ખબર

જન્મ પહેલાં જ શહીદ થયા’તાં પિતા, 1 વર્ષીય દીકરી પ્રતિમાને વળગીને બોલી…પપ્પા

હાલમાં સોશિયલ મીડિયામાં એક નાનકડી ઢીંગલીનો વિડીયો વાયરલ થયો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, ઢીંગલી કાલી-ઘેલી ભાષામાં તેના પિતાની મૂર્તિને વળગી પડે છે. આ વિડીયો જોતા જ લોકોની આંખ ભીની થઇ જાય છે.

એલ મીડિયા રિપોર્ટ અનુસાર, છત્તીસગઢના કોરબા જિલ્લાના શહીદની સવા વર્ષની દીકરી તેના પિતાનું મૂર્તિને વળગી પડે છે. આ દીકરીનો જન્મ થયો ત્યારે તેના પિતા સ્વર્ગે સિધાવી ગયા હતા. આ બાળકીએ ક્યારે પણ તેના પિતાએ ના જોયા હોય છતાં તેને કાલી-ઘેલી ભાષામાં પિતાને જે-જે કર્યું હતું.

Image Source

આ વિડીયો નક્સલીઓ સામે લડતા-લડતા 2 વર્ષ પહેલા શહીદ થયેલા એસઆઈ મુલચંદ કંવરની દીકરીનો છે. 13 ડિસેમ્બરે મુલચંદનો જન્મ દિવસ હોય પરિવારજનો તેનો જન્મ દિવસ મનાવવા માટે તેના સ્મારક ગયા હતા. આ નાનકડી દીકરી જયારે તેના પિતા સાથે વાત કરતા જોઈને ત્યાં હાજર રહેલા બધાની આંખ ભીની થઇ ગઈ હતી.

આ શહીદની દીકરી રમતા-રમતા તેને પિતાની મૂર્તિ પાસે પહોંચી જય મૂર્તિને ગળે લગાડી અને તેની સાથે વાત કરતી નજરે આવી હતી. પરિવારના લોકોએ જણાવ્યું હતું કે, આ દીકરીએ કયારે પણ તેના પિતાને જોયા નથી. જયારે તે ગર્ભમાં હતી ત્યારે જ તેના પિતા મુલચંદ શહિદ થઇ ગયા હતા. બાળકીએ જયારે સગા-સંબંધીને ઓળખવાનું શરૂ કર્યું ત્યારે પરિવારજનોએ મુલચંદની તસ્વીર બતાવવાનું શરૂ કર્યું હતું. તેથી આ બાળકી જયારે તેના જન્મદિવસ પર ત્યાં પહોંચી એટલે મૂર્તિ પાસે જઈને વાત કરવા લાગી હતી.

Image Source

ઉર્રગાના ઘનાડબરી ગામમા રહેતા મુલચંદ કવર 12 ઓગસ્ટ 2013ના રોજ પોલીસ વિભાગમાં સબ ઇન્સ્પેકટ બન્યા હતા. ટ્રેનિંગ બાદ તેનું પોસ્ટિંગ નારાયણપુર જિલ્લામાં થયું હતું, તે બહાદુરી સાથે નક્સલીઓ સામે લડીને જડબાતોબ જવાબ આપતા હતા. મુલચંદ બહાદુરી પૂર્વક લડતા હતા તેના કારણે જ તેનું આઉટ ઓફ ટર્ન પ્રમોશન થયું હતું. પરંતુ આ પહેલા જ 24 જાન્યુઆરીએ નક્સલીઓ સાથે મુકાબલામાં શહીદ થઇ ગયા હતા.

Image Source

જણાવી દઈએ કે, એસઆઈ મુલચંદ કંવરના લગ્ન એપ્રિલ 2017માં પ્રોફેસર ઈંદ્રપ્રભા કંવર સાથે થયા હતા. મુલચંદની શહીદીના 8 મહિના બાદ ઇન્દ્રપ્રભાએ દીકરી વનિયાને જન્મ આપ્યો હતો.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.