“આવજે દીકરા… અમે જઈ રહ્યા છીએ..” આવું કહીને પતિ પત્ની દુનિયા છોડી ગયા, મજબૂરી એવી હતી કે બંનેએ મરવું પડ્યું

દીકરાએ લીધા હતા વ્યાજે પૈસા, વ્યાજખોરો માતા પિતાને ધમકાવતા હતા, કોટામાં પતિ પત્નીએ ખાધું ઝેર, ઘર વેચાયું, જબરદસ્તી સહી કરાવવાનો આરોપ..

“આવજે દીકરા… અમે જઈ રહ્યા છીએ..” આવું કહીને પતિ પત્ની દુનિયા છોડી ગયા, મજબૂરી એવી હતી કે બંનેએ મરવું પડ્યું…

ગુજરાત સમેત દેશભરમાં આપઘાતના મામલાઓ સતત વધી રહ્યા છે, ઘણા લોકો આર્થિક તંગીના કારણે તો ઘણા લોકો દેવાના કારણે પણ આપઘાત કરી લેતા હોય છે. કેટલાક વાર પરિવારના સદસ્ય દ્વારા કરવામાં આવેલા દેવાનો ભોગ પરિવાર પણ બનતો હોય છે અને વ્યાજખોરો તેમને પણ હેરાન કરતા હોય છે. ત્યારે હાલ જે મામલો સામે આવ્યો છે તેને લોકોના હોશ ઉડાવી દીધા છે. જેમાં એક દીકરાના દેવાના કારણે માતા પિતાએ પોતાનો જીવ આપી દીધો.

આ રૂંવાડા ઉભા કરી દેનારી ઘટના સામે આવી છે રાજસ્થાનના કોટામાંથી. જ્યાં એક દંપતીએ સેલફોસની ગોળીઓ ખાઈને પોતાનું જીવ ટૂંકાવી લીધું. આપઘાત કરતા પહેલા તેમને તેમના દીકરા સાથે પણ વાત કરી હતી અને કહ્યું હતું કે.. “આવજે દીકરા,, અમે જઈ રહ્યા છે.” પરંતુ દીકરાને એ વાતનો જરા પણ અંદાજો ના આવ્યો કે કે માતા પિતા આવું કઈ કરી રહ્યા છે. માતા પિતાના આપઘાતની ખબર મળતા જ દીકરો ઘરે આવ્યો હતો.

દીકરાએ ઘરે આવીને જોયું તો તેના પિતા રાજકુમાર અને તેની પત્ની શાલિની ઘરમાં પડ્યા હતા. બંનેને ઉલ્ટીઓ થઇ હતી હતી. આસપાસના લોકો સાથે તે તેમને લઈને હોસ્પિટલ પહોંચ્યો, પરંતુ ઘણું મોડું થઇ ગયું હતું અને ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. હવે તપાસમાં એ સામે આવ્યું છે કે તેમના માથે દેવાનો ભાર વધી ગયો હતો જેના કારણે તેમને આપઘાત કરવા માટે મજબુર થવું પડ્યું હતું.

રાજકુમાર કોટાના જાણીતા હાર્ડવેર વેપારી હતા. તેમને બે દીકરા હતા. દોઢ વર્ષ સુધી બધા જ સાથે રહેતા હતા. પરંતુ તેના બાદ બધા અલગ થઇ ગયા. મોટો દીકરો કોઈ દુકાન પર કામ કરતો હતો અને નાનો દીકરો પિતા સાથે હાર્ડવેરની દુકાન સાચવતો હતો. આપઘાત કરતા પહેલા તેમને સુસાઇડ નોટમાં નાના દીકરાનો ઉલ્લેખ કર્યો છે. પરિવારના સદસ્યોએ જણાવ્યું કે નાના દીકરાને ક્રિકેટના સટ્ટાનો શોખ હતો.

સટ્ટા માટે તેને વ્યાજખોરો પાસેથી 25 લાખ લીધા હતા. જયારે તે પૈસા નહોતો ચૂકવી રહ્યો હતો તો વ્યાજખોરોએ રાજકુમારના મકાનને ગીરવે રાખીને ડોક્યુમેન્ટ પર સહી કરાવી લીધી હતી. પરિવારે એક મકાન પહેલા જ વેચી દૂધુ હતું, પરંતુ વ્યાજખોરો તે છતાં પણ પીછો નહોતા છોડતા. તે સતત રાજકુમાર અને તેમની પત્ની પર પૈસા આપવા માટે દબાણ કર્યા કરતા હતા, જેનાથી પરેશાન થઈને ગત બુધવારના રોજ પતિ પત્નીએ આપઘાત કરી લીધો.

Niraj Patel