સુંદરતામાં બધાને પછાડી દે છે હાર્દિક પંડ્યાના ભાભી પંખુરી, 7 PHOTOS માં જુઓ જલવો

આજે મળો કૃણાલ પંડ્યાની વાઈફ પંખુરીને, દેખાવડી તો એવી છે કે તસવીરો વારંવાર જોવાનું મન થશે

ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર ખેલાડી અને સ્ટાર ક્રિકેટર હાર્દિક પંડ્યાના ભાઇ ક્રુણાલ પંડ્યાએ થોડા મહિના પહેલા જ એટલે કે 24 માર્ચે તેમનો 30મો જન્મદિવસ મનાવ્યો હતો.

તો ચાલો ઇંગ્લેન્ડ વિરૂદ્ધ ત્રણ મેચોની ઓડીઆઇ સીરીઝમાં પોતાના ડેબ્યુ મેચમાં જ વિશ્વ રેકોર્ડ બનાવનાર ક્રુણાલ પંડ્યાની કેટલીક ખાસ વાતો જાણીએ…

ભારતીય ક્રિકેટમાં છેલ્લા 3-4 વર્ષથી પંડ્યા બ્રધર્સ ચર્ચામાં છે. હાર્દિક પંડ્યાએ લોકડાઉન દરમિયાન નતાશા સાથે લગ્ન કર્યા અને તેઓ જુલાઇમાં દીકરા અગસ્ત્યના પેરેન્ટ્સ બન્યા હતા. ત્યાં જ ક્રુણાલ પંડ્યાની વાત કરીએ તો તેમણે વર્ષ 2017માં ઇવેન્ટ અને સેલિબ્રિટિ મેનેજમેન્ટ કરનાર પંખુરી શર્મા સાથે લગન કર્યા હતા.

ક્રુણાલ પંડ્યાની લવ સ્ટોરી ઘણી જ ફિલ્મી છે. તેમને પંખુરી શર્મા સાથે કામ કરવા માટે એક ફોન આવ્યો હતો અને સાથે જ પંખુરીની તસવીર હતી. તે જોતા જ ક્રુણાલ પાગલ થઇ ગયા અને તેમણે એક મિત્રની મદદથી પંખુરીને મળવાનો પ્લાન બનાવ્યો.

ક્રુણાલના મિત્રએ બંનેની મીટીંગ ફાઇનલ કરી અને આવી રીતે થઇ હતી બંનેની પહેલી મુલાકાત. ક્રુણાલને તો પંખુરી સાથે પ્રેમ થઇ ગયો હતો અને ત્યાં પણ પંખુરીને ક્રુણાલ પહેલી જ મુલાકાતમાં ગમવા લાગ્યો હતો. લગભગ 2 વર્ષ સુધી આ પ્રેમ કહાની ચાલી હતી. ત્યાર બાદ વર્ષ 2017માં તેમણે લગ્ન કરી લીધા.

ક્રુણાલે એક ઇન્ટરવ્યુમાં કહ્યુ હતુ કે, આઇપીએલ જીત્યા બાદ તેણે પંખુરીને પ્રપોઝ કર્યુ હતુ. તેણે કહ્યુ કે, ફાઇનલમાં મેન ઓફ ધ મેચ પસંદ થયા બાદ મેં લગ્નની વાત કરી હતી. પંખુરીએ હા પણ કહી દીધી હતી.

ક્રુણાલ પંડ્યા અને પંખુરીના લગ્ન મુંબઇના જૂબુ સ્થિત જેડબ્લ્યૂ મેરિયટમાં થયા હતા. આ લગ્નમાં સચિન તેંદુલકરથી લઇને અમિતાભ બચ્ચન સુધી સામેલ થયા હતા. આ સાથે જ ગેસ્ટ લિસ્ટમાં નીતા અંબાણી પણ સામેલ હતા.

તમને જણાવી દઇએ કે, બંનેના લગ્નની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ હતી. પંખુરી શર્માની વાત કરીએ તો, તે ક્રુણાલ પંડ્યા સાથે લગ્ન કર્યા પહેલા એક મોડલ રહી ચૂકી છે. તેણે ઘણા મોડલિંગ અસાઇન્મેન્ટ કર્યા છે.

કૃણાલ પંડ્યાની પત્ની પંખુડી શર્મા મોડલ અને ઇવેન્ટ મેનેજર છે. તેણે એક સાક્ષાત્કારમાં કૃણાલ પંડ્યાની પ્રાઇવેટ જીવનના કેટલાક રોમાંચક કિસ્સા શેર કર્યા. તેમણે જણાવ્યુ કે, કેવી રીતે રાત્રે 2 વાગ્યે અડધી ટીમ સાથે તેમને પ્રપોઝ કરવા પહોંચ્યા હતા.

તેમણે કહ્યુ કે તેમને એ રાત તો આજે પણ યાદ છે. વર્ષ 2017 આઇપીએલ ફાઇનલ બાદની આ રાત છે. કૃણાલે ભારત માટે વર્ષ 2018માં પહેલી ટી20 મેચ રમી હતી. તે બાદ તેમણે 18 ટી20માં 121 રન બનાવ્યા અને સાથે સાથે 14 વિકેટ પણ પોતાના નામે કરી. આઇપીએલમાં 55 મેચમાં 891 રન બનાવી ચૂક્યા છે તે.

તે મુંબઇ ઇંડિયન્સની ટીમના મહત્વપૂર્ણ સભ્ય છે. છેલ્લા ઘણા વર્ષોથી મુંબઇમાં રહી રહેલી પંખુરી શર્મા લગ્ન પહેલા એક ફિલ્મ માર્કેટિંગની રીતે પણ કામ કરી ચૂકી છે.

ભારતીય ક્રિકેટ ટીમના પંડ્યા બંધુ છેલ્લા 4 વર્ષોથી ચર્ચામાં છે. હાર્દિક પંડ્યાએ લોકડાઉન દરમિયાન મોડલ અને અભિનેત્રી નતાશા સાથે લગ્ન કર્યા હતા અને તેઓ એક દીકરાના પેરેન્ટ્સ પણ બની ગયા છે. કૃણાલ પંડ્યાની સ્ટોરી પણ ઘણી ફિલ્મી રહી છે.

પંખુડીની તસવીર જોતા જ તેમને પ્રેમ થઇ ગયો હતો અને પંખુડીને પણ પહેલી મુલાકાતમાં કૃણાલ પસંદ આવવા લાગ્યા હતા.ક્રુણાલ પંડ્યાની વાત કરીએ તો તેમણે વર્ષ 2017માં ઇવેન્ટ અને સેલિબ્રિટિ મેનેજમેન્ટ કરનાર પંખુરી શર્મા સાથે લગન કર્યા હતા. ક્રુણાલ પંડ્યા અને પંખુરીના લગ્ન મુંબઇના જૂબુ સ્થિત જેડબ્લ્યૂ મેરિયટમાં થયા હતા.

Shah Jina