ધાર્મિક-દુનિયા

કોઈપણ દુઃખ હોય કે પરેશાની હોય માતા દુર્ગાના આ 15 મંદિર કરશે દરેક મનોકામના પૂર્ણ, વાંચો આ 15 મંદિરો વિશે

હિંદુ ધર્મમાં પ્રાચીન કાળથી જ દેવી અને દેવતાઓમાં ઘણી આસ્થા રાખવામાં આવે છે. તેઓ આપણી આસ્થાના પ્રતિક છે કે હિંદુ ધર્મમાં પથ્થરની પણ પૂજા કરવામાં આવે છે. કારણ કે આપણા વેદ પુરાણમાં આને અલગ અલગ મહત્વ આપવામાં આવે છે જે અનોખી રીતે ધર્મ સાથે જોડાયેલ છે. ભારતમાં આમ તો દરેક ગલીએ ગલીએ મંદિર આવેલ છે, પણ આજે અમે તમને માતા દુર્ગાના અમુક એવા પ્રસિદ્ધ મંદિર વિષે જણાવીશું જ્યાં ભક્તો બહુ શ્રધ્ધાથી જતા હોય છે. મા દુર્ગા ભગવાન શિવની પત્ની માતા પાર્વતીનું બીજું સ્વરૂપ માનવામાં આવે છે. માનવામાં આવે છે કે માતા દુર્ગા દેવીની ઉત્પતિ રાક્ષસોના વિનાશ માટે જ થઇ હતી.

૧. જ્વાલા દેવી મંદિર, હિમાચલ પ્રદેશ – હિમાચલ પ્રદેશના કાંગડા જીલ્લાના કાલીધર પહાડી પર આવેલ છે આ મંદિર. આ ૫૧ શક્તિપીઠમાંથી એક શક્તિપીઠ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે જયારે વિષ્ણુ ભગવાને પોતાના સુદર્શન ચક્રથી માતા સતીના ટુકડા કર્યા હતા અને જ્યાં જ્યાં તેમના અંગ પડ્યા હતા ત્યાં શક્તિપીઠની સ્થાપના થઇ હતી.

૨. નૈના દેવી મંદિર, નૈનીતાલ – નૈનીતાલની ઝીલના ઉત્તરી કિનારા પર નૈના દેવીનું મંદિર આવેલ છે. અહીં માતા સતીના શક્તિ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. આ મંદિરમાં બે નેત્ર છે જેના લીધે આ નૈના દેવી તરીકે ઓળખાય છે. વર્ષ ૧૮૮૦માં ભૂસ્ખલનને કારણે મંદિર નષ્ટ થઇ ગયું હતું પછીથી આ મંદિર ફરીથી બનાવવામાં આવ્યું હતું.

૩. કામાખ્યા શક્તિપીઠ, આસામ – ગુવાહાટીથી ૮ કિલોમીટર દુર આવેલ કામાખ્યા શક્તિપીઠને માતાના બધા શક્તિપીઠમાં સર્વોત્તમ માનવામાં આવે છે. અહીંની માન્યતા એવી છે કે માતા સતીની યોનીનો ભાગ અહિયાં પડ્યો હતો એટલે અહિયાં કામાખ્યા મહાપીઠની સ્થાપના થઇ. અહીં નિસંતાન દંપતીને સંતાન પ્રાપ્તિ થાય છે.

૪. કરણી માતા મંદિર, રાજસ્થાન – રાજસ્થાનના બિકાનેરથી લગભગ ૩૦ કિલોમીટર દુર જોધપુર રોડ પર દેશનોક ગામની સીમ પર આ મંદિર આવેલ છે આને પણ માતાનું એક તીર્થધામ માનવામાં આવે છે. આ મંદિર આખી દુનિયામાં ઉંદરવાળા મંદિરના નામે ઓળખાય છે.

૫. દક્ષિણેશ્વર કાલી મંદિર, કોલકાતા – કોલકાતામાં આવેલ આ મંદિર ભારતના સૌથી પુરાણા મંદિરમાંથી એક છે. કહેવત છે કે જાન બજારની મહારાણી રાસમણીને સપનામાં માતા કાલીએ નિર્દેશ કર્યો હતો કે આ જગ્યાએ એક મંદિરનું નિર્માણ કરવામાં આવે. પછી અહીં આ ભવ્ય મંદિરનું નિર્માણ થયું. આ મંદિરમાં માતાની મૂર્તિ શ્રદ્ધાપૂર્વક સ્થાપિત કરવામાં આવી હતી.

૬. કાલકાજી મંદિર, દિલ્હી – દિલ્હીનું આ મંદિર બહુ પ્રખ્યાત છે અહિયાં આ મંદિર મનોકામના સિદ્ધિ પીઠના નામથી પણ જાણવામાં આવે છે. ભારતના પ્રાચીન મંદિરોમાં આ મંદિરનું નામ પણ સામેલ છે. આ મંદિર મા દુર્ગાના કાલી અવતારને સમર્પિત છે.

