મનોરંજન

અફેર ટાણે જ થઈ ગઈ ગર્ભવતી, રણબીરની હિરોઈને લગ્ન કર્યા છતાંય 5 વર્ષમાં તો છૂટાછેડા લઈ લીધા..!!

બોલીવુડ ઇન્ડસ્ટ્રીઝમાં કોંકણા સેન શર્મા તેની બહેતરીન એક્ટિંગને લઈને ચર્ચામાં રહે છે. કોંકણા સેન શર્માનું લેખન અને નિર્દેશનમાં હાથ અજમાવી ચુકી છે. કોંકણા સેન શર્માએ પેજ થ્રિ, મિસ્ટર એન્ડ મિસિસ ઐયર જેવી બહેતરીન ફિલ્મોમાં હિસ્સો લીધો છે.

 

View this post on Instagram

 

A post shared by Konkona Sensharma (@konkona) on

કોંકણા સેન શર્માએ 2 વાર નેશનલ ફિલ્મ એવોર્ડ અને 4 ફિલ્મફેર એવોર્ડ મેળવી ચુકી છે. કોંકણા લગ્નના થોડા જ મહિના બાદ એક પુત્રને જન્મ આપ્યો હતો, જે બાદ તે ઘણી ચર્ચામાં આવી ગઈ હતી. હાલમાં જ કોંકણાએ તેનો 40મોં બર્થડે સેલિબ્રેટ કર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Konkona Sensharma (@konkona) on

આવો જાણીએ કોંકણાની અંગત જિંદગી વિષે

કોંકણા સેન શર્માનો જન્મ 3 ડિસેમ્બર 1979માં કોલકાતાના બંગાળી પરિવારમાં થયો હતો. કોંકણા તેના નામ પાછળ તેના માતા અને પિતા બન્નેની અટક લગાવે છે. કોંકણાના પિતા મુકુલ શર્મા એક સાયન્સ રાઇટર અને પત્રકાર હતા. જયારે તેની માતા અર્પણા સેન એક ફિલ્મ એક્ટ્રેસ અને ડાયરેક્ટર હતા.

કોંકણાએ તેનું ભણતર કલકતા ઇન્ટરનેશનલ સ્કૂલ અને કોલેજ સેન્ટ સ્ટીફન્સમાંથી પૂર્ણ કરી હતી. કોંકણાએ 1983માં બંગાળી ફિલ્મ ‘ઇન્દિરા’માં બાળ કલાકાર તરીકે તેના કરિયરની શરૂઆત કરી હતી.

કોંકણાએ 2000માં એક્ટ્રેસ તરીકે બંગાળી ફિલ્મ ‘ એક જે અચ્છ્યા કન્યા’માં નેગેટિવ રોલ નિભાવી એક્ટિંગમાં ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મ સુપરહિટ રહી હતી. દર્શકોએ આ ફિલ્મમાં કોંકણાના એક્ટિંગની તારીફ કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Konkona Sensharma (@konkona) on

કોંકણાએ 2002માં ઇન્ડિયન ડ્રામા પર આધારિત રાહુલ બોસ સાથે ફિલ્મ ‘મિસ્ટર એન્ડ મિસિસ ઐયર’ માં કામ કર્યું હતું, આ ફિલ્મ તેની માતા અર્પણાએ લખી અને ડાયરેક્ટ કરી હતી.આ ફિલ્મ માટે કોંકણા સેન શર્માને બેસ્ટ એક્ટ્રેસ નેશનલ ફિલ્મ એવોર્ડથી નવાજવામાં આવી હતી. આ બાદ કોંકણાએ ઓમકારા ફિલ્મમાં સારી એક્ટિંગ કરીને લોકોના દિલના જગ્યા બનાવી લીધી હતી. આ ફિલ્મ માટે તેને ફિલ્મ ફેર અને નેશનલ એવોર્ડ પણ મળ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Konkona Sensharma (@konkona) on

કોંકણા સેન શર્માનું લગ્નજીવન ઘણું વિવાદમાં રહ્યું હતું. એક ફિલ્મના શૂટિંગ દરમિયાન કોંકણા સેન શર્માની મુલાકાત રણવીર શૌરી સાથે થઇ હતી. તે બાદ બન્ને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. થોડા સમય સુધી રિલેશનશિપમાં રહ્યા બાદ બંનેએ 3 સપ્ટેમ્બર 2010ના રોજ લગ્ન કરી લીધા હતા.

 

View this post on Instagram

 

A post shared by Konkona Sensharma (@konkona) on

કોંકણા સેન પ્રેમસંબંધમાં જ પ્રેગ્નેન્ટ થઇ ગઈ હતી. બાદમાં કોંકણા સેન શર્મા અને રણવીર શૌરીએ લગ્ન કરવાનો ફેંસલો લીધો હતો. લગ્નના 6 મહિના બાદ જ કોંકણાએ તેના પુત્ર હારુનને જન્મ આપ્યો હતો. ખબર તો એવી પણ મળી રહી હતી કે, પ્રેગ્નેન્સીના કારણે જ જલ્દી લગ્ન કરવાનો ફેંસલો લીધો હતો.

કોંકણા સેન શર્મા અને રણવીર શૌરીએ 2015માં અલગ થવાનો ફેંસલો લીધો હતો. બન્ને તેના પુત્રની કસ્ટડી શેર કરે છે. આજે પણ બંને સારા મિત્રો છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.