કોરોના વાયરસના કારણે દેશભરમાં લોકડાઉન છે અને આ દરમિયાન બોલીવુડમાંથી ઘણી જ દુઃખદ ઘટનાઓ બની રહી છે, બોલીવુડના માથે જાણે દુઃખનો પહાડ તૂટી પડ્યો હોય તેમ લાગે છે, બોલીવુડમાંથી ખબર આવી છે કે કાસ્ટિંગ ડાયરેક્ટર કૃષ કપૂરનું મુંબઈમાં માત્ર 28 વર્ષની વયે જ નિધન થયું છે.

પરિવાર દ્વારા જણાવા મળ્યું છે કે તેમનું નિધન બ્રેન હેમરેજના કારણે થયું છે. એવી ખબર પણ આવી હતી કે કૃષનું નિધન રોડ અકસ્માતમાં થયું છે પરંતુ તેના મામા સુનિલ ભલ્લાએ આ ખબરોનું ખંડન કરતા કહ્યું છે કૃષ કપૂર તેના ઘરે જ બેભાન થઇ ગયો હતો અને બ્રેન હેમરેજના કારણે તેનું મૃત્યુ થયું છે.

સુનિલ ભલ્લાના જણાવ્યા અનુસાર કૃષનું મૃત્યુ 31 મેના રોજ થયું હતું, તેની કોઈ મેડિકલ હિસ્ટ્રી નહોતી, તે એકદમ સ્વસ્થ હતો, 31 મેના રોજ તે અચાનક બેભાન થઇ ગયો અને તેના શરીરમાંથી લોહી નીકળવા લાગ્યું હતું.

કૃષ મહેશભટ્ટની ફિલ્મ જલેબી, કૃતિ ખરબંદા સ્ટારર અને ફિલ્મ વીરે દી વેડિંગ સાથે જોડાયેલો હતો.
પ્રભુ તેમના આત્માને શાંતિ આપે એજ પ્રાર્થના ! ૐ શાંતિ !
Author: GujjuRocks Team