અજબગજબ

0 થી 9ની વચ્ચે ધારી લો એક નંબર અને જાણો તમારી ઉમર, અજમાવો આ ટ્રીક અત્યારે જ

આપણે બાળપણમાં ઘણીબધી નાની મોટી ટ્રિક્સ અજમાવતા હતા, એવી જ એક ટ્રીક આજે તમારા માટે લઈને આવ્યા છીએ કે જેના વિશે જાણીને તમને બાળપણ પણ યાદ આવી જશે અને અત્યારે તમારી ઉમર કેટલી છે એ પણ તમે જાણી શકશો.

Image Source

અમે અહીં તમે ધારેલો આંકડો અને તમારી ઉમર જણાવીશું. અને આ ટ્રીકમાં તમે ઈચ્છો એટલી વાર કેલ્યુકેટરનો ઉપયોગ પણ કરી શકો છો.

સૌથી પહેલા 0થી 9ની વચ્ચેનો કોઈ પણ એક આંકડો ધારી લો. એ પછી તમે ધારેલા આંકડાનો 2 સાથે ગુણાકાર કરી લો.

Image Source

ગુણાકાર કર્યા બાદ જે આંકડો આવે એનો સરવાળો 5 સાથે કરી લો. પછી જે આંકડો આવે એનો 50 સાથે ગુણાકાર કરો.

એ પછી જે આંકડો આવે તેમાં 1768 ઉમેરો. એ પછી જે આંકડો મળે તેમાંથી તમારું જન્મનું વર્ષ (જેમ કે 1989, 2001…)ની બાદબાકી કરી લો.

Image Source

એટલે તમે જે જવાબ મળશે એ 3 આંકડાનો હશે જેમાંથી પહેલો અંક તમે ધારેલો આંકડો હશે અને છેલ્લા બે અંકો તમારી ઉમર હશે.

Image Source

છે ને એકદમ જોરદાર ટ્રીક. તમે આજમાવી છે તો હવે તમે તમારા મિત્રોને પણ આ વિશે જણાવો.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks