જાણવા જેવું જીવનશૈલી દિલધડક સ્ટોરી પ્રસિદ્ધ રસપ્રદ વાતો

કોઈપણ વ્યક્તિને પોતાના વશમાં કરવા હોય, તો જાણી લો ચાણક્યનો આ 1 મંત્ર

ચાણક્યની નીતિઓનું પાલન કરવામાં આવે તો આજે પણ આપણે ઘણી પરેશાનીઓથી અને નુકસાનથી બચી શકો છો. ચાણક્ય અર્થશાસ્ત્રના આચાર્ય હતાં અને તેઓ શ્રેષ્ઠ કૂટનીતિજ્ઞ પણ હતાં. ચાણક્યએ પોતાની કૂટનીતિથી જ એક સામાન્ય બાળક ચંદ્રગુપ્તને અખંડ ભારતના સમ્રાટ બનાવ્યાં હતાં.

આચાર્ય ચણાકયએ તેમની નીતિ વડે મનુષ્ય જીવનને સુખમય કેવી રીતે બનાવી શકાય તેની યોગ્ય રીત અને વિચારો પણ જણાવ્યા છે. આચાર્ય ચાણક્યની નીતી આજના જીવનમાં આપણાં સૌની માટે ખૂબ જ ઉપયોગી છે. જે પણ વ્યક્તિ આ નીતિનું પાલન કરે છે તેના જીવનમાં તેને સુખ, સંપતિ અને સફળતા જરૂર મળે છે. અહીં જાણો ચાણક્યની થોડી એવી નીતિઓ, જેને ધ્યાન રાખવાથી વ્યક્તિ જીવનમાં સફળ બની શકે છે.

Image Source

1. જ્ઞાનની વાતોથી જ્ઞાની વ્યક્તિને વશમાં કરી શકો છો. જ્ઞાનીને જ્ઞાનની વાતો ગમતી હોય છે અને જે લોકો એવી વાતો કરે છે, જ્ઞાની લોકો તેમની દરેક વાતો માનવા લાગે છે.

2. જો કોઈ વ્યક્તિનો સ્વભાવ સારો હોય છે તો કોઈ અન્ય ગુણની જરૂરીયાત છે? જો વ્યક્તિની પાસે પ્રસિદ્ધિ છે તો પછી તેને કોઈ અન્ય શૃંગારની શું જરૂરીયાત.

3. વ્યક્તિએ વધુ પ્રામાણિક હોવું જોઈએ નહિ. જંગલમાં સીધા થડ વાળા વ્રુક્ષને જ પહેલા કાપવામાં આવે છે. તેવીજ રીતે વધુ પ્રમાણિક વ્યક્તિને જ સૌથી વધુ કસ્ટ ઉઠાવવો પડે છે.

4. કોઈ મુર્ખ વ્યક્તિને લીધે પરેશાની થઇ રહી હોય તો તેને વશમાં કરી લેવો જોઈએ. મૂર્ખને વશમાં કરવા માટે તેના વખાણ કરવા. મુર્ખ વ્યક્તિ પોતાના વખાણથી પ્રસન્ન થાય છે.

Image Source

5. જયારે તમે કોઈ કામની શરૂઆત કરો, તો અસફળતાથી ડરવું નહિ. જે લોકો પ્રામાણીક્તાથી કામ કરે છે તેઓ વધુ પ્રસન્ન રહે છે.

6. ભાઈ-બંધુઓની પરખ સંકટમાં ને જીવનસાથીની પરખ ધન નસ્ટ થાય ત્યારે જ થાય છે. દરેક કસ્ટથી વધુ કસ્ટદાઈ પારકા ઘરમાં રહેવું છે.

7. જે મિત્ર સામે મીઠી વાત કરતો હોય અને તમારા પીઠ પાછળ તમારા કામ બગાડે તેને તરત જ છોડી દેવામાં જ ભલાઈ છે. આવા મિત્ર તે પાત્ર સમાન છે જેમાં ઉપર દુધ જોવા મળે છે પરંતુ અંદર જેર હોય છે.

આચાર્ય ચાણક્યનો વશીકરણ મંત્ર:

આચાર્ય ચાણક્ય કહે છે કે: જે વ્યક્તિ ધનની લાલચુ છે તેને પૈસા આપીને, અભિમાની અથવા ઘમંડી વ્યક્તિને હાથ જોડીને, મૂર્ખ વ્યક્તિની વાત માનીને અને જ્ઞાનીની વાત સાચી માનીને તેને વશમાં કરી શકાય છે.

Image Source

આચાર્ય ચાણક્ય કહે છે કે, આપણી આસપાસ એવા ઘણા લોકો હશે જેમાથી કેટલાક લોભી તો કેટલાક મૂર્ખ હશે, તો કેટલાક અભિમાની પણ હશે, આ બધા જ પ્રકારના લોકોને વશમાં કરવાનો સૌથી સરળ માર્ગ છે અને લાલચીને ધન આપીને વધમાં આરામથી કરી શકો છો.

તો બીજી બાજુ જે લોકોને ઘમંડ હોય છે ને પોતાના અભિમાનમાં ચકનાચૂર છે તેમણે હાથ જોડીને આરામથી વશમાં કરી શકાય છે. જો કોઈ વ્યક્તિ મૂર્ખ છે તો એ જે પણ કાઇ બોલે છે એમાં ઠીક છે સારું છે એ શબ્દોથી જ તેમને વશમાં કરી શકાય છે. કેમકે ખોટી પ્રસંશાથી વ્યક્તિ આરામથી વશમાં થઈ શકે છે. જો કોઈ વ્યક્તિ જ્ઞાની છે અને તેને વશમાં કરવો હોય તો યાદ રાખો કે હંમેશા તેની સામે સાચું જ બોલો, આમ કરવાથી તે પણ તમારા વશમાં થઈ જશે.

Image Source

આટલી બધી સદીઓ વીતી ચૂકી હોવા છ્તા આજે પણ ચાણક્ય સિદ્ધાતો અને તેની નીતિ પ્રાસંગિક છે. એ માત્ર એટલા માટે કે તેઓએ તેમના ચિંતન, ગહન અભ્યાસ, તેમના અનુભવોથી એકદમ નિસ્વાર્થ ભાવે માનવીના કલ્યાણ માટે કાર્ય કર્યું છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks