જ્યોતિષ શાસ્ત્ર

હથેળીની આ રેખાથી જાણો તમે કેટલા પ્રતિષ્ઠિત વ્યક્તિ બનશો?

હથેળીમાં રહેલી સૂર્ય રેખાથી જાણી શકાય છે કે તમે કેટલા પ્રતિષ્ઠિત વ્યક્તિ બનશો.

હથેળીમાં પ્રસિદ્ધ રેખા ક્યાં આવેલી હોય છે.

હથેળીમાં રહેલી સૂર્યરેખાને પ્રસિદ્ધિ રેખા તેમજ પ્રતિષ્ઠિત રેખા તરીકે પણ ઓળખવામાં આવે છે. હથેળીમાં સ્થિત સૂર્યરેખા જે અનામિકા આંગળીના નીચે સૂર્ય પર્વત પર હોય છે. આ રેખા જે સફળતા ધન માન સન્માન તેમ જ પ્રસિદ્ધિ અપાવે છે અને બહુ ઊંચે સુધી લઈ જાય છે.

જે વ્યક્તિની હાથમાં સૂર્ય રેખા સ્પષ્ટ હોય તો.

જો કોઈ વ્યક્તિના હાથમાં સૂર્ય રેખા સ્પષ્ટ અને ઘાટી હોય તો તે લોકો જીવનમાં ખૂબ જ સંવેદનશીલ ઉદાર અને દયાળુ વ્યવહારના કારણે સમાજમાં ખૂબ જ માન સન્માન અને પ્રસિદ્ધિ મેળવે છે.

જે વ્યક્તિમાં સૂર્ય રેખા સીધી હોય તો…

જે વ્યક્તિના હાથમાં સૂર્યરેખા અસાધારણ રૂપથી સીધી હોય તેવા લોકો અપાર ધનના સ્વામી બને છે અને સમાજમાં પ્રસિદ્ધિ મેળવે છે.

જે વ્યક્તિના હાથમાં સૂર્ય રેખા ઉપર સ્ટારનુ નિશાન બને તેવા લોકો…

જે લોકોના હથેળીમાં સૂર્ય રેખા ઉપર સ્ટારનું નિશાન બને તેવા લોકો પ્રભાવશાળી હોય છે. અને તે જીવનમાં ઘણી બધી સફળતા પ્રાપ્ત કરે છે.

સૂર્ય રેખા અને ભાગ્ય રેખા સમાંતર હોય તો..

જે વ્યક્તિની હથેળીમાં સૂર્ય રેખા અને ભાગ્ય રેખા સમાન રૂપથી ચાલી રહેલી હોય તેમ જ મસ્તીક રેખા સ્પષ્ટ રીતે દેખાતી હોય તો એવો સંકેત માનવામાં આવે છે, કે આ વ્યક્તિ સમાજમાં પ્રસિદ્ધિ મેળવશે.

જે વ્યક્તિના હાથમાં મણિબંધથી અનામિકા સુધી સૂર્ય રેખા હોય તો.

જે વ્યક્તિની હથેળીમાં મણિ પદ્ધતિ અનામિકા સુધી સૂર્ય રેખા આવેલી હોય તે લોકો લાંબુ આયુષ્ય, પ્રસિદ્ધિ યશ પ્રાપ્ત કરે છે. આવા વ્યક્તિની ઓળખ સારા કામ માટે થાય છે.

જે લોકોની હથેળીમાં બે સમાતર સૂર્ય રેખા આવેલી હોય..

જે વ્યક્તિની હથેળીમાં બે સમાનતા સૂર્ય રેખા આવેલી હોય તેવી રેખાઓ ખૂબ શુભ પ્રભાવ આપવા વાળી હોય છે આ વ્યક્તિઓ ધન પ્રસિદ્ધિ સ્વાસ્થ્ય યસ અને પ્રશંસા મેળવે છે.