હાલમાં સોશિયલ મીડિયા ઉપર “સાથ નિભાના સાથિયા” ધારાવાહિકનું એક વિડીયો મીમ ખુબ જ ચર્ચામાં છે. આ વાયરલ મિમની અંદર કોકિલાબેન ગોપી વહુને પૂછે છે કે “રસોડામાં કોણ હતું…કૂકરમાંથી ચણા કાઢી નાખ્યા અને ખાલી કુકર ગેસ ઉપર ચઢાવી દીધું. ” આ વિડીયોને એક મ્યુઝિકમાં કમ્પોઝ કરીને મીમ બનાવવામાં આવ્યું છે જે ખુબ જ વાયરલ થયું છે. આ સાથે જ કોકિલાબેન મોદી પણ ચર્ચામાં આવી ગયા છે. જેમનું અસલ નામ છે રૂપલ પટેલ.

સાથ નિભાના સાથિયાનો પહેલો ભાગ 3 મેં 2010ના રોજ પ્રસારિત થયો હતો. 23 જુલાઈ 2017ના રોજ આ ધારાવાહિકનો છેલ્લો પાર્ટ ટીવી ઉપર પ્રસારિત થયો.રૂપલનું પાત્ર આ શોની અંદર ખુબ જ દમદાર રહેલું જોવા મળ્યું. તે આખા ઘરમાં પોતાનો અધિકાર ચલાવે છે. તે પોતાના પરિવારને એકસાથે રાખવાનો હંમેશા પ્રયત્ન કરે છે. રૂપલે ઘણી ફિલ્મોમાં પણ અભિનય કર્યો છે. તેમને નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાંથી અભિનયની તાલીમ લીધી છે. ચાલો જાણીએ તેમના જીવન વિશેની કેટલીક મહત્વની વાતો.

રૂપલ પટેલે ફિલ્મમેકર શ્યામ બેનેગલ સાથે કેટલીક ફિલ્મોમાં કામ કર્યું છે. સાથે જ નાના પડદાની વાત કરીએ તો તેમને વર્ષ 2001માં ટીવી ધારાવાહિક “શગુન”થી પોતાના અભિનયની શરૂઆત કરી હતી. રૂપલ “પેનોરમા આર્ટ થિયેટર” પણ ચલાવે છે.

રૂપલે વર્ષ 1985માં ફિલ્મ “મહેક”થી ડેબ્યુ કર્યું હતું. અભિનયની દુનિયામાં તેમને 35 વર્ષથી વધારેનો સમય થઇ ગયો છે. રૂપલ “સ્વચ્છ ભારત પરિયોજના”ના પ્રોજેક્ટની એમ્બેસેડર પણ રહી ચુકી છે. આ કામ માટે તેને બે વાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સન્માનિત પણ કરવામાં આવી છે.

રૂપલના પતિ પણ એક અભિનેતા છે. તેમના પતિનું નામ રાધા કૃષ્ણ દત્ત છે. “શ્રીકૃષ્ણા”માં રાધા કૃષ્ણ ભગવાન વિશ્વકર્માના પાત્રમાં જોવા મળ્યા હતા. આ ઉપરાંત “દેવો કે દેવ મહાદેવ”માં પણ જોવા મળ્યા છે. તેમને “અપહરણ” અને “ચક્રવ્યૂહ” જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.