સોશિયલ મીડિયામાં જેના નામની ધૂમ મચી હતી એ કિર્તીદાનનો કમો હાલ શું કરે છે ? એક ડાયરાના કેટલા રૂપિયા લે છે, જાણો બધું જ અંદર…
થોડા મહિનાઓ પહેલા આખા ગુજરાતમાં અને તમામ સોશિયલ મીડિયા અને મીડિયામાં પણ એક જ નામ ખુબ જ ગુંજતું હતું અને એ નામ હતું કોઠારીયાના કમાનુ. જેનો ડાયરા સમ્રાટ કિર્તીદાન ગઢવીએ એક ડાયરામાં હાથ પકડ્યો અને પછી તો ઠેર ઠેર કમો કમો જ થઇ રહ્યું. ગુજરાતમાં જ નહિ વિદેશમાં પણ કમાની જબરદસ્ત ડિમાન્ડ હતી.
ગુજરાતમાં ઠેર ઠેર થતા ડાયરાઓ પણ કમા વગર અધૂરા લાગતા હતા અને આયોજકો પણ ડાયરામાં કમાને લાવવાના પ્રયાસો પણ કરતા હતા, પરંતુ ત્યારે તેની પાસે તેની તારીખો પણ ખાલી નહોતી મળતી. પરંતુ હવે કમાના નામનું જોર ઘટ્યું છે અને ડાયરામાં પણ કમાની હાજરી ઓછી થવા લાગી છે.
ત્યારે આ દરમિયાન કમાના ઘરે પણ ઘણા લોકો તેનો ઇન્ટરવ્યૂ લેવા માટે જતા હોય છે. હાલ તેનો એક એવો જ ઇન્ટરવ્યૂ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે,. જેમાં કમાના મોટાભાઈ અને તેની માતા કેટલીક બાબતો વિશે વાત કરતા જોવા મળે છે. કમાના મોટાભાઈએ જણાવ્યું કે કમાના બુકીંગ માટે પહેલા મારા પર ફોન આવે છે, કેટલાક લોકો બે મહિના પહેલા ફોન કરે તો કેટલાક કાર્યક્રમના 10-15 દિવસ પહેલા ફોન કરીને બુકીંગ કરાવે. જો તારીખ ખાલી હોય તો કમાભાઈ ડાયરામાં હાજરી આપે છે.
આ ઉપરાંત તેમણે એમ પણ જણાવ્યું કે કમાના સુરત,અમદાવાદ, વડોદરા, રાજકોટ, ગોધરા સાઈડથી વધારે બુકીંગ આવે છે અને તેની ફીસ વિશે વાત કરતા તેમને જણાવ્યું કે કમાના ડાયરાની ફી 25 હજાર ફિક્સ રાખવામાં આવી છે. આ ઉપરાંત આવવા જવાના ખર્ચ અને બીજી વ્યવસ્થા બોલાવનારની પોતાની રહે છે.
કમાને મળવા આવતા લોકો વિશે તેમને જણાવ્યું કે કોઈ ગોધરાથી આવે, કોઈ સુરત બાજુથી આવે તો કોઈ અમેરિકાથી પણ આવે છે. આ ઉપરાંત તેમને બે ભાઈ વચ્ચે પણ ખુબ જ સારો સંબંધ હોવાનું, અને કમાના કારણે જ આજે આખા ગુજરાતમાં તેમનું એક આગવું નામ થયું હોવાનું પણ જણાવ્યું હતું.
કમાના મોટાભાઈએ એમ પણ જણાવ્યું કે કમાનુ મગજ બહુ જલ્દી ગરમ થઇ જાય છે, કમો જ્યાં ડિસ્કો કરતો હોય અને ત્યાં તેને ડિસ્કો ના કરવા દે તો એનો મગજ પહેલેથી જ ગરમ થઇ જાય અને પછી ધક્કો મારીને તેને બહાર કાઢે. કમાના ભવિષ્યની સગવડ વિશે વાત કરતા તેના ભાઈએ જણાવ્યું કે કમાએ એની જાતે જ બધી સગવડ કરી દીધી છે.
કમાની ઓછી ફી રાખવા પર પણ તેમને જણાવ્યું કે કોઈ નાના હોય કે મોટા હોય, બધાને પોસાય એવી રીતે 25 હજાર જ ફિક્સ રાખ્યા છે. આ ઉપરાંત તેમને એમ પણ જણાવ્યું કે જે આવક થાય છે તેમાંથી 5 ટકા રકમ દાનમાં જ આપી દેવામાં આવે છે. જેમાં ગૌશાળાનું દાન હોય કે પછી અનાથ દીકરીઓના લગ્ન પ્રસંગ હોય. એ માટે આપવામાં આવે છે.
કમાની મમ્મીએ પણ કમાને આગળ લાવવા માટે બધા જ કલાકારો તેમજ ખાસ કરીને કિર્તીદાન ગઢવીનો આભાર માન્યો. તેમને જણાવ્યું કે કિર્તીદાનના કારણે જ આજે આખા ગુજરાતમાં તેનું અને અમારૂ નામ બન્યું છે. તેમને એમ પણ જણાવ્યું કે રોજની 4-5 ગાડીઓ તેમના ઘરે કમાનું મુલાકાત કરવા માટે આવે છે.
કમાના મમ્મીએ એમ પણ કહ્યું કે કમો જયારે બહાર જાય ત્યારે તેની ચિંતા થાય, હું ફોન પણ કરું. તેમને એમ પણ જણાવ્યું કે જ્યાં સુધી કમો રાત્રે પ્રોગ્રામમાંથી ઘરે ના આવે ત્યાં સુધી મને ઊંઘ જ ના આવે. આ ઉપરાંત તેમને એમ પણ જણાવ્યું કે જ્યારથી કમો બહાર જતો થયો ત્યારથી તેના બોલવામાં અને તેના સ્વભાવમાં પણ ખુબ જ ફેર પડ્યો છે.
સૌજન્ય: Vaat Gujarati