ખબર દિલધડક સ્ટોરી પ્રેરણાત્મક

કલકત્તાનો આ ફૂડ ડિલિવરી બોય ભૂખ્યા ગરીબ બાળકોને પણ ભોજન પહોંચાડે છે… વાંચો આખી વાત

આપણા દેશમાં ભૂખમરો એક મોટી સમસ્યા છે. આપણા દેશમાં લાખો લોકો બે સમયનું જમવા માટે ખૂબ જ સંઘર્ષ કરે છે. અને હજારો લોકો એવા છે જે જમ્યા વિના જ દિવસ પસાર કરવા પર મજબૂર થઇ જાય છે. એવા હજારો બાળકો છે કે જેમની એક માત્ર ઈચ્છા રોજ એક ટાઈમનું ભોજન મેળવવાની હોય છે, જેના માટે તેઓ ખૂબ જ સંઘર્ષ કરે છે.

બીજી તરફ આપણા દેશમાં એવા લોકો પણ છે કે જે આવા ભૂખ્યા બાળકોને ભોજન પહોંચાડવાની કોશિશ પણ કરતા રહે છે. આવી જ એક વ્યક્તિ કોલકાતામાં ફૂડ ડિલિવરી બોય તરીકે કામ કરે છે, જેનું નામ પથિક્રીત સાહા છે.

Image Source

સાહા કેન્સલ થયેલા ઓર્ડરના ફૂડને રસ્તા પર રખડતા બાળકોને ખવડાવે છે. આ સિવાય તેને ત્યાંના એક રેસ્ટોરન્ટનો સંપર્ક સાધીને તેની સાથે પણ ડીલ કરી છે કે તેમને ત્યાં વધેલું ફૂડ તે આ બાળકોને ખવડાવશે. સાહા જે રખડતા બાળકોને ભોજન કરાવે છે એ બાળકો માટે તે મોટા ભાઈ જેવો છે. જયારે લોકો ખાવાનું ઓર્ડર કરીને કેન્સલ કરે છે ત્યારે સાહા આ ખાવાનું આ બાળકોને ખવડાવે છે.

Image Source

પથિક્રીત સાહા કોલકાતાના ડમડમનો રહેવાસી છે, જે પહેલા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કામ કરતો હતો. ચાર વર્ષ પહેલા જયારે એ એક રસ્તા પરથી પસાર થઇ રહ્યો હતો ત્યારે એક ટીનએજર તેની પાસે આવ્યો અને પૈસા માટે ભીખ માંગવા લાગ્યો. પથિક્રીત સાહાને સમજાઈ ગયું કે આ છોકરાને ડ્રગનું વ્યસન છે અને ડ્રગ ખરીદવા માટે પૈસાની ભીખ માંગે છે. તેને આ છોકરાને સમજાવવાની કોશિશ કરી, પણ છોકરો ન સમજયો અને સાહાએ તેને થપ્પડ મારી અને છોકરો રડી પડ્યો.

Image Source

ગરીબ બાળકોની દુર્દશા અને શેરીઓમાં ગરીબીને જોઈને સાહાએ પોતાની નોકરી છોડી દીધી અને તેમને મદદ કરવા માટે જીવન સમર્પિત કરી દીધું.

તેને રેલવે પ્લેટફોર્મ પર બાળકો માટે ક્લાસ શરુ કર્યા. પરિવારનો ગુજારો કરવા માટે સાહાએ ફૂડ ડિલિવરી બોયની નોકરી લઇ લીધી. હવે કેન્સલ થયેલા બધા જ ઓર્ડર અને એક રેસ્ટોરન્ટનનું વધેલું બધું જ ફૂડ એ આ બાળકોને ખવડાવે છે.

Image Source

આ વાત પર પથિક્રીત સાહા જણાવે છે કે રેસ્ટોરન્ટ્સમાં રોજનું કેટલું બધું ફૂડ વેસ્ટ થાય છે અને એમાનું 1% ફૂડ પણ આ ભૂખ્યા બાળકો સુધી નથી પહોંચતું. હું બધા જ રેસ્ટોરન્ટ્સના માલિકો, ફૂડ ડિલિવરી બોય્સ અને ફૂડ ડિલિવરી કંપનીઝને અપીલ કરીશ કે આ વાતની નોંધ લે અને તેમની આસપાસના આવા ભૂખ્યા બાળકોને ભોજન પહોંચાડે.

Image Source

પથિક્રીત સાહાએ આવા બાળકોની મદદ માટે Helpp Association નામની સંસ્થા પણ શરુ કરી છે. જેઓ બાળકો માટે ફીસ્ટ રાખે છે, તેમને સ્ટેશનરી, યુનિફોર્મ અને મેડિકલ કીટ્સ પહોંચાડે છે. આ સિવાય તેઓ શિયાળામાં ગરમ કપડાં પણ વહેંચે છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks