વાયરલ

કોરિયાઈ માતાએ પોતાના દીકરાને શીખવાડ્યું ભારતનું રાષ્ટ્રગાન, કાલા ઘેલા અવાજમાં ખુબ જ ક્યૂટ રીતે જોવા દીકરાએ ગાયું “જન ગણ મન”, વાયરલ થયો વીડિયો

માત્ર ભારતીયો જ નહીં, દુનિયાભરના ઘણા દેશોના લોકો એવા છે જેઓ આપણા દેશની સંસ્કૃતિ અને સભ્યતાને પણ ચાહે છે. તેઓ ભારતીય સંસ્કૃતિના ખૂબ જ શોખીન છે અને તેમની સાથે આવનારી પેઢીઓને તે શીખવે છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક કોરિયન માતા તેના પુત્રને ભારતીય રાષ્ટ્રગીત જન ગણ મન ગાવાનું શીખવતી જોઈ શકાય છે.

જે કોરિયન મહિલાનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહ્યો છે, તેનું નામ કિમ છે. તે કોરિયન મૂળની છે, પરંતુ તેનો પતિ ભારતીય છે અને પુત્ર બંને સંસ્કૃતિઓ શીખીને મોટો થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયો ક્લિપ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પામ કિમ ફોરએવર પર અપલોડ કરવામાં આવી છે. આ વીડિયો ગયા અઠવાડિયે સ્વતંત્રતા દિવસ પર અપલોડ કરવામાં આવ્યો હતો. આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો વખત જોવામાં આવ્યો છે અને યુઝર્સ કિમ અને તેના પુત્ર બંનેના વખાણ કરી રહ્યા છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં કિમ તેના પુત્રને ભારતીય રાષ્ટ્રગીત જન ગણ મન ગાવાનું શીખવતી જોઈ શકાય છે. કિમ પ્રથમ થોડા શબ્દો બોલે છે અને પુત્ર આદિ પાછળથી તેનું પુનરાવર્તન કરે છે. તે જોઈને આનંદ થાય છે કે કિમ અને આદિ બંને દિલથી રાષ્ટ્રગીત ગાય છે. યુઝર્સ તેને અન્ય માતા-પિતા અને બાળકો માટે પ્રેરણાદાયી ગણાવી રહ્યા છે. આ વાયરલ પોસ્ટને અત્યાર સુધીમાં એક લાખ 35 હજારથી વધુ યુઝર્સે લાઈક કરી છે અને હજારો યુઝર્સે તેના પર ફની કમેન્ટ્સ કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Indian💕Korean (@premkimforever)

વાયરલ વીડિયોના કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, કોરિયન મમ્મી બાળકને જન-ગણ-મન શીખવી રહી છે. બાળક એક શબ્દ સ્પષ્ટ રીતે ઉચ્ચારવાની કોશિશમાં તલ્લીન થઈ ગયો, તેની માતા દ્વારા બોલાયેલા શબ્દોનું પુનરાવર્તન કર્યું અને છેડે ઊભું થઈને જય હિંદ બોલ્યો. આ પછી કિમ છેલ્લે તાળીઓ પાડીને તેનું અભિવાદન કરતી જોવા મળે છે. એક યુઝરે લખ્યું, ભારતથી કોરિયાને ઘણો પ્રેમ. અન્ય યુઝરે લખ્યું, અમને તમારા પર ગર્વ છે. કિમ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી અવારનવાર ફની, રસપ્રદ, પ્રેરણાદાયી વીડિયો, ફોટા પોસ્ટ કરે છે, જે યુઝર્સના આકર્ષણનું કેન્દ્ર બને છે.