સુશાંતની ખાસ ફ્રેન્ડે શેર કરી બોલ્ડ અને ગોર્જિયસ તસવીરો, તો બિગ બી થી ન રહેવાયું, જુઓ શું કરી બેઠા

Oops..!!! આ હોટ તસ્વીર જોઈને અમિતાભથી ન રહેવાયું અને…

બોલિવુડ અભિનેત્રી ક્રિતી સેનને થોડા સમયમાં જ બોલિવુડમાં નામ કમાવી લીધુ છે. ક્રિતીએ ફિલ્મ “હીરોપંતિ”થી બોલિવુડમાં ડેબ્યુ કર્યુ હતુ. તે બાદ તો તેની પાસે ફિલ્મોની લાઇન લાગી ગઇ હતી. તેણે તેના ફિલ્મી કરિયરમાં ઘણી ફિલ્મોમાં કામ કર્યુ છે. (Image Credit/Instagram-kritisanon)

ક્રિતી સેનન એ અભિનેત્રીઓમાંની એક છે, જેનો ચહેરો ક્યુટ છે પરંતુ તે અદાકારા તેના ડ્રેસઅપના અંદાજથી પૂરા લુકને ઇચ્છા અનુસાર પળભરમાં જ બદલી દે છે. કયારેક તે બિંદાસ લાગે છે તો કયારેક તે એકદમ સ્વીટ અને સિંપલ લુકમાં તો કયારેક તે તેના લુકમાં હોટનેસનો એલિમેંટ એડ કરી દેે છે.

ક્રિતી સેનન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તે અવાર નવાર તેની ઘણી તસવીરો સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે. હાલમાં જ તેણે ઇન્સ્ટાગ્રામ પર હોટ અને બોલ્ડ તસવીરો શેર કરી ઇન્ટરનેટનું તાપમાન વધારી દીધુ છે.

ક્રિતીએ જે તસવીરો શેર કરી છે જેમાં તે સુપર હોટ અને અંદાજમાં જોવા મળી રહી છે. તે આ તસવીરોમાં મલ્ટીકલર મેક્સી ડ્રેસમાં જોવા મળી રહી છે. આ ડ્રેસની એટ્રેક્ટિવ ડ્રેપ ડિઝાઇન, પ્લંજિંગ નેકલાઇન અને સ્પગેટી સ્લીવ્સ તેના આ લુકને સુપર હોટ બનાવી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Kriti (@kritisanon)

ક્રિતી આ તસવીરોમાં કોઇ હસીનાથી કમ નથી લાગી રહી. આ સાથે તેણે જે પોઝ આપ્યા છે તેમાં તો તેનો કાતિલાના લુક જોવા મળી રહ્યો છે. કૃતિના આ આઉટફિટની કિંમત 12,800 રૂપિયા છે.

બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ઘણા એક્ટિવ રહે છે, પરંતુ તે કોઇની પણ તસવીરો પર રિએક્ટ કરે આવું ભાગ્યે જ જોવા મળે છે. પરંતુ આ વખતે કૃતિ સેનનની તસવીરો પર અમિતાભ બચ્ચને પણ કમેન્ટ કરી છે. અમિતાભ બચ્ચને આ લેટેસ્ટ ફોટોશૂટને Wow કહ્યુ છે.

 

View this post on Instagram

 

A post shared by Kriti (@kritisanon)

ક્રિતી સેનનના વર્કફ્રન્ટની વાત કરીએ તો, તેની પાસે ઘણી શાનદાર ફિલ્મો છે. હાલમાં જ તેણે અક્ષય કુમાર સ્ટારર ફિલ્મ “બચ્ચન પાંડે”ની ફિલ્મનું શુટિંગ ખત્મ કર્યુ છે. આ સાથે જ તે ફિલ્મ “ભેડિયા”નું શુટિંગ કરી રહી છે. આ ફિલ્મમાં તેની સાથે વરુણ ધવન લીડ રોલમાં છે.

Shah Jina