કોહલી ભાવુક થઈ અશ્વિનને ભેટ્યો, ગાબા ટેસ્ટ મેચનો વીડિયો વાયરલ

ક્રિકેટ જગતના દિગ્ગજ સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિન હવે ટીમ ઈન્ડિયા તરફથી રમતા જોવા નહીં મળે. તેણે બ્રિસ્બેનમાં ભારત-ઓસ્ટ્રેલિયાની ત્રીજી ટેસ્ટ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું છે. તાજેતરમાં જ વિરાટ કોહલી અને અશ્વિનનો ભાવુક વીડિયો સોશિયલ માડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં, ગાબા ટેસ્ટ મેચ દરમિયાન વિરાટ કોહલી ભારતીય ડ્રેસિંગ ફોર્મમાં અશ્વિનને ગળે લગાવતા જોવા મળ્યા હતા.

અનિલ કુંબલે પછી ભારતના બીજા સૌથી સફળ ટેસ્ટ બોલર રવિચંદ્રન અશ્વિન હવે ટીમ ઈન્ડિયા તરફથી રમતા જોવા મળશે નહીં. અશ્વિને બ્રિસ્બેનમાં રમાયેલી ભારત-ઓસ્ટ્રેલિયા ટેસ્ટ મેચ બાદ પત્રકાર પરિષદમાં નિવૃત્તિની જાહેરાત કરી હતી. અશ્વિનના આ નિર્ણયે ચોક્કસપણે ક્રિકેટ ચાહકોને આશ્ચર્યચકિત કર્યા છે. આ સાથે ટીમ ઈન્ડિયાનો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી પણ ભાવુક થઈ ગયો હતો. બંનેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે વિરાટ સાથે ડ્રેસિંગ રૂમમાં બેઠો ઈમોશનલ જોવા મળ્યો હતો.

ક્રિકેટ ફેન્સને પહેલેથી જ અંદાજ આવી ગયો હતો

વિરાટ કોહલી ડ્રેસિંગ ફોર્મમાં ભારતીય સ્પિનર ​​અશ્વિનને ગળે લગાવતો જોવા મળે છે. આ જોઈને લોકો અનુમાન લગાવવા લાગ્યા હતા કે શું અશ્વિન ટૂંક સમયમાં ઈન્ટરનેશનલ ક્રિકેટથી દૂર થઈ જશે, અને આ અનુમાન સાચુ પડ્યું. ડ્રેસિંગ રૂમમાં એકબીજાને ગળે લગાવ્યા બાદ કોહલી અને અશ્વિન લાંબા સમય સુધી વાત કરતા જોવા મળ્યા હતા.

ભારતનો બીજો સૌથી સફળ બોલર અશ્વિન

અશ્વિન ટેસ્ટમાં ભારત માટે બીજા નંબરનો સૌથી સફળ બોલર રહ્યો છે. સ્પિનના જાદુગર ગણાતા અશ્વિન પોતાની ટેસ્ટ કારકિર્દીમાં 106 મેચ રમ્યા અને કુલ 537 વિકેટ લેવામાં સફળ રહ્યા. ભારત તરફથી ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ અનિલ કુંબલેના નામે છે. કુંબલેએ ટેસ્ટમાં 619 વિકેટ પોતાના નામે કરી છે.

Twinkle