“કાલા ચશ્મા” ગીતના રંગમાં હવે કોરિયાઈ યુવકો પણ રંગાયા, અલગ અંદાજમાં કર્યો એવો જબરદસ્ત ડાન્સ કે વાયરલ થઇ ગયો વીડિયો

ઈન્ટરનેટની દુનિયામાં આ દિવસોમાં “કાલા ચશ્મા”નો ટ્રેન્ડ દરેકના માથા પર ભમી રહ્યો છે, જેના એક કરતા વધુ વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવી રહ્યા છે. દેશી હોય કે વિદેશી, દરેક લોકો અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા અને અભિનેત્રી કેટરિના કૈફ પર ફિલ્માવાયેલા બોલિવૂડ ગીત ‘કાલા ચશ્મા’ પર ડાન્સ કરવાથી પોતાને રોકી શકતા નથી. હાલમાં જ એક એવો જ વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે પણ ડાન્સ કરવા મજબૂર થઈ જશો.

ભારતમાં આ ગીતે રિલીઝ સાથે જ ધૂમ મચાવી દીધી હતી, પરંતુ હવે તેનો ડંકો આખી દુનિયામાં વાગી રહ્યો છે. ભાગ્યે જ કોઈ એવું હશે જે કાલા ચશ્માના ટ્રેન્ડમાં જોડાયુ નહિ હોય. માત્ર દેશી જ નહીં પણ વિદેશી પણ સામાન્યથી લઈને ખાસ, ક્રિકેટરથી લઈને એક્ટર્સ સુધી દરેક પોતાને કાલા ચશ્માના ટ્રેન્ડ પર ડાન્સ કરતા રોકી શક્યા નથી.

ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરાયેલા એક વીડિયોમાં કોરિયન છોકરાઓનું એક જૂથ કાલા ચશ્મા ટ્રેન્ડ પર ડાન્સ કરતા જોવા મળ્યું હતું. તેની સ્ટાઈલ એટલી ફની હતી કે એક વાર જોયા પછી તમને તેના વિડીયો વારંવાર જોવાનું ગમશે. આ વીડિયોમાં ડાન્સની શૈલી અને ઉત્સાહ પ્રશંસનીય હતો.

આ છોકરાઓનો ડાન્સ જોઈને ઘણા સોશિયલ મીડિયા યુઝર્સ તેમના ફેન બની ગયા છે. ઘણા લોકો તેમના વખાણના પુલ બાંધતા જોવા મળ્યા હતા. આ બધાની એનર્જી પણ ખરેખર અદ્ભુત હતી. દરેકના ચહેરા પરની ખુશી અને આત્મવિશ્વાસ તેમના ડાન્સમાં વધારો કરી રહ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે.

Niraj Patel