જો તમે 90 નાં દશકમાં જન્મેલા છો તો તમને કદાચ યાદ પણ નહી હોય કે તમે ‘C.I.D.’ નો પહેલો એપિસોડ ક્યારે જોયો હતો. ‘C.I.D.’ એક એવો ટીવી શો છે જે આગળના 20 વર્ષથી ટીવી પર છવાયેલો છે. ગયા 27 જાન્યુઆરીએ આ શો નાં 21 વર્ષ પુરા થઇ ચુક્યા છે. જેને લીધે તેને 2004માં લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સ અને ગિનીશ બુક વર્લ્ડ રેકોર્ડ્સ બંનેમાં શામિલ થઇ ચુક્યું છે. આ શોના 1546 એપિસોડ પ્રસારિત થયા હતા.
સીઆઇડીને તેલુગુ, તમિલ, બંગાલી ભાષામાં ડબ કરવામાં આવ્યું હતું. સીઆઈડીમાં પોતાની ફિલ્મ પ્રમોટ કરવા માટે શાહરુખ ખાન,કરીના કપૂર,આમિર ખાનથી લઈને સલમાન ખાન સુધીના બધાજ કલાકારો આવ્યા હતા.
View this post on Instagram
CIF❤❤❤#BTS #repost @shalinivishnudev #cif #hanumanpandey #dayanandshetty #daya
નોંધનીય છે કે,સીઆઇડીનું પ્રસારણ પાકિસ્તાનના અપના ચેનલ, એ પ્લસ એન્ટરટેનમેન્ટ અને જિયો કહાની પર પણ દર્શાવાઈ હતી. સીઆઇડીનું શુટિંગ ફ્રાન્સ, ઉબઝેકિસ્તાન અને સ્વિઝર્લેન્ડમાં કરવામાં આવ્યું હતું.
બાળકોથી લઈને વૃદ્ધો હર કોઈને પસંદ છે. પછી ACP પ્રદ્યુમનનો તે ડાઈલોગ “कुछ तो गड़बड़ है दया!” હોય કે પછી દયાદરવાજા તોડ દો. આજે શો સાથે જોડાયેલી ઘણી એવી બાબતો લોકો વચ્ચે ફેમસ બની ચુકી છે. આ સીરીયલ આટલી ફેમસ હોવા છતાં પણ તેમના સ્ટારકાસ્ટની પર્સનલ લાઈફ તેમજ શોની રસપ્રદ વાતો વિષે ઘણા ઓછા લોકો જાણતા હશે.
આ શોની શરૂઆત 1998માં થઇ હતી. પરંતુ નવાઈની વાત એ છે કે, આ શોનો પહેલો એપિસોડ આ શો શરૂ થાય તેની 5 વર્ષ પહેલા એટલે કે 1992માં શૂટ કરવામાં આવ્યો હતો.
આ સિરિયલ એક એવી ભારતીય સિરિયલ હતી જેનું શૂટિંગ ફ્રાન્સ, સ્વિત્ઝરલેન્ડ અને લંડનમાં થયું હતું. આ સિરિયલ દેશની સૌથી લાંબી ચાલેલી સીરિયલ છે. 27 ઓક્ટોબર 2018માં 20 વર્ષ પર્ણ કર્યા હતા
View this post on Instagram
Shooting in London!! #shivajisatam #acppradyuman #cid #shootdiaries #london
આ સીરિયલને ગિનિસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ અને લિમકા બુક ઑફ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું હતું. જેનું કારણએ હતું કે, આ એપિસોડમાં 111મિનિટનો સિંગલ શોટ એક પ શોટ વિનાના 8 ઓક્ટોબર 2004ના લોનાવાલામાં શૂટ કરવામાં આવ્યો હતો. આ એપિસોડનું નામ ધ ઈન્હેરિટન્સ હતું. આ એપિસોડ 7 નવેમ્બર 2004ના રોજ એક પણ બ્રેક વગર ટીવી પર દેખાડવામાં આવ્યો હતો.
સીરિયલના સેટ પર લસ્સી બનાવનાર તરીકે એસીપી પ્રદ્યુમન જાણીતા હતા. જયારે પણ એસીપી પ્રદ્યુમનને લસ્સી પીવાનું મન થતું ત્યારે બધા માટે બનાવતા હતા. એસીપી પ્રદ્યુમન ઈન્ડો-તિબેટિયન બોર્ડર પર શૂટ કરતી વખતે તે બરફમાં ધરબાઈ જતા ક્રૂએ માંડ માંડ તેમને બચાવ્યા હતા. બહુ ઓછા લોકોને ખબર હશે કે, એસીપી પ્રદ્યુમન સેન્ટ્રલ બેન્ક ઑફ ઈન્ડિયામાં કેશિયર તરીકે જોબ કરતા હતા.
એક રિપોર્ટ અનુસાર, એસીપી પ્રદ્યુમનને એક એપિસોડના 1 લાખ અને દયા-અભિજીતને 80 હજાર થી 1 લાખ મળતા હતા. અભિજીતની સીરિયલમાં ક્રિમિનલ તરીકે એન્ટ્રી કરી હતી. પરંતુ બાદમાં તેને CID ટીમનો ભાગ બનાવી દેવામાં આવ્યો હતો.
View this post on Instagram
My Precious ❤️ #cid #acppradyuman #shivajisatam #baba #bff #friendsforever
આ સીરિયલના મુખ્ય ત્રણ ઓફિસર એસીપી પ્રદ્યુમન, દયા, અભિજીત રિયલ લાઈફમાં પણ સારું ગાય છે. આ ત્રણેયે એક એપિસોડ માટે ગીત પણ રેકોડ કર્યું હતું.
બહુ ઓછા લોકોને ખબર હશે કે બોલીવુડમાં ડેબ્યુ કરતા પહેલા યામી ગૌતમ આ સીરિયલના એક એપિસોડમાં જોવા મળી હતી.
દયા સિરિયલનો એક માત્ર એક્ટર છે જે તતેના સ્ટન્ટ કોઈ બોડી ડબલની મદદ વગર કરતો હતો. તો દયાનું સાચું નામ દયાનંદ શેટ્ટી છે. દયા અને અભિજીત સિરિયલ સિવાય મન બહુ સારા મિત્રો છે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.