૭. અંબાજી, ગુજરાત – ગુજરાત અને રાજસ્થાનની સીમા પર આવેલ આ મંદિર લગભગ ૧૨૦૦ વર્ષ જુનું છે. માં અંબા ભવાનીના શક્તિપીઠમાંથી આ મંદિરમાં ભક્તોની અપાર શ્રધ્ધા જોવા મળે છે. આ મંદિરના ગર્ભગૃહમાં કોઈપણ પ્રતિમા સ્થાપિત નથી અહિયાં ફક્ત શ્રીયંત્ર જ સ્થાપિત છે. આ શ્રી યંત્રને એવી રીતે મુકવામાં આવ્યું છે જેથી ત્યાં આવતા ભક્તોને ત્યાં સાક્ષાત માતા અંબાના દર્શન થાય છે.

૮. દુર્ગા મંદિર, વારાણસી – વારાણસીના રામનગરમાં સ્થિત દુર્ગા મંદિરનું નિર્માણ એક બંગાળી મહારાણીએ ૧૮મી સદીમાં કરાવ્યું હતું. આ મંદિરમાં ભારતીય વાસ્તુકલા ઉત્તર ભારતીય નાગારા શૈલીમાં કરાવ્યું છે. માન્યતા છે કે આ મંદિરમાં સ્થાપિત મૂર્તિઓ કોઈ વ્યક્તિએ બનાવી નથી એ મૂર્તિઓ સ્વયંભૂ પ્રગટ થઇ છે. આ મૂર્તિઓ લોકોની ખરાબ શક્તિ સામે રક્ષણ કરે છે.

૯. શ્રી મહાલક્ષ્મી મંદિર, કોલ્હાપુર – શ્રી મહાલક્ષ્મી મંદિર પ્રસિદ્ધ શક્તિપીઠમાંથી એક માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુનું પત્ની હોવાને લીધે આ મંદિરનું નામ મહાલક્ષ્મી પડ્યું. માન્યતા છે કે જે પણ ભક્ત પોતાની મનોકામના લઈને અહીં આવે છે માતાના આશીર્વાદથી તેમની દરેક ઈચ્છાઓ પૂરી થાય છે.

૧૦. શ્રીસંગી કાલિકા મંદિર, કર્નાટક – કાલી માતાને સમર્પિત શ્રીસંગી કાલિકા કર્નાટકના બેલગામમાં આવેલ છે. આ મંદિર કર્નાટકના સૌથી પ્રસિદ્ધ મંદિરોમાંથી એક છે. અહિયાં મા દુર્ગાના કાલી સ્વરૂપની પૂજા કરવાની પરંપરા છે.

૧૧. છતરપુર મંદિર, દિલ્હી – દિલ્હીમાં આવેલ આ મંદિર પણ શક્તિપીઠમાં સ્થાન પામે છે. આ મંદિર દેવી કાત્યાયની કે જે માતા દુર્ગાનું છઠું સ્વરૂપ છે. આ મંદિરમાં દરેક જાતિ અને દરેક ધર્મના શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે. આ મંદિર દેવી દુર્ગા માના એક ઉત્સાહી ભક્ત સ્વામી નાગપાલે બનાવ્યું હતું. આ મંદિરની નકકાશી દક્ષીણ ભારતીય વાસ્તુકલા પ્રમાણે કરવામાં આવી છે.

૧૨. દંતેશ્વરી મંદિર, છત્તીસગઢ – છતીસગઢના બસ્તર ક્ષેત્રમાં આવેલ આ દન્તેવાડાનું દંતેશ્વર મંદિર એ સુંદર વાદીઓમાં આવેલ એક પ્રાચીન મંદિર છે. અહીં એવી માન્યતા છે કે માતા સતીના દાંત અહીં પડ્યા હતા જેનાથી આ મંદિરનું નામ દંતેશ્વરી પડ્યું હતું.

૧૩. અધર દેવી મંદિર, રાજસ્થાન – રાજસ્થાનના સુંદર હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં આવેલ અધર દેવી મંદિર વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. અબુર્ડા દેવીને દુર્ગામાં ના નવ રૂપોમાંથી એક કાત્યાયની દેવીનું જ એક રૂપ માનવામાં આવે છે. આ દેશની ૫૨ શક્તિપીઠમાંથી એક છે. માન્યતા છે કે ભગવાન શિવના તાંડવ સમયે માતા પાર્વતીના હોઠ અહીં પડ્યા હતા.

૧૪. જન્ડેવાલાન માતા મંદિર, દિલ્હી – દિલ્હી સ્થિત આ મંદિર આપણા દેશના સુપ્રસિદ્ધ મંદિરોમાંથી એક છે. માન્યતા છે કે આ મંદિરમાં આવેલ દરેક ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે. આ કારણ છે કે અહીં હજારોની સંખ્યામાં લોકો માતાના દર્શન કરવા આવે છે.

૧૫. ગઢ કાલિકા-હરસિદ્ધિ, ઉજ્જૈન – મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ મંદિરની પાસે શિપ્રા નદીના તટ પર હરસિદ્ધિ માતાનું મંદિર આવેલ છે જેને રાજા વિક્રમાદિત્યના કુળદેવી માનવામાં આવે છે. ઉજ્જૈનના કાલીઘાટ સ્થિત કાલિકા માતાનું આ એક પ્રાચીન મંદિર છે, જેને ગઢ કાલિકાના નામથી ઓળખવામાં આવે છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.