અથાણાં બનાવવાના કામથી ઉભો કરી દીધો કરોડોનો કારભાર, જાણો કૃષ્ણા યાદવની કહાની

0

કહેવામાં આવે છે સુધી હાર નથી માનતો જ્યાં સુધી તે ખુદથી હારી નથી જતો. આ વાત ‘શ્રી કૃષ્ણા પિકલ્સ’ની સંસ્થાપક કૃષ્ણા યાદવ પર બરાબર બેસે છે. કૃષ્ણાએ તેની જિંદગીમાં બહુ જ ખરાબ સમય જોયો છે પરંતુ ક્યારે પણ હાર નથી માની.

Image source

કૃષ્ણા યાદવ કયારેઓન પણ સ્કૂલ નથી ગઈ આજે દિલ્લીની સ્કૂલોમાં બાળકોને લેક્ચર આપવા માટે બોલાવવામાં આવે છે. કૃષ્ણાને ભલે તેનું નામ લખતા તેના બાળકોએ શીખવાડ્યું હોય પરંતુ આજે તેનું નામ રાષ્ટ્રપતિ ભવન સુધી પહોંચી ગયું છે.

Image source

દિલ્હીના નજફગઢમાં રહેતી કૃષ્ણ યાદવ, જેમના અથાણાં, કેન્ડી, જામ, જ્યુસ વગેરેની માંગ આજે દિલ્હીની આજુબાજુના બધા રાજ્યોમાં છે. કેટલીકવાર રસ્તાની બાજુમાં ટેબલ મૂકીને તેના પર થોડા ડબ્બા સજાવટ કરીને તે તેના અથાણાંનો સ્વાદ ચખાડતી તી હતી. જો કોઈને અથાણું પસંદ આવે તો તો તે લઈ જતા હતો તો ક્યારેક અડધો દિવસ કંઈ પણ વેચાણ નહોતું થતું. પરંતુ કૃષ્ણા હાર માની ન માની કારણકે તેણે વધારે ખરાબ દિવસો જોયા હતા.

Image source

કૃષ્ણાએ જણાવ્યું હતું કે, તેના પતિ ગાડી લે વેચનો ધંધો હતો પરંતુ તેમાં એટલું નુકશાન થયું કે, માથા પર છત પણ ના રહી ઉપરથી લેણિયાત લોકો અને ત્રણ બાળકોનું પેટ ભરવું. તે સમયે તેના બાળકો પણ ના હોય અને આ બધું જોઈને તેના પતિની માનસિક હાલત પણ ઠીક રહી ના હતી આ બાદ નક્કી કરી લીધું હતું કે, તે કંઈ પણ થશે હાર નહીં માને. હવે ઘરે થી બાહર નીકળીને કંઈક કરવું પડશે.

Image source

બાદમાં કૃષ્ણા તેના પરિવાર સાથે દિલ્લી આવી ગઈ હતી. એક જાણિતા પાસેથી 500 રૂપિયા ઉછીના લઈનેને દિલ્લી આવીને કામ શરૂ કરી દીધું હતું. કોઈ જ કામ ના મળતા કૃષ્ણાએ ખેતીનું કામ ચાલુ કર્યું હતું. ધીરે-ધીરે તે ટીવી પર ‘કૃષિદર્શન’ પોગ્રામ જોતી હતી. આ પ્રોગ્રામમાં તેને અથાણાં બનાવવાની ટ્રેનિંગને લઈને ખબર પડી તેને નક્કી કરી લીધું કે, તે ટ્રેનિંગ કરીને ખેતીની સાથે-સાથે શાકભાજી ઉગાડીને અથાણાં બનાવી અને વેચશે.

Image source

તતેને એક જાણકારની મદદથી રાષ્ટ્રીય કૃષિ સંસ્થાન, ઉજવામાંથી ત્રણ મહિના સુધી તાલીમ લીધી. આ સમય દરમિયાન તેણે થોડું વાંચવું અને લખવાનું પણ શીખ્યા. તેની તાલીમ લીધા પછી તેણે 3,000 રૂપિયાના ખર્ચે ગૂસબેરી અને મરચાનું અથાણું બનાવ્યું.

Image source

હવે અથાણું તો બની ગયું પરંતુ પણ તેને કેવી રીતે વેચવું? જ્યારે તેને બજારમાં આવેલા દુકાનદારોનો સારો પ્રતિસાદ ન મળ્યો ત્યારે તેણે જાતે જ તેના અથાણુંનું માર્કેટિંગ કરવા લાગી હતી. બાદમાં નજફગઢ પાસે એક સ્ટોલ લગાવીને અથાણાં વેચવાનું શરૂ કર્યું હતું. દિવસે-દિવસે આ ધંધો વધી ગયો.

Image source

આજે કૃષ્ણાની 5 ફેક્ટરી છે, અને લગભગ તે 152 જાતના ઉત્પાદન બનાવે છે. જેમાં ફળ અને શાકભાજીના અથાણાં, મુરબ્બો, કેન્ડી અલગ-અલગ જ્યુસ શામેલ છે.

Image source

કૃષ્ણાએ જણાવ્યું હતું કે, આજે પણ તેના જુના ગ્રાહકો તેની પાસે થી જ અથાણા લે છે કૃષ્ણા તેને તેની મોટી સફળતા મને છે. કૃષ્ણ કહે છે કે જ્યારે લોકો તેનું અથાણું ખાય છે અને કહે છે કે આ અથાણુંનો સ્વાદ તેની દાદીની દાદીએ બનાવેલા અથાણાના સ્વાદ જેવો છે.

Image source

કૃષ્ણાએ જણાવ્યું હતું કે, “પહેલા હું એકલી જ જ કામ કરતી હતી અને હવે 70 થી વધુ મહિલાઓ મારી સાથે અથાણાં બનાવે છે. આ સાથે જ કંપનીના વિવિધ કામોને કારણે ઘણા લોકોને રોજગાર મળ્યો છે. 5 કરોડ રૂપિયાનું ટર્ન ઓવર વર્ષમાં થઈ છે. કૃષ્ણાને ઘણા એવોર્ડ પણ મળ્યા છે. વર્ષ 2015માં તેને નારીશક્તિ પુરસ્કારથી પણ નવાજવામાં આવી હતી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.