ધાર્મિક-દુનિયા

કૂખમાં દીકરીને મારનારને શ્રીકૃષ્ણ આપે છે આવી સજા. સાંભળીને શરીર કાંપી જશે

ધાર્મિક શાસ્ત્રો અને પુરાણોમાં જઘન્ય અપરાધો અને કૃત્યો માટે અલગ અલગ સજા માટે વિસ્તારથી જણાવાયું કે મૃત્યુ પછી એની આત્માને ભોગવવા પડે છે અત્યંત પીડા ભર્યા કષ્ટ. ગરુડ પુરાણમાં જે લખ્યું છે એ સાંભળીને તો કોઈનું પણ શરીર કંપી ઉઠે. ભગવાન શ્રીકૃષ્ણએ તો સ્ત્રી ભ્રુણ હત્યા કરનારની તો એવી સજા નક્કી કરી છે કે જે સાંભળીને કોઈ પણ વ્યક્તિની રૂંવાટી ઉભી થઈ જાય.

ભગવાન શ્રીકૃષ્ણના મતે સૌથી મોટું પાપ અને અપરાધ છે તો એ સ્ત્રી ભ્રુણ હત્યા છે. મહાભારતનું યુદ્ધ જ્યારે પૂરું થયા બાદ દ્રોણાચાર્યના પુત્ર અસ્વસ્થમાએ અભિમન્યુની પત્ની ઉત્તરાના ગર્ભમાં રહેલ શિશુની બ્રહ્માસ્ત્રના પ્રયોગથી હત્યા કરી નાંખી હતી. ગર્ભસ્થ શિશુની હત્યાથી ભગવાન શ્રીકૃષ્ણ અત્યંત ક્રોધિત થઈ ગયા હતાં.

Image Source

ભગવાન શ્રીકૃષ્ણે ત્યારે જ ઘોષણા કરીને કહ્યું હતું કે અસ્વસ્થમાનું આ પાપ બધા જ પાપોમાં મોટું છે, કારણ કે અસ્વસ્થમાએ એક અજન્મેલ બાળકની હત્યા કરી છે. શ્રીકૃષ્ણે અસ્વસ્થમાને સ્વંય સજા આપતા અસ્વસ્થમાના માથા પર રહેલ ચિંતા મણીરત્ન છીનવી લીધો હતો અને શ્રાપ આપ્યો કે તે જન્મ તો જોઈ લીધો, પણ મૃત્યુ જોઈ નહીં શકે. એટલે કે જ્યાં સુધી ધરતી રહેશે ત્યાં સુધી તું જીવિત રહીશ અને કષ્ટ ભોગવીશ.

Image Source

એટલે જ એ લોકો સાવધાન થઈ જાય, જે લોકો જન્મથી પહેલા ગર્ભમાં રહેલ ભ્રુણની હત્યા કરે છે એટલે કે ગર્ભપાત કરાવે છે. આવા લોકોને ભગવાન શ્રીકૃષ્ણ મૃત્યુ પછી એવી સજા આપે છે કે મુક્તિ થશે નહીં. આ સિવાય પણ ગરુડ પુરાણમાં એવા અપરાધો વિશે જણાવાયું છે કે જે જાણીને તમારી રૂંવાટી ઉભી થઈ જશે.

જો કોઈ પુરુષ પરસ્ત્રી સાથે સંબંધ રાખે છે તો એને ગરમ લોખંડના સળિયા સાથે બાંધવામાં આવે છે. જે પુરુષ પોતાના ગોત્રની સ્ત્રી સાથે સંબંધ બનાવે છે તો એને નર્ક ભોગવીને લક્કડ ખોદના સ્વરૂપે જન્મ લેવો પડે છે. કુંવારી છોકરીઓ સાથે સંબંધ બનાવનારને નર્કની ઘોર યાતના બાદ અજગરના સ્વરૂપમાં જન્મ લેવો પડે છે.

Image Source

જે વ્યક્તિ કામ ભાવનાથી પીડિત થઈને ગુરુની પત્નીનું માન ભંગ કરે છે એને વર્ષોની નર્કની યાતના બાદ ગરોળીની યોનિમાં જન્મ લેવો પડે છે. મિત્રથી વિશ્વાસઘાત કરીને એની પત્ની સાથે સંબંધ બનાવનારને ગધેડાની યોનિમાં જન્મ લેવો પડે છે.