ફિલ્મી દુનિયા

આ અભિનેતાએ કર્યો ધડાકો: આ 6 કંપનીઓ બૉલીવુડ પર રાજ કરે છે ફેબ્રુઆરીમાં સુશાંત સિંહને કરી દીધો હતો બેન

સુશાંત સિંહ રાજપૂતએ આત્મહત્યા કરી હતી. સુશાંતસિંહની આત્મહત્યાએ બધાને હેરાન કરી દીધા છે. તેના નિધન બાદ બોલીવુડમાં પણ દુઃખ છવાઈ ગયું છે. એક દિવસ પહેલા કંગનાએ એક વીડિયોમાં ઈન્ડસ્ટ્રી પર ભત્રીજાવાદનો આરોપ લગાવતા કહ્યું હતું કે ‘અહીંથી બહારથી આવતા લોકોને કામ કરતા અટકાવવામાં આવે છે. તેની ફિલ્મો કાપી છે. એવોર્ડ્સ તેમની ઇચ્છા પર પણ આપવામાં આવે છે. આ સાથે વિવેક ઓબેરોય અને સૈફ અલી ખાને પણ બોલિવૂડના ડબલ વલણ ઉપર સવાલ ઉઠાવ્યા છે. તે જ સમયે આ બધા પછી કમલ આર ખાન એટલે કે કેઆરકે બોલીવુડ પર નિશાન સાધ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by KAMAL KHAN (@thekamalkhan) on

કેઆરકે પોતાની હાજરજવાબી અંદાજના કારણે જાણીતો છે. તેને ટ્વીટ કરીને જણાવ્યુ કે છ કંપનીઓ બૉલીવુડને કન્ટ્રૉલ કરે છે, અને તે કોઇની પણ કેરિયર તબાહ કરી શકે છે.

કેઆરકેએ આની આગળ છ કંપનીઓના નામ લખ્યા- ધર્મા (કરણ જોહર), યશરાજ ફિલ્મ (આદિત્ય ચોપડા), ટી-સીરિઝ (ભૂષણ), બાલાજી (એકતા કપૂર), નાડિયદવાલા (સાજિદ) અને સલમાન ખાન ફિલ્મ્સ… કેઆરકેએ આ કંપનીઓ પર લોકોની કેરિયર ખતમ કરવાનો આરોપ લગાવ્યો છે. સાથે સુશાંત સિંહ રાજપૂત માટે પણ આ લોકોને જવાબદાર ગણાવ્યા છે.

કેઆરકે આ વર્ષે ફેબ્રુઆરીમાં ટ્વીટ કરીને ખુલાસો કર્યો હતો કે કેટલાય લોકોએ સુશાંત સિંહ રાજપૂત પર બેન લગાવી દીધો હતો.

કેઆરકે 27 ફેબ્રુઆરી 2020એ ટ્વીટરના મારફતે જણાવ્યુ હતુ કે ધર્મા, સાજિદ નાડિયદવાલા, યશરાજ ફિલ્મ્સ, ટી-સીરીઝ, સલમાન ખાન, દિનેશ વિજાન, બાલીજીએ સુશાંત સિંહ રાજપૂતને બેન કરી દીધો છે. હવે તે માત્ર વેબ સીરિઝ કે ટીવી સીરિયલમાં જ કામ કરી શકશે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.