મનોરંજન

રાજા હિન્દુસ્તાનીનો તે બાળક આજે છે નવાબ ખાનદાનનો જમાઈ, જુઓ તસ્વીર એક ક્લિકે

રાજા હિન્દુસ્તાનીમાં આમિર ખાનને ઉસ્તાદ કહેનાર નાનો છોકરો, જે ભાઈ મૂવીમાં સુનીલ શેટ્ટીનો નાનો ભાઈ, અથવા તો હમ રાહી પ્યાર કે ફિલ્મમાં જોવા મળેલો તોફાની છોકરો, જોકે તેના નામથી આ છોકરો લોકોમાં લોકપ્રિય ના હતો પરંતુ તે સમયે એક્ટિંગથી લોકોના દિલમાં જગ્યા બનાવી લીધી હતી. આ જ છોકરો લગભગ એક દાયકા પછી કલિયુગ ફિલ્મમાં લીડ એક્ટર તરીકે જોવા મળ્યો હતો. આ એક્ટર બીજું કોઈ નહીં પરંતુ કુણાલ ખેમુ હતું. ફિલ્મમાં તેમની એક્ટિંગની પ્રશંસા કરવામાં આવી હતી. આ પછી એક્ટર કૃણાલ ખેમુની ફિલ્મની સફર શરૂ થઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by Soha (@sakpataudi) on

કુણાલ ખેમુનો જન્મ 25 મે 1983ના રોજ શ્રીનગરમાં એક કાશ્મીરી પંડિત પરિવારમાં થયો હતો. તેમના દાદા મોતીલાલ ખેમુ કાશ્મીરી નાટ્ય લેખક હતા અને સાહિત્યમાં તેમના યોગદાન બદલ તેમને સાહિત્ય અકાદમી અને પદ્મશ્રીથી પણ નવાજવામાં આવ્યા હતા. કૃણાલે નાનપણથી જ એક્ટિંગની શરૂઆત કરી હતી. તે 4 વર્ષની ઉંમરે ગુલ ગુલશન ગુલફામ સિરિયલમાં જોવા મળ્યો હતો.

 

View this post on Instagram

 

Happy birthday @khemster2 For better or worse there’s no one I’d rather be locked down with ❤️

A post shared by Soha (@sakpataudi) on

કૃણાલ ખેમુએ 1993 માં બાળ કલાકાર તરીકે નસીરુદ્દીન શાહની ફિલ્મ સરથી ડેબ્યુ કર્યું હતું. બાદમાં તે આમિર ખાનની ફિલ્મ રાજા હિન્દુસ્તાનીમાં જોવા મળ્યો હતો. આ સિવાય તે ભાઇ, તમન્ના, ઝખ્મ અને હમ હૈ રહી પ્યાર કેમાં બાળ કલાકાર તરીકે જોવા મળ્યો હતો. કુણાલને 2005માં આવેલી ફિલ્મ કલિયુગથી લીડરોલમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં તેની એક્ટિંગને પસંદ કરવામાં આવી હતી. આ પછી, તે ટ્રાફિક સિગ્નલ, ઢૂંઢતે રહ જાએગે અને સુપરસ્ટાર જેવી ફિલ્મોમાં લીડ એક્ટર તરીકે જોવા મળ્યો હતો. પરંતુ કદાચ લોકોએ તેમને તે રીતે સ્વીકાર્યો નહીં.

 

View this post on Instagram

 

Home is where the ❤️ is @khemster2

A post shared by Soha (@sakpataudi) on

આ બાદ કૃણાલ ફિલ્મોમાં સર્વાઇવ કરવા માટે સાઇડ રોલ કરવાનું શરૂ કર્યું હતું. આમાંની મોટાભાગના કોમિક રોલ હતા. પ્રેક્ષકોએ તેમને આવી ભૂમિકાઓમાં પસંદ કરવાનું શરૂ કર્યું. લઈ રોલની ભૂમિકામાં નિષ્ફળ રહેલા કુણાલ ખેમુ, સાઈડ એક્ટરના રોલમાં સફળ થયા હતા. લોકો પણ તેની સાથે જોડાવા લાગ્યા.

 

View this post on Instagram

 

Happy holi ! A time to forgive even if you can’t forget … a time to spread happiness and love 💕 #happyholi @khemster2

A post shared by Soha (@sakpataudi) on

તે ગોલમાલ, ઢોલ, ગો ગોવા ગોન, ભાગ જોની, પોસ્ટર બોયઝ, સિમ્બા, કલંક અને મલંગ જેવી ફિલ્મોમાં જોવા મળ્યો હતો. મલંગમાં તે નકારાત્મક શેડમાં જોવા મળ્યો હતો. કૃણાલ હંમેશા તેની એક્ટિંગની શોધ કરતા રહે છે અને તેથી જ તે ઇન્ડસ્ટ્રીમાં સર્વાઇવ કરી રહ્યો છે અને તેણે ઘણી ફ્લોપ્સ પછી પણ લોકોના દિલમાં સ્થાન બનાવ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Kunal Kemmu (@khemster2) on

કુણાલે વર્ષ 2015માં પટૌડી ખાનદાનની સોહા અલી ખાન સાથે લગ્ન કર્યા હતા. કુણાલ અને સોહાની પહેલી મુલાકાત ફિલ્મ ‘ઢૂંઢતે રહે જાયેગે’ ના સેટ પર થઈ હતી. તેની શરૂઆત મિત્રતાથી થઈ જે ધીરે ધીરે પ્રેમમાં ફેરવાઈ હતી. એકબીજાને વધુ નજીકથી જાણવા માટે બંનેએ લીવ ઇન રિલેશનશિપમાં રહેવાનું નક્કી કર્યું. આ વાતનો ખુલાસો ખુદ કૃણાલે એક ઇન્ટરવ્યૂમાં કર્યો હતો. તેણે કહ્યું, ‘અમે દુનિયા માટે લિવ ઇન રિલેશનશિપમાં નથી રહ્યા. જેનાથી એકબીજાને વધુ સારી રીતે સમજી શકીએ. ‘ હવે બંનેની એક પુત્રી ઇનાયા છે. જેની તસવીરો સોશિયલ મીડિયા પર અવારનવાર શેર કરવામાં આવે છે.