મનોરંજન

આર્યન ખાન ડ્રગ્સ કેસ : ક્રૂઝ પર રેડ દરમિયાન સમીર વાનખેડે સાથે હાજર હતા આ વ્યક્તિ, તસવીરો થઇ વાયરલ

ક્રૂઝ પર રેડ દરમિયાન સમીર વાનખેડે સાથે પૂરી રીતે એક્ટિવ હતા કિરણ ગોસાવી, તસવીરોએ ખોલી દીધુ રાઝ

બોલિવુડ સ્ટાર શાહરૂખ ખાનનો દીકરો આર્યન ખાન છેલ્લા કેટલાક દિવસથી ડગ કેસમાં જેલમાં છે. આર્યન ખાન આ સમયે ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે. આ બધા વચ્ચે હાલમાં જ ખબર આવી હતી કે SRKના દીકરા આર્યન ખાનને છોડવા માટે 25 કરોડની ડીલ કરવામાં આવી છે.  આર્યન ખાન કેસ સંબંધિત ડગ કેસની તપાસ કરી રહેલા તપાસ અધિકારી સમીર વાનખેડેને રિકવરી અંગેના ગંભીર આરોપોનો સામનો કરવો પડ્યો છે. આ કેસમાં સાક્ષી ફરી જતાં સમીર વાનખેડે સવાલોમાં ઘેરાઇ ગયા છે.

સાક્ષીએ સોગંદનામામાં આ કેસમાં કરોડોની લેવડદેવડનો આરોપ લગાવ્યો છે. તેણે એવો પણ દાવો કર્યો છે કે આ ડીલનો એક ભાગ NCBના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેને આપવાનો હતો. જણાવી દઈએ કે એનસીબીના ફરાર પંચ કિરણ ગોસાવીએ કહ્યું કે મુંબઈમાં ભયનો માહોલ છે. યુપીમાં આત્મસમર્પણ કરશે. મીડિયા રીપોર્ટ્સ અનુસાર તે મહારાષ્ટ્રની સીમામાં દાખલ થઇ ગયો છે. મંડિયાવાં પોલીસ સ્ટેશનમાં મોટી સંખ્યામાં પોલીસ દળો હાજર છે, પરંતુ તેઓએ હજુ સુધી આત્મસમર્પણ કર્યું નથી.

NCBના ફરાર પંચ કિરણ ગોસાવી અને સમીર વાનખેડેની કેટલીક તસવીરો સામે આવી છે. ફોટામાં સમીર વાનખેડે કેટલાક લોકોથી ઘેરાયેલા છે. તે ખુરશી પર બેઠા છે. દરેક ફોટામાં કિરણ ગોસાવી અને મનીષ જોવા મળી રહ્યા છે. આ તસવીરો બંદરની છે. એટલે કે, કિરણ અને મનીષ ક્રૂઝ ડગ રેડમાં હાજર હતા. તસવીરો NCB ઓફિસની છે. કિરણ ગોસાવી અને પ્રભાકર સૈલ વચ્ચેની એક વોટ્સએપ ચેટ પણ સામે આવી છે, જે 3 ઓક્ટોબરની છે, જેમાં કિરણ ગોસાવી સૈલને ક્યાં જવું છે, શું કરવું છે તેવો ઓર્ડર આપી રહ્યો છે. આટલું જ નહીં, ગોસાવીએ પ્રભાકરને દરવાજો બંધ કરી ચાવી બારીમાંથી ફેંકી દેવાનું કહ્યું હતું.

કેપી ગોસાવીએ પ્રભાકર સેલ સાથે જે વ્હોટ્સએપ ચેટ કરી હતી, તેમાં કેપી ગોસાવી કહે છે, ‘હાજી અલી જા અને મેં જે કામ આપ્યું છે, તે પૂરું કર. ત્યારબાદ ઘરે જજે. દરવાજો લોક કરી બારીમાંથી ચાવી ફેંકજે.’ આ ચેટ 3 ઓક્ટોબરના રોજની છે. જયારે ક્રૂઝ ડગમાં રેડ બાદ આર્યન ખાનની ધરપકડ કરવામાં આવી હતી.

જણાવી દઈએ કે NCBની કસ્ટડીમાં હાજરી દરમિયાન આર્યન ખાન સાથે ગોસાવીની સેલ્ફી વાયરલ થઇ હતી. આ દરમિયાન ઘણા પ્રશ્નો પણ NCB સામે ઉદ્ભવ્યા હતા. એનસીપીના પ્રવક્તા નવાબ મલિકે સવાલ ઉઠાવ્યો હતો કે જ્યારે આ વ્યક્તિ એનસીબીનો નથી તો અહીં શું કરી રહ્યો છે. આર્યનનો હાથ પકડીને NCB ઓફિસ સુધી લઈ જવાનો અધિકાર તેને કોણે આપ્યો? નવાબ મલિકે જ કહ્યું હતું કે આર્યન સાથે સેલ્ફી લેનાર વ્યક્તિ કિરણ ગોસાવી છે.

NCB ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે અને DDG જ્ઞાનેશ્વર સિંહે દાવો કર્યો હતો કે તેઓ તેમના પંચ સાક્ષી છે. કાયદામાં સ્વતંત્ર સાક્ષીની જોગવાઈ છે. જોકે આર્યન સાથે સેલ્ફી લેવાનો અને તેનો હાથ પકડવાનો અધિકાર કોને અને કેવી રીતે આપવામાં આવ્યો તે પ્રશ્નનો બંનેએ જવાબ આપ્યો ન હતો. હાલ એક વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે જેમાં આર્યન ખાન ફોન પર વાત કરતો જોવા મળી રહ્યો છે. આ વીડિયોમાં જોવા મળી રહ્યુ છે કે, ગોસાવી મોબાઇલ પર આર્યન ખાનને કોઇની સાથે વાત કરાવી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by SRK (@shahrukhkhan_photos)