્ડર તરીકે ખુબ જ શ્રેષ્ઠ કામ કર્યું છે, તો આ વર્ષે આઇપીએલમાં ગુજરાત ટાઇટન્સના કપ્તાન બનીને ગુજરાતની ટીમને આઈપીએલનો ખિતાબ પણ આપાવ્યો. હાર્દિક પંડ્યાની જેમ જ તેનો ભાઈ કૃણાલ પંડ્યા પણ ચર્ચામાં રહે છે. હાલ પંડ્યા પરિવારમાં ખુશીઓનો માહોલ છે, તેમના ઘરમાં એક દીકરાનું આગમન થયું છે.

કૃણાલ પંડ્યાની પત્ની પંખુડીએ એક દીકરાને જન્મ આપ્યો છે. કૃણાલે સોશિયલ મીડિયા પર આ માહિતી આપી છે અને ચાહકો સાથે ખુશખબર શેર કરી છે. કૃણાલે તેની પત્ની પંખુડી અને દીકરા સાથે એક તસવીર શેર કરી છે. તેમના પુત્રનું નામ પણ જણાવ્યું, બંનેએ તેમના પુત્રનું નામ કવીર કૃણાલ પંડ્યા રાખ્યું છે.

કૃણાલ પંડ્યાએ ટીમ ઈન્ડિયા માટે T20 અને ODIમાં ડેબ્યૂ કર્યું છે. તે શરૂઆતમાં ઈન્ડિયન પ્રીમિયર લીગમાં મુંબઈ ઈન્ડિયન્સ સાથે હતો અને હવે તે લખનઉ સુપર જાયન્ટ્સનો વાઇસ-કેપ્ટન છે. કૃણાલ પંડ્યાનો ભાઈ હાર્દિક પંડ્યા હાલમાં જ ઈંગ્લેન્ડ સામે ODI-T20 સિરીઝ રમી રહ્યો હતો.

કૃણાલ-પંખુડીના લગ્ન વર્ષ 2017માં થયા હતા, પંખુડી ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ લોકપ્રિય છે અને તે ડાન્સ-રીલ્સ શેર કરતી રહે છે. કૃણાલ પંડ્યાની આ પોસ્ટ પર દરેક લોકો અભિનંદન આપી રહ્યા છે. કેએલ રાહુલે કમેન્ટ કરી કે બંનેને ખૂબ ખૂબ અભિનંદન. જ્યારે હાર્દિક પંડ્યાની પત્ની નતાશાએ હાર્ટ ઈમોજી કોમેન્ટ લખી હતી. ઝહીર ખાનની પત્ની સાગરિકાએ પણ કૃણાલ-પંખુડીને કોમેન્ટ કરીને અભિનંદન આપ્યા હતા.

તમને જણાવી દઈએ કે 31 વર્ષીય કૃણાલ પંડ્યાએ ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધી 5 વનડે રમી છે, જેમાં તેણે 130 રન અને 2 વિકેટ ઝડપી છે. જ્યારે 19 T20 મેચમાં 124 રન અને 15 વિકેટ છે. જો આઈપીએલની વાત કરીએ તો 98 મેચમાં કૃણાલ પંડ્યાના નામે 1326 રન અને 61 વિકેટ છે.

Niraj Patel