કોરિયન મમ્મીએ પોતાના દીકરાને શીખવાડ્યું હિન્દી, ભજીયા ખાતા ખાતા કહી એવી વાત કે તમારું પણ દિલ જીતી લેશે, જુઓ વીડિયો

દરેક વ્યક્તિને નવી નવી ભાષા શીખવી ગમતી હોય છે. ઘણીવાર તમે નાના નાના બાળકોને નવી નવી ભાષા શીખતાં જોયા હશે અને ત્યારે બાળકો તેમના એવા અંદાજમાં એ ભાષાને બોલતા હોય છે કે તેમના ક્યૂટ રિએક્શન બધાનું દિલ જીતી લેતા હોય છે, ત્યારે હાલ સોશિયલ મીડિયામાં એક એવો જ ક્યૂટ બાળકનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જે કોરિયન છે અને  તેની મમ્મી તેને હિન્દી શીખવી રહી છે.

કોરિયન મહિલાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે મહિલા તેના પુત્રને હિન્દી શીખવી રહી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવેલા આ વીડિયોને લાખો લોકો જોઈ ચુક્યા છે. આ વીડિયો એક ભારતીય કોરિયન કપલે તેમના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પ્રેમ કિમ ફોરએવર પર પોસ્ટ કર્યો છે. પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે, કોરિયન પત્ની પુત્રને હિન્દી શીખવી રહી છે.

વીડિયો ક્લિપમાં એક કોરિયન મહિલા એક પ્લેટ તરફ ઈશારો કરતી જોઈ શકાય છે જેમાં પકોડા રાખવામાં આવ્યા છે. મહિલા તેના દીકરાને પૂછે છે કે તે શું છે. આ પછી મહિલા પોતે જ જવાબ આપે છે અને કહે છે, આ પકોડા છે, એટલે કે ડમ્પલિંગ. પછી મહિલા છોકરાને તેના વિશે વધુ કહે છે. વીડિયોમાં માતા અને પુત્રની જોડીને એકસાથે ઘણી વખત પકોડા શબ્દનું પુનરાવર્તન કરતા સાંભળી શકાય છે. મહિલા તેના પુત્રને કહે છે, “પકોડામાં ઘણો સ્વાદ હોય છે એટલે કે પકોડા ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે.

 

View this post on Instagram

 

A post shared by Indian💕Korean (@premkimforever)

આ પછી, તે પકોડાને ઘોડાની જેમ દોડાવવાનું શરૂ કરે છે. અને દોડતી વખતે ઘોડાની તબડાક તબડાકનો અવાજ કરવા લાગે છે. યુઝર્સ આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. આ વીડિયો જ્યારથી શેર થયો છે ત્યારથી ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે. નેટીજન્સે પોસ્ટના કોમેન્ટ બોક્સમાં ઘણા બધા ઇમોજી સાથે તેમની પ્રતિક્રિયા આપી છે. એક યુઝરે લખ્યું, હંમેશની જેમ સુંદર પોસ્ટ. બીજાએ લખ્યું, તમે બંને કેટલા સુંદર છો. 

Niraj Patel