જાણવા જેવું

મેં ગાંધીને કેમ માર્યા, નાથુરામ ગોડસેનું છેલ્લું નિવેદન જે લોકોએ જરૂર જાણવું જોઈએ

30 જાન્યુઆરી 1948ના રોજ નાથુરામ ગોડસે રાષ્ટ્રપિતા ગાંધીજીની ગોળી મારીને હત્યા કરી હતી. ગાંધીજીની હત્યાના ગુનામાં 15 નવેમ્બર 1949ના રોજ નાથુરામને ફાંસી આપવામાં આવી હતી. નાથુરામ હિન્દુ રાષ્ટ્રવાદના કટ્ટર સમર્થક હતા. તેમને એ સમયે બાપુને ગાળી મારી હતી, જયારે ગાંધીજી દિલ્હીના બિરલા ભવનમાં સાંજની પ્રાર્થના સભા પૂર્ણ કરી ચુક્યા હતા. તેમણે ખૂબ જ નજીકથી ગાંધીજીની છાતીમાં ત્રણ ગોળી ચલાવી હતી, જેના કારણે રાષ્ટ્રપિતા મૃત્યુ પામ્યા હતા. ચાલો જાણીએ કે નાથુરામ કોણ હતા અને તેમણે ગાંધીજીની હત્યા કેમ કરી હતી…

Image Source

નાથુરામનો જન્મ એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેણે હાઇસ્કૂલનું ભણતર વચ્ચેથી જ છોડી દીધુ હતું. આ પછી તેઓ આઝાદીની લડતમાં જોડાયા હતા. એવો દાવો કરવામાં આવે છે કે ગોડસે અને તેમના ભાઈઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) સાથે પણ સંકળાયેલા હતા. પાછળથી તેમણે ‘હિન્દુ રાષ્ટ્રીય દળ’ના નામથી પોતાનું સંગઠન બનાવ્યું હતું, જેનો હેતુ સ્વતંત્રતા માટે લડવાનો હતો. ગોડસેએ પોતાનું ‘હિન્દુ રાષ્ટ્ર’ નામનું અખબાર પણ બહાર પાડયું હતું. તેમને લેખનમાં ખૂબ જ રુચિ હતી. તેમના વિચારો અને લેખો ઘણાં અખબારