સૈફ અલી ખાનની પત્ની કરીના કપૂર હાલ પ્રેગનેન્ટ છે. આ વાત બધા લોકો જાણે છે. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે, પ્રેગ્નેન્સી દરમિયાન આખરે કરીના કપૂરને શું કરવાનું મન થઇ રહ્યું છે.
View this post on Instagram
જણાવી દઈએ કે, કરીનાને આજકાલ ક્રેવિંગ (કંઈક ખાવાની ઈચ્છા)ને મજા લઈ રહી છે. કરીના બીજી વાર માતા બનવા જઈ રહી છે.કરીનાએ ક્રેવિંગની વાત એક પોસ્ટ દ્વારા જણાવી હતી. કરીનાએ હાલમાં જ એક પોસ્ટ શેર કરી હતી. જેમાં તે ઘર પર ડીપ ડીશ પીઝા બેક કરી રહી છે. આ પોસ્ટના થોડા દિવસ બાદ કરીનાએ હેલ્થી ખીચડીની પોસ્ટ કરી હતી. આ ખીચડી કરીનાએ તેના મિત્રો માટે બનાવી હતી.
View this post on Instagram
તાજેતરના ઇન્ટરવ્યૂમાં કરીનાએ તેની પ્રથમ પ્રેગનેન્સીને લઈને વાત કરી હતી. તેણે કહ્યું હતું- તૈમૂરના સમયે જ્યારે હું ગર્ભવતી હતી ત્યારે દરેક મને ઘણું ખાવાનું કહેતા હતા અને તેથી જ મારું વજન 25 કિલો વધ્યું છે. મારે ફરીથી એવું કામ નથી કરવું. મારે હાલ હેલ્ધી ખાવાનું છે અને ફિટ રહેવું છે.
વધુમાં કરીનાએ કહ્યું હતું- મને લાગે છે કે પ્રથમ પ્રેગનેન્સી દરમિયાન બધા કહેતા હતા કે, પરાઠા ખા, ઘી ખા, દૂધ પી. પરંતુ હવે હું કહું છું કે મેં આ પહેલાં પણ આ બધું કર્યું છે. હું જાણું છું કે મારા શરીરને શેની જરૂર છે. કરીનાએ આગળ કહ્યું- મારા ડોકટરએ કહ્યું છે કે તમે બે લોકોનું ખાવાનું ના ખાવ ફક્ત સારું ખાવ અને તમારી સંભાળ રાખો.
View this post on Instagram
જણાવી દઈએ કે કરીના નવા વર્ષમાં ફેબ્રુઆરી-માર્ચમાં તેના બાળકને જન્મ આપશે. કરીના-સૈફ પુત્ર કે પુત્રીના માતાપિતા બનશે તે સમય આવશે ત્યારે જ ખબર પડશે. પરંતુ, બેંગલોરના જ્યોતિષવિદ પંડિત જગન્નાથ ગુરુજીએ કરીના-સૈફના ઘરે આવનારા મહેમાનનો ખુલાસો કર્યો છે.
View this post on Instagram
પંડિતજીએ જણાવ્યું હતું કે, જ્યોતિષશાસ્ત્ર અનુસાર અને તેનો ચહેરો વાંચ્યા પછી હું અનુમાન કરું છું કે આ કપલ દીકરીનું સ્વાગત કરશે. પંડિતજીના મતે સૈફ-કરીનાને મમ્મી-પાપા બોલનારી દીકરી હશે.
જણાવી દઈએ કે, કરીના આ મહિનાના અંતમાં આમિર ખાનની ફિલ્મ લાલસિંહ ચડ્ડાનું શૂટિંગ દિલ્હીમાં શરૂ થશે. આ ફિલ્મમાં કરીના કપૂર મુખ્ય ભૂમિકા નિભાવી રહી છે. આ શૂટિંગ કેટલાક અઠવાડિયા સુધી ચાલે તેવી સંભાવના છે.
View this post on Instagram
સૈફ અને કરીનાએ આ દરમિયાન પટૌડી પેલેસમાં રોકાવાનું નક્કી કર્યું છે. કરીના શૂટિંગ માટે પોતાની કારમાં પટૌડી પેલેસથી દિલ્હી જશે.
View this post on Instagram
પટૌડી પેલેસમાં સૈફ, કરીના સાથે તેનો પુત્ર તૈમુર, તૈમૂરની નૈની, સૈફનો અંગત મદદનીશ, જિમ ટ્રેનર રહેશે. સૈફની માતા શર્મિલા ટાગોર પણ પુત્રવધૂ, પુત્ર અને પૌત્ર સાથે થોડા દિવસો વિતાવશે. જણાવી દઈએ કે હાલમાં કરીના મુંબઈમાં પોતાનું કામ શક્ય તેટલું ઝડપથી પતાવવાની કોશિશ કરી રહી છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.