વર્ષ 2020 ફિલ્મી ખરાબ સપના જેવું સાબિત થઇ રહ્યું છે. એક બાદ એક મહાન સિતારાઓ આ દુનિયાને અલવિદા કહી ચુક્યા છે. હવે સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝથી ખરાબ સમાચાર આવ્યા છે.
View this post on Instagram
સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ પ્રખ્યાત ડાયરેક્ટર કેઆર સચિદાનંદન ઉર્ફે સૈચીનું ગુરુવારે અવસાન થયું. તે 48 વર્ષીય સૈચીનું નિધન કાર્ડિયાક એરેસ્ટને કારણે થયું છે. સૈચી છેલ્લા ઘણા સમયથી બીમારી સામે ઝઝૂમી રહ્યા હતા.
You ll be terribly missed Sachietta!!😞 pic.twitter.com/FY0722hz28
— Tovino Thomas (@ttovino) June 18, 2020
સૈચીના મોત પર સાઉથના સ્ટાર્સ શોક વ્યક્ત કરી રહ્યા છે. અભિનેતા દુલકર સલમાને તેના વિશે એક પોસ્ટ શેર કરી છે. આમાં તેણે સૈચિ સાથેની તેની મુલાકાત વિશે જણાવ્યું અને તેમના કામની પ્રશંસા પણ કરી. આ સાથે જ તેમણે સૈચીના નિધનથી સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝને એક મોટું નુકસાન પણ ગણાવ્યું છે.
સોચીએ સાઉથ ઇન્ડસ્ટ્રીઝમાં લાંબી ઇનિંગ્સ રમી છે. ડાયરેક્ટર 13 વર્ષ સુધી મોલીવુડ ઇન્ડસ્ટ્રીઝમાં સક્રિય રીતે કામ કર્યું છે. તેમણે ઘણી ઉત્તમ ફિલ્મો બનાવીને દર્શકોનું દિલ જીત્યું. સૌચી ડાયરેક્શન સહીત લખવામાં પણ નિષ્ણાત હતો. તેમણે ઘણી ફિલ્મોમાં સ્ક્રીપ્ટ રાઇટર તરીકે પણ કામ કર્યું હતું. તેણે 2012માં આવેલી ફિલ્મ રન બેબી રનમાં મુખ્ય સ્ક્રીપ્ટ લેખક તરીકે કામ કર્યું હતું. આ ફિલ્મના પ્રેક્ષકોને પણ તે ખૂબ ગમ્યું.

સૈચિએ વર્ષ 2015માં ડાયરેક્શનમાં ડેબ્યુ કર્યું હતું. તેમણે એક્ટર પૃથ્વીરાજ સુકુમારન સાથે અનારકલી ફિલ્મ બનાવી હતી. તે ફિલ્મને સારો પ્રતિસાદ મળ્યો. બાદમાં સૈચિએ સતત 2 ફિલ્મો આપીને ચર્ચામાં આવ્યા હતા.
પરમ કૃપાળુ પરમાત્મા એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના.ૐ શાંતિ..શાંતિ..શાંતિ..