ફિલ્મી દુનિયા

સુશાંતના નજીકની મિત્રનો સૌથી મોટી ખુલાસો કહ્યું: “રિયાના આવવાથી મિત્રોના સંપર્કમાં પણ રહેવાની આઝાદી નહોતી અને”

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા બાદ રોજ એક નવું રહસ્ય સામે આવી રહ્યું છે. સુશાંતના પિતાની રિયા ચક્રવર્તી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવ્યા બાદ બીજા પણ ઘણા લોકો રિયાની સામે આવ્યા છે. હાલમાં જ સુશાંતની એક નજીકની મિત્ર ટીવી અભિનેત્રી ક્રિસ્સન બરેટ્ટોએ રિયા ચક્રવર્તીના વિડીયો ઉપર કોમેન્ટ કરીને સોશિયલ મીડિયામાં સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી ઉપર નિશાન સાધ્યું છ અને સાથે જ ઘણી વાતો પણ શેર કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani) on

ક્રિસ્સને આ કોમેન્ટની અંદર લખ્યું છે કે: “જ્યારથી સુશાંતે આ મહિલા સાથે ડેટ કરવાનું શરૂ કર્યું છે ત્યારથી તેમને અમારા મિત્રોમાંથી કોઈની સાથે ટચમાં રહેવાની આઝાદી નહોતી. તેમના ફોન નંબર બદલાઈ ગયા હતા. અમે તેમનો સંપર્ક કરવાનો ખુબ પ્રયાસ કર્યો, પરંતુ ના થઇ શક્યો. સુશાંત સાથે અમારી છેલ્લી મુલાકાત 5 એપ્રિલ, 2019ના રોજ થઇ હતી.

 

View this post on Instagram

 

A post shared by (@krissannb) on

તેને આગળ જણાવતા કહ્યું કે “સુશાંત અને તેની બહેન (પ્રિયંકા સિંહ), તેમના જીજાજી અને મેં, અમે બધાએ તેમના પાલી હિલ સ્થિત ઘરની અંદર બહુ જ સારો સમય વિતાવ્યો હતો. અમે કામ અને જીવન વિશે વાત કરી હતી.”

 

View this post on Instagram

 

A post shared by (@krissannb) on

એટલું જ નહિ ક્રિસ્સને એક બીજી કોમેન્ટની અંદર પોતાના જીવને પણ ખતરો હોવાની વાત જણાવી હતી. ક્રિસ્સને લખ્યું હતું કે: ” હું અહીંયા આ જણાવી રહી છું કે બની શકે છે કે આ લોકો મારી સાથે પણ કંઈક કરવાનો પ્રયત્ન કરે. સાંભળ્યું છે કે આ કાલા જાદુ વગેરે પણ કરે છે. હું પોતાને ક્યારેય નહિ મારું. આ મારુ ઓફિશિયલ સ્ટેટમેન્ટ છે. બની શકે છે જેમ આ લોકોએ સુશાંતને માર્યો એમ મને પણ મારી નાખે..!!”

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.