ગુજરાતમાં કોરિયન વ્યક્તિનું પેરાશૂટ કરતા 50 ફૂટ ઉપરથી નીચે પટકાયો, લોકોએ બચાવવા ઘણા પ્રત્યનો કર્યા પણ હોસ્પિટલમાં મળ્યું મોત

ગુજરાતમાં અવાર નવાર કોઇના કોઇ અકસ્માત થયાની ઘટનાઓ છાસવારે સામે આવતી રહે છે, જેમાં કેટલાક લોકોના મોત નિપજે છે, જ્યારે કેટલાક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થાય છે. હાલ મહેસાણાના કડીમાંથી એક ચોંકાવનારી અને દર્દનાક ખબર સામે આવી. શનિવારના રોજ સાંજે મહેસાણાના કડી ખાતે દક્ષિણ કોરિયાના એક વ્યક્તિનું પેરા ગ્લાઈડિંગ દરમિયાન મોત થયું હતું. મૃતકની ઉંમર 50 વર્ષની હોવાનું જાણવા મળી રહ્યુ છે. પેરા ગ્લાઈડિંગ કરતી વખતે લગભગ 50 ફૂટની ઊંચાઈએથી પડી જતા તેને ઉતાવળમાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, પરંતુ ત્યાં સુધીમાં તેનું મોત થઈ ગયું. હાલ તો આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, મહેસાણાના કડી નજીકના વિસતપુરા ગામની શાળાના મેદાનમાં શનિવારે સાંજે 5.30 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. કડી પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર અનુસાર, દક્ષિણ કોરિયાનો નાગરિક 50 વર્ષીય શિન બિયોંગ મૂન પેરાગ્લાઈડિંગ કરી રહ્યો હતો. આ દરમિયાન તેનું પેરાશૂટ બરાબર ખુલ્યું નહીં, જેના કારણે તેણે સંતુલન ગુમાવ્યું અને 50 ફૂટની ઊંચાઈથી જમીન પર પડી ગયો. તેણે કહ્યું કે આ ઘટના બાદ શિનના મિત્રો તેને બેભાન અવસ્થામાં ભાગ્યોદય હોસ્પિટલમાં લઈ ગયા.

જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. સાઉથ કોરિયન નાગરિકના મોત પાછળ પડી જવાના આઘાતને કારણે હાર્ટ એટેક આવ્યો હોવાનું તબીબોએ જણાવ્યું હતું. પોલીસ ઈન્સ્પેક્ટરે જણાવ્યું કે શિન વડોદરાના પ્રવાસે હતો. તે અને તેનો કોરિયન મિત્ર કડી શહેર નજીકના વિસતપુરા ગામમાં પેરાગ્લાઈડિંગ માટે ગયા હતા. શિન અને તેનો કોરિયન મિત્ર શનિવારે સાંજે પેરાગ્લાઈડિંગ કરવા ગયા તેનું પેરાશૂટ બરાબર ખુલ્યુ ન હોવાને કારણે શિન લગભગ 50 ફૂટની ઊંચાઈએથી નીચે પડ્યો.

ઉલ્લેખનીય છે કે, કડી પોલીસ સ્ટેશનમાં આકસ્મિક મૃત્યુનો કેસ નોંધવામાં આવ્યો છે. પીડિતાના પરિચિતો અને કોરિયન દૂતાવાસને ઘટના અંગે જાણ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે કોરિયન નાગરિકના મૃતદેહને તેમના દેશમાં મોકલવાની પ્રક્રિયા ચાલી રહી છે અને અકસ્માતનું કારણ જાણવા તપાસ ચાલુ છે. જણાવી દઇએ કે, જિલ્લા કલેક્ટર દ્વારા આ મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

તસવીર સૌજન્ય : દિવ્ય ભાસ્કર

કડીના વિસતપુરા ગામે બનેલી ઘટના વિશે કડી પોલીસ સ્ટેશનના પીઆઇને પૂછવામાં આવતા તેમણે મીડિયાને જણાવ્યુ હતુ કે, ટેક્નિકલ ખામીના કારણે મૃતક નીચે પછડાયો હતો, જ્યારે ગામના સ્થાનિકે જણાવ્યુ કે, શાળામાં બે દિવસીય કાર્યક્રમ હોને કારણે બંને કોરિયન પેરાશુટના ટ્રાયલ માટે આવ્યા અને કદાચ પતંગની દોરીથી પેરાશૂટ ડેમેજ થઈ ગયું હોવાનું ગામના લોકોનું માનવું છે.

Shah Jina