લગ્ન બાદ પતિ સાથે હનીમુન પર ગયેલી અભિનેત્રીએ બોલ્ડ વીડિયો આખા ગામને દેખાડ્યો, શું ટનાટન ફિગર છે વાહ…

ટીવી અભિનેત્રી કૃષ્ણા મુખર્જી આ દિવસોમાં હનીમૂન માણી રહી છે. તાજેતરમાં જ અભિનેત્રીએ ચિરાગ બાટલીવાલા સાથે લગ્ન કર્યા હતા અને હવે તે લગ્ન બાદ પતિ સાથે ફ્રાન્સમાં હનીમુન એન્જોય કરી રહી છે. ‘નાગિન’ અને ‘યે હૈ મોહબ્બતેં’ જેવા ટીવી શોમાં કામ કરી ચૂકેલી અભિનેત્રી કૃષ્ણા મુખર્જી આ દિવસોમાં પતિ ચિરાગ બાટલીવાલા સાથે સેશેલ્સમાં હનીમૂન માણી રહી છે.

અભિનેત્રી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને લગભગ દરરોજ પોતાની તસવીરો અને વીડિયો પોસ્ટ કરતી રહે છે. અભિનેત્રી તેના પતિ સાથેના રોમેન્ટિક ફોટા શેર કરીને તેની હનીમૂન ટ્રીપની ઝલક પણ ચાહકોને બતાવી રહી છે. આ દરમિયાન અભિનેત્રીએ તેના ઈન્સ્ટાગ્રામ પર પતિ સાથેનો એક વીડિયો શેર કર્યો છે.

વીડિયોમાં કૃષ્ણા તેના પતિ સાથે પાણીમાં મસ્તી ભરેલો ડાન્સ કરતી જોવા મળી રહી છે. અભિનેત્રી તેના પતિ ચિરાગ સાથે બ્લેક બિકીમાં પાણીમાં ડાન્સ કરતા કરતા ખૂબ એન્જોય કરી રહી છે. બીજી તરફ, ચિરાગ તેની પત્નીને જોઈને ડાન્સ સ્ટેપ ફોલો કરી રહ્યો છે. આ વીડિયો જોઈને ફેન્સ કહી રહ્યા છે કે બંને એક સાથે કેટલા ક્યૂટ લાગી રહ્યા છે.

જોકે, ઘણા લોકો અભિનેત્રીના બોલ્ડ લુકને કારણે તેને ટ્રોલ પણ કરી રહ્યા છે. ચિરાગ અને કૃષ્ણા તેમના હનીમૂન મનાવવા માટે ફ્રાન્સના Praslin ગયા છે. આ વીડિયો ત્યાંના નેશનલ પાર્કનો છે, જ્યાં બંને ડાન્સ કરતા પાણીમાં એન્જોય કરતા જોવા મળે છે. કૃષ્ણાએ અત્યાર સુધી હનીમૂનની ઘણી તસવીરો ઇન્સ્ટા પોસ્ટ અને સ્ટોરીમાં શેર કરી છે.

અભિનેત્રી ક્યારેક મેગી ખાતી તો ક્યારેક બટેટા પુરી ખાતા જોવા મળી રહી છે. અભિનેત્રીએ ઇન્સ્ટા સ્ટોરીમાં હનીમૂનની ઘણી ઝલક બતાવી છે. તેણે એક વીડિયો શેર કર્યો હતો જેમાં તે મોંઘી મેગી ખાતી જોવી મળી હતી અને તેનો પતિ પાછળથી તેની મજાક ઉડાવતો જોવા મળી રહ્યો છે.

વીડિયોમાં તે 1800ની મેગી ખાય છે એમ કહેતા સાંભળવા મળે છે. કૃષ્ણાની દરેક તસવીરો અને વીડિયોમાં તેના હાથમાં ચૂડો જોવા મળી રહ્યો છે. જણાવી દઇએ કે, હાલમાં જ કેટલાક દિવસ પહેલા અભિનેત્રીએ તેના લોન્ગ ટાઇમ બોયફ્રેન્ડ અને મંગેતર ચિરાગ બાટલીવાલા સાથે બંગાળી રીત-રિવાજથી લગ્ન કર્યા હતા.

ગોવામાં કપલના ડેસ્ટિનેશન વેડિંગમાં ઘણા ટીવી સ્ટાર્સે ધૂમ મચાવી હતી. અભિનેત્રીના પતિની વાત કરીએ તો, ચિરાગ એક નેવી ઓફિસર છે જેની સાથે અભિનેત્રીએ લગભગ એકાદ વર્ષના ડેટિંગ બાદ લગ્ન કર્યા છે.

Shah Jina