અજબગજબ ખબર દિલધડક સ્ટોરી નારી વિશે પ્રેરણાત્મક

ઉછીના 500 રૂપિયા લઈને પહોંચી હતી આ મહિલા દિલ્હી, એક નાના આઈડિયાએ બનાવી દીધી કરોડપતિ

એક લાચાર મહિલાથી સફળ ઉદ્યોગપતિ બનાવની આ વાર્તા પ્રેરણા ભરેલી છે

આજે લોકો ગામડું છોડીને શહેરમાં કમાવવા માટે જાય છે, ગામડેથી જયારે તે શહેરમાં જાય છે ત્યારે આધુનિક અને એક શાહી જીવન જીવવાના સપનાઓ સાથે જતા હોય છે, પરંતુ શહેરમાં જઈને માત્ર તે ઘરે ચલાવી શકે એટલું જ કમાઈ શકે છે, ધીમે ધીમે થોડી મૂડી ભેગી કરી એક ઘર ખરીદે છે, બાળકોને સારું ભણાવે છે, પણ પોતાના સપના અને સારું જીવન મેળવવાની ઈચ્છાઓ બાકી જ રહી જાય છે.

Image Source

પરંતુ ઘણા લોકો એવા પણ હોય છે જે ખાલી હાથે કે માત્ર ખર્ચ જેટલા જ પૈસા લઇ અને શહેર આવે છે, અને તેમના એક સામાન્ય એવા વિચાર અને સખત મહેનતના કારણે એ મુકામ ઉપર પહોંચી જાય છે, જેની ખુદ તેમને પણ કલ્પના નથી કરી હોતી, એવી જ એક મહિલા જે દિલ્હી જેવા મોટા શહેરની અંદર ઉછીના 500 રૂપિયા લઈને પહોંચી હતી અને પોતાના એક નાના આઇડિયાના કારણે તે કરોડપતિ બની ગઈ છે.

Image Source

આ મહિલા છે ઉત્તર પ્રદેશના બુલંદ શહેરની કૃષ્ણા યાદવ. તેનો પરિવાર ખરાબ આર્થિક પરિસ્થિતનો સામનો કરી રહ્યો હતો. તેનો પતિ પણ માનસિક રૂપે ઘણો જ હેરાન થઇ રહ્યો હતો, એ સમય દરમિયાન બધી જ જવાબદારી કૃષ્ણાના માથે આવી ગઈ. આ સમયે પરિસ્થિતિને પહોંચીવળવા માટે કૃષ્ણાએ દિલ્હી જવાનો નિર્ણય કર્યો, અને એક મિત્ર પાસેથી ઉછીના 500 રૂપિયા લઈને પોતાના પરિવાર સાથે દિલ્હી આવી ગઈ, એક નવા સપના, નવી આશા અને નવા વિશ્વાસ સાથે.

Image Source

પરંતુ દિલ્હી જેવા આજાણ્યા શહેરમાં નોકરી મેળવી ખુબ જ મુશ્કેલી ભર્યું હતું, ઘણી મહેનત કરવા છતાં તેને કોઈ કામ માલયટૂ નહિ અને તે મજબુર થઈને કમાન્ડેટ બીએસ ત્યાગીના ખાનપુર પાસે આવેલા રેવલાલા ગામના ફાર્મ હાઉસમાં દેખરેખ રાખવાની નોકરી શરૂ કરી, આ ફાર્મ હાઉસની અંદર વિવિધ પ્રકારની ખેતી કરવામાં આવતી હતી, વૈજ્ઞાનિકો પણ આ ફાર્મમાં સંશોધન કરતા હતા જેના કારણે કૃષ્ણાને પણ ખેતીમાં રસ જન્મવા લાગ્યો અને તેને વર્ષ 2001માં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ઉજવામાં ખડીઃ પ્રસંસ્કરણ ટેક્નિકનો ચાર મહિનાનું પ્રશિક્ષણ લેવાનો નિર્ણય કર્યો.

Image Source

આ પ્રશિક્ષણ મેળવ્યા બાદ કૃષ્ણાએ કેટલાક પ્રયોગો કરવાંની હિંમત કરી અને ત્રણ હજાર રૂપિયા લગાવીને 100 કિલો ગુસબેરીનબુ અથાણું અને પાંચ કિલો માર્ચનું અથાણું તૈયાર કર્યું અને તેને વેચીને તેને 5250 રૂપિયાનો નફો મેળવ્યો, જો કે નફાની રકમ એટલી મોટી નહોતી પરંતુ પહેલી સફળતાએ તેની હિંમતમાં મોટો વધારો કરી દીધો.

Image Source

આ દરમિયાન કૃષ્ણાને ખુબ જ મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડ્યો, પરંતુ તેને ક્યારેય હાર ના માની તેના પતિએ પણ તેના આ કામમાં ભરપૂર સાથે આપ્યો, તે અઠ્ઠાણું તૈયાર કરતી અને તેનો પતિ નફજગઢના રસ્તાઓ ઉપર જઈને વેચતો હતો. એ સમયે ગુસબેરીના અથાણાંનો કોનસીપટ એકદમ નવો હતો, પરંતુ લોકોનો પ્રતિસાદ મળતો ગયો અને તેમને આ પ્રોડક્ટ બનાવવા માટે પ્રેરણા પણ મળી.

Image Source

આજે શ્રીમતી કૃષ્ણા યાદવ “શ્રી કૃષ્ણા પિકલ” બ્રાન્ડના બૅટર હેઠળ ઘણા પ્રકારની ચટણી, અથાણાં, મુરબ્બા સમેત 87 પ્રકારના ઉત્પાદન તૈયાર કરે છે. તમને જાણીએ નવાઈ લાગશે પરંતુ આજે તેમના વ્યાપારમાં લગભગ 500 કવીન્ટલ ફળો અને શાકભાજીનો પ્રયોગ થાય છે. જેની કિંમત કરોડોમાં છે. હાલમાં જ તેને પોતાના વ્યવસાયનો વિસ્તાર પીણાંના ઉત્પાદકોમાં પણ કર્યો છે.

Image Source

એક સમયે રોડ ઉપર રેંકડીના રૂપમાં શરૂ કરેલો આ વ્યવસાય આજે કંપની એક બહુમાળી ઇમારત સુધી પહોંચી ગઈ છે. અને આ કામનો બધો જ શ્રેય કૃષ્ણા યાદવને જાય છે. 8 માર્ચ 2016ના રોજ ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય તરફથી કૃષ્ણાને નારી શક્તિ સન્માન માટે પણ પસંદ કરવામાં આવી હતા. કૃષ્ણા આજે લાખો કરોડો મહિલાઓ માટે આદર્શ છે.