લાઈવ સ્ટ્રીમિંગ દરમિયાન મુંબઈમાં કોરિયન મહિલા સાથે આ યુવકે કરી છેડછાડ, કિસ કરવા જતા જ કેમેરામાં થઇ ગયો કેદ, પછી પોલીસે કરી એવી હાલત કે.. જુઓ વીડિયો

આપણો દેશ આપણી સંસ્કૃતિ માટે દુનિયાભરમાં જાણીતો છે અને વિદેશના લોકો પણ ભારતમાં ભારતીય સંસ્કૃતિને જોવા માટે અવાર નવાર આવતા હોય છે અને અહીંયા આવીને તે પણ પ્રભાવિત થતા હોય છે. પરંતુ ઘણીવાર તેમને ભારતમાં આવીને કેટલાક કડવા અનુભવો પણ થતા હોય છે અને પછી તે આ અનુભવને શેર પણ કરતા હોય છે. ત્યારે હાલ એવો જ એક અનુભવ કોરિયન મહિલાને પણ થયો, જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

આ મામલો સામે આવ્યો છે માયાનગરી મુંબઈમાંથી. જ્યાં વિદેશથી આવેલા મહેમાન સાથે એક વ્યક્તિ છેડછાડ કરતો જોવા મળી રહ્યો છે. વીડિયોની અંદર એક કોરિયન મહિલા લાઈવ વીડિયો સ્ટ્રીમિંગ કરીને વાતો કરતી જોવા મળી રહી છે ત્યારે જ એક યુવક મહિલાની ખૂબ નજીક આવ્યો અને મહિલાએ પ્રતિકાર કરવાનું શરૂ કર્યું, તે છતાં પણ મહિલાનો હાથ પકડીને તેને ખેંચવાનો પ્રયાસ કર્યો.

મહિલાએ ત્યાંથી જવાનો પ્રયત્ન કર્યો, ત્યારબાદ તે યુવક તેના મિત્ર સાથે એક બાઈક પર જોવા મળ્યો અને તેને મહિલાને બાઈક બતાવીને તેને જ્યાં જવું છે ત્યાં છોડી દેવાની રજુઆત કરી. મહિલાએ જેમ તેમ અંગ્રેજીમાં તે યુવક સાથે આવવાની ના પાડી દીધી. તે છતાં પણ યુવક માન્યો નહિ અને તે મહિલાની એકદમ નજીક આવીને તેને કિસ કરવાનો પ્રયત્ન કરવા લાગ્યો, આ જોઈને મહિલા ત્યાંથી દૂર ચાલી ગઈ. જેના બાદ તે યુવક પણ તેના મિત્રો સાથે ચાલ્યો ગયો.

આ વીડિયોની અંદર યુવકનો ચહેરો સ્પષ્ટપણે દેખાતો હતો. સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ થતા જ પોલીસ પણ તરત કાર્યવાહી કરવા લાગી અને બંને આરોપીઓની ધરપકડ કરી લીધી. પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું કે આરોપીઓની ઓળખ 19 વર્ષીય મોબિન ચાંદ મોહમ્મદ શેખ અને 20 વર્ષીય મોહમ્મદ નકીબ સદરીયાલમ અન્સારીના રૂપમાં કરવામાં આવી છે. વીડિયો વાયરલ થયા બાદ ખાર પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ 354 અંતર્ગત કેસ દાખલ કરીને બંને યુવકોની ધરપકડ કરી લીધી છે.

Mhyochi in નામની ટ્વિટર પ્રોફાઇલે આ મામલે પ્રતિક્રિયા આપી છે અને વીડિયોમાં હોવાનો દાવો કર્યો છે. તેણે કહ્યું, “ગત રાત્રે સ્ટ્રીમ દરમિયાન એક વ્યક્તિ આવ્યો જેણે મને હેરાન કરી. મામલો ન વધે તે માટે મેં ખૂબ જ પ્રયત્ન કર્યો અને ત્યાંથી ચાલી ગઈ. તે તેના મિત્ર સાથે હતો. અને કેટલાક લોકોનું કહેવું છે કે તેની શરૂઆત મેં વધારે ફ્રેન્ડલી થઈને અને વાતચીત કરીને કરી હતી. જેના કારણે મારે સ્ટ્રીમિંગ કરવા માટે વિચારવું પડ્યું.”

Niraj Patel