કોરિયન યુવતીને પણ ચઢ્યો “પુષ્પા”નો નશો, શ્રીવલ્લી ગીત પર અલ્લુ અર્જુન સ્ટાઇલમાં કર્યો એવો ડાન્સ કે જોતા જ રહી ગયા લોકો, જુઓ વીડિયો

‘પુષ્પા’નો ખુમાર કોરિયામાં પણ, જુઓ કેવા ખાસ અંદાજમાં પુષ્પાના ગીત શ્રીવલ્લીના સ્ટેપ કોપી કરી રહી હતી કોરિયન ગર્લ, વાયરલ થયો વીડિયો, જુઓ

થોડા મહિનાઓ પહેલા આવેલી ફિલ્મ “પુષ્પા” આજે પણ દર્શકો વચ્ચે એટલી જ લોકપ્રિય છે અને આજે પણ ઘણા બધા લોકો આ ફિલ્મના ડાયલોગ અને ગીતો પર વીડિયો બનાવતા જોવા મળે છે. ફિલ્મમાં અભિનેતા અલ્લુ અર્જુનના જબરદસ્ત અભિનયે સૌનું દિલ જીતી લીધું અને તેના સિગ્નેચર સ્ટેપ પર બોલીવુડના ઘણા કલાકારો, ક્રિકેટરો અને દુનિયાભરના ઘણા બધા લોકોએ વીડિયો બનાવ્યા હતા.

ત્યારે હવે પુષ્પાનો ખુમાર કોરિયા સુધી પણ પહોંચી ગયો છે. એક કોરિયન યુવતીએ પુષ્પાના શ્રીવલ્લી ગીત પર ડાન્સ કરતા વીડિયો શેર કર્યો છે અને આ વીડિયો ખુબ જ વાયરલ પણ થઇ ગયો છે. વીડિયોમાં આ કોરિયન યુવતી જે પ્રકારે ડાન્સ કરી રહી છે તે ખરેખર અદ્દલ પુષ્પા સ્ટાઇલ છે, જેના કારણે વિદેશી યુવતીને આ રીતે ભારતીય ગીત પર વીડિયો બનાવતા જોઈને લોકો દિલ હારી બેઠા છે.

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક કોરિયન છોકરી ટીવીની સામે ઉભી છે અને તેની પાછળ  ટીવીમાં પુષ્પાનું શ્રીવલ્લી ગીત વાગી રહ્યું છે, જેના સ્ટેપ કોપી કરતા યુવતી ચશ્મા પહેરે છે અને પુષ્પાની સ્ટાઇલમાં તે દરેક સ્ટેપ કોપી કરતી જોવા મળે છે. સાથે જ તે દાઢીની નીચે હાથ ફેરવીને પુષ્પાનો સિગ્નેચર સ્ટેપ કરતા પણ જોવા મળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by 1 (@korean.g1)

આ વિડિયો Korea.g1 નામના ઇન્સ્ટાગ્રામ યુઝરે 30 જાન્યુઆરીના રોજ સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. તેને અત્યાર સુધીમાં લાખો વ્યૂઝ મળ્યા છે, જ્યારે 3 લાખથી વધુ લોકોએ આ વીડિયોને લાઈક કર્યો છે. આ વીડિયો પર ઘણા લોકોની કોમેન્ટ્સ પણ જોવા મળી રહી છે. એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું છે “આ ખૂબ જ ક્યૂટ વીડિયો છે. એક યુઝરે લખ્યું “આવો ડાન્સ તો સુપરહિટ છે ગુરુ”

Niraj Patel