આમિર ખાનની ઘરેથી મળ્યા અધધધધધ કરોડ રોકડા, નોટોનો ઢગલો જોઈ મગજ ચકરાઈ જશો

આ વર્ષમાં ED એ ઘણા બિઝનેસમેન અને કંપનીઓ પર રેડ પડી છે અને કરોડોની ટેક્સ ચોરીનો માલ પકડ્યો છે. હવે ન્યુઝ મળી રહ્યા છે કે કોલકત્તા સ્થિત મોબાઇલ ગેમિંગ એપ કંપનીના પ્રમોટર્સ પર દરોડા પાડ્યા હતા. આ રેડ સમયે ઇડીએ 17.32 કરોડ રોકડા જપ્ત કર્યા હતા. આ કાર્યવાહી એક ઉદ્યોગપતિ આમિર ખાનના ઘરે થઈ હતી. EDના અધિકારીઓના જણાવ્યા અનુસાર, બિઝનેસમેનના ઘરેથી 17 કરોડ રોકડ મળી આવી આવ્યા છે.

સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે ઇડીએ શનિવારે મની લોન્ડરિંગની તપાસના ભાગરૂપે કોલકાતા સ્થિત મોબાઇલ ગેમિંગ એપ કંપનીના પ્રમોટર પર દરોડા પાડીને 17.32 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરી હતી. હવે આ મામલે રાજકારણ શરૂ થયું છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, 10 બોક્સમાં કરોડો રૂપિયા રાખવામાં આવ્યા હતા. પ્લાસ્ટિકની થેલીમાંથી 2000 અને 500ની નોટો મળી આવી હતી.

નોટોની રિકવરી બાદ EDને આટલી રોકડની ગણતરી કરવી મુશ્કેલ લાગી તો નોટ ગણવાના મશીનો મંગાવવામાં આવ્યા. બાદમાં, આ પૈસા બોક્સમાં લઈ ગયા હતા. ઢગલાબંધ નોટોના બોક્સ લઈ જવા માટે સ્પેશિયલ એક ટ્રક બોલાવવામાં આવ્યો હતો ને પછી આ બધી રોકડ આરબીઆઈમાં લઈ જવામાં આવી હતી.કોલકાતા પોલીસે ફેબ્રુઆરી 2021માં કંપની અને તેના પ્રમોટરો સામે એફઆઈઆર નોંધી હતી અને તેના કારણે મની લોન્ડરિંગનો કેસ સામે આવ્યો હતો.

તમને જણાવી દઈએ કે ગયા વર્ષે ફેબ્રુઆરમાં કોલકાતા પોલીસ દ્વારા કંપની અને તેના પ્રમોટર્સની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જે બાદ ઇડીએ આ ક્મ્પ્લેનનાં આધાર પર તપાસ હાથ ધરી હતી. જોકે પોલીસે આ ફરિયાદ ફેડરલ બેંક ઓથોરિટીની કોર્ટમાં થયેલી ફરિયાદના આધારે દાખલ કરી હતી. એજન્સીએ દાવો કર્યો હતો કે નેસાર અહેમદ ખાનના પુત્ર આમિર ખાન દ્વારા ઇ-ન્યૂગેટ્સ દ્વારા આ એપ્લિકેશન એવી રીતે તૈયાર કરવામાં આવી હતી કે જેના દ્વારા લોકોની સાથે ચીટિંગ કરી શકાય.

યૂઝર્સમાં પૈસા રોકવા માટે એક પ્રકારનો આત્મવિશ્વાસ ઉભો કરવામાં આવતો હતો અને અનેક લોકોને પૈસા રોકવા માટે ગેરમાર્ગે પણ દોરાયા હતા. હાલ એ તપાસ પણ કરાઇ રહી છે કે આ એપ્લિકેશનને ચાઇનિઝ એપ્લિકેશન સાથે કોઇ લિંક છે કે કેમ.

અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં જ CBI એ અધધ કરોડો રૂપિયાના કોલસા તસ્કરી કૌભાંડના મુદ્દે પશ્વિમ બંગાળના કાયદા મંત્રી મલય ઘટકના કલકત્તા અને આસનસોલ સ્થિત ઘણા આવાસો પર રેડ કરી અને તલાશી અભિયાન ચલાવ્યું હતું. તો બીજી બાજુ જોઈએ તો ઇડીએ પણ કોલસા કૌભાંડમાં ઘટકને પૂછપરછ માટે ઘણીવાર બોલાવ્યા હતા.

YC