વાહ કમાએ ફરી જીત્યા લાખો લોકોના દિલ, સ્ટેજ પર એન્ટ્રી લેતા પહેલા કર્યું એવું કામ કે જોઈને લોકો બોલ્યા, “ભણેલા ગણેલામાં પણ આવી અક્કલ નથી હોતી…” જુઓ

દોડતો દોડતો કોઠારીયાનો કમો આવ્યો ડાયરાના સ્ટેજ પર… પણ ચઢતા પહેલા જ કર્યું એવું કામ, કે લોકો પણ કરી રહ્યા છે સલામ… જુઓ વીડિયો

કોઠારીયાનો કમો આજે આખા ગુજરાતમાં એક જાણીતું નામ બની ગયો છે, તે જ્યાં પણ જાય ચેહ ત્યાં તેના ચાહકો તેને ઘહેરલી લેતા હોય છે અને તેની સાથે એક સેલ્ફી લેવા માટે પણ પડાપડી કરતા હોય છે. ત્યારે ડાયરામાં પણ કમાનો એક અલગ જ વટ્ટ જોવા મળતો હોય છે. કમાના સોશિયલ મીડિયા પર પણ લાકો ફોલોઅર્સ બની ગયા છે.

ત્યારે કમાએ થોડા દિવસ પહેલા જ પોતાના પિતા સાથે હેલીકૉપટરમાં પણ રાઈડનો આનંદ માણ્યો હતો, જેની તસવીરો પણ લોકોએ ખુબ જ પસંદ કરી હતી, ત્યારે હવે કમાનો એક એવો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં કમાએ જે કર્યું હતું તે જોઈને લોકોના દિલ પણ તેને જીતી લીધા અને લોકોને કોમેન્ટ કરવા માટે પણ મજબુર કરી દીધા.

વાયરલ થઇ રહેલો આ વીડિયો કોઈ ડાયરા પ્રસંગનો છે જેમાં કમો મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યો હતો. જયારે કમો આવ્યો ત્યારે ત્યાં ઉપસ્થિત લોકોએ પણ તેને વધાવી લીધો હતો. કમો સ્ટેજ તરફ દોડીને આવી રહ્યો હતો. પરંતુ સ્ટેજ પર ચઢતા પહેલા જ તેને જે કામ કર્યું એ ભણેલા ગણેલા લોકો પણ ક્યારેક નથી કરતા.

સ્ટેજ પર ચઢતા પહેલા જ કમાએ પોતાના જૂતા ઉતારી દીધા. ફક્ત એટલું જ નહિ કમાએ પોતાના હાથે પોતાના જૂતા સ્ટેજની બાજુમાં કોઈને પણ નડતર રૂપ ના થાય એ રીતે મુક્યા. આ જોઈને લોકોએ કમાના વખાણ કર્યા. કમો મનોદિવ્યાંગ હોવા છતાં પણ આ રીતે પોતાની જાતે સમજીને પોતાના જૂતાને યોગ્ય રીતે મૂકી રહ્યો છે એ લોકોને ખુબ જ પસંદ આવ્યું.

આ દરમિયાન સ્ટેજ પર બેઠેલા ડાયરા કલાકાર પણ કમાનું સ્વાગત કરે છે, ડાયરામાં ઉપસ્થિત જનમેદની પણ કમાને વધાવી લે છે. કમો પણ સ્ટેજ પર ચઢીને સૌનું અભિવાદન કરતો જોવા મળી રહ્યો છે. કમાના આ વીડિયોને અને તેની તસવીરોને લોકોએ ખુબ જ પસંદ કર્યા જે હાલ ખુબ જ વાયરલ પણ થઇ રહ્યા છે.

Niraj Patel