ખબર ધાર્મિક-દુનિયા

શનિદેવનું એક એવું મંદિર જ્યાં દર્શન માત્રથી કષ્ટોનું નિવારણ થાય છે અને પરિક્રમા કરવાથી ઈચ્છાઓ પૂર્ણ થાય છે: વાંચો મંદિરનો ઇતિહાસ

ભગવાન કૃષ્ણ એ અહીંયા શનિદેવને કોયલ બનીને આપેલા હતા દર્શન, જાણો રસપ્રદ ઇતિહાસ

શનિદેવનું નામ આવે ને મનમાં ડર જન્મવા લાગે છે. શનિદેવનો પ્રકોપ આપણા ઉપર ના વરસે તેના માટે આપણે શનિદેવને હંમેશા રાજી રાખીએ છીએ, તેમની પૂજા કરીએ છે, જ્યોતિષો દ્વારા સુચવવમાં આવેલા ઉપાયો કરીએ છીએ. છતાં પણ જીવનમાં આવતા દુઃખો, કષ્ટો, તકલીફોને આપણે શનિના પ્રકોપ તરીકે માનતા હોઈએ છે.

Image Source

શનિદેવના મંદિરો ભારતભરમાં ઠેર ઠેર ફ્લાયેલા છે અને એવું માનવામાં આવે છે કે શનિદેવના મંદિરે દર્શન કરી, પૂજા અર્ચના કરી ભોગ ચઢાવી આપણે એમને રીઝવવાના પ્રયાસો કરતાં જ હોઈએ છે.  પરંતુ આજે અમે તમને શનિદેવના એક એવા મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં શનિદેવ સાક્ષાત બિરાજમાન છે, આ મંદિરના દર્શન માત્રથી જ આપણા કષ્ટોનું નિવારણ થાય છે અને જો આ મંદિરની પરિક્રમા કરવામાં આવે તો ઈચ્છાપૂર્તિ પણ થાય છે.

Image Source

શનિદેવનું આ મંદિર ઉત્તરપ્રદેશમાં કોસિકલા ગામ પાસે આવેલું છે. આ મંદિર ઘણું જ પ્રાચીન છે સાથે સાથે મંદિરનો ઇતિહાસ પણ જાણવા જેવો છે. મથુરામાં આવેલા નંદગામની નજીક આ પ્રખ્યાત મંદિર સ્થિત છે. એવું માનવામાં આવે છે કે આ મંદિરમાં રહેલા શનિદેવને ભગવાન શ્રી કૃષ્ણે કોયલના રૂપમાં આ જગ્યાએ દર્શન આપ્યા હતા અને ભગવાન શ્રી કૃષ્ણ પણ રાધાજી સાથે ત્યાંજ બિરાજમાન થયા હતા.

Image Source

શ્રી કૃષ્ણના જન્મ સમયે જયારે તમામ દેવી દેવતાઓ ભગવાન શ્રી કૃષ્ણના બાળ સ્વરૂપના દર્શન કરવા માટે આવતા હતા, ત્યારે શનિદેવ પણ કૃષ્ણના બાળ સ્વરૂપના દર્શને આવ્યા હતા, પરંતુ માતા યશોદા અને નંદબાબાએ શનિદેવના પ્રકોપ પડવાના ડરથી તેમને ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરવા દીધા નહીં, જેના કારણે શનિદેવને ખુબ જ દુઃખ થયું હતું. પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ શનિદેવના દુઃખને સમજી ગયા હતા અને તેથી જ તેમને શનિદેવના સ્વપ્નમાં આવીને કહ્યું કે તમે નંદ ગામની ઉત્તર દિશા બાજુ જે વેન છે તેમાં જઈને તપસ્યા કરો. હું તમને ત્યાં જ દર્શન આપીશ. શનિદેવે ભગવાન કૃષ્ણની આજ્ઞાનું પાલન કરીને એ વનમાં જઈને કૃષ્ણની આરાધના કરી. ભગવાને તેમની ભક્તિથી પ્રસન્ન થઈને કોયલ સ્વરૂપે એજ સ્થાન ઉપર દર્શન આપ્યા જેના કારણે એ વનને કોકિલાવન તરીકે પણ ઓળખાય છે.

Image Source

ભગવાન શ્રી કૃષ્ણએ શનિદેવને કહ્યું હતું કે તેઓ આજ સ્થાન ઉપર હવે વસવાટ કરે જેના કારણે તેમની વક્રદૃષ્ટિ પણ ત્યાં શાંત રહેશે. વળી, ભગવાન શ્રી કૃષ્ણએ શનિદેવને  કે તેઓ રાધાજી સાથે તેમની ડાબી દિશામાં જ રહેશે. આ સ્થાન ઉપર રહીને ભક્તોના કષ્ટનું નિવારણ કરવાનું પણ શ્રી કૃષ્ણએ શનિદેવ પાસે વચન લીધું હતું. કલિયુગમાં ભગવાન શ્રી કૃષ્ણ કરતા પણ વધારે શનિદેવની પૂજા કરવામાં આવશે એવું પણ એમને વચન આપ્યું। ત્યારથી લઈને આજ સુધી શનિદેવની ભક્તિ માટે ઘણા શ્રદ્ધાળુઓ આ  સ્થાન ઉપર આવે છે. દર્શન કરી પોતાના કષ્ટોનું નિવારણ કરે છે. સાચા મનથી આ વનની જે પણ પરિક્રમા કરે છે તેના ઉપર શનિદેવ રાજી રહે છે, રાજા દશરથ દ્વારા રચવામાં આવેલા શનિ સ્ત્રોતનો પાઠ કરતા કરતા જે લોકો આ વનની પરિક્રમા કરે છે તેના ઉપર ક્યારેય શનિનો પ્રભાવ પડતો નથી.

Image Source

ગરુડપુરાણ અને નારદપુરાણમાં પણ શનિદેવના આ સ્થાન વિશેનો ઉલ્લેખ આવે છે જેના કારણે માનવામાં આવે છે કે આ સ્થાન દ્વાપર યુગથી જ ભગવાન શ્રી કૃષ્ણના જન્મ સાથે જોડાયેલું સ્થાન છે.જેના કારણે દર શનિવારે લાખો શ્રદ્ધાળુઓ કોકિલાવનની પરિક્રમા કરે છે. એવું પણ માનવામાં આવે છે કે કોકિલાવનમાં બનેલા સૂર્યકુંડમાં સ્નાન  શનિદેવના દર્શન કરવામાં આવે તો શનિદેવન કાલી છાયા હેરાન  કરતી નથી.

Image Source

20 એકદમ ફેલાયેલા આ કોકિલાવનમાં શ્રી શનિદેવ મંદિર,શ્રી દેવ બિહારી મંદિર, શ્રી ગોકુલેશ્વર મહાદેવ મંદિર, શ્રી ગિરિરાજ મંદિર, શ્રી બાબા બનખંડી મંદિર મુખ્ય છે. અહીંયા બે પ્રાચીન તળાવો અને ગૌ શાળા પણ છે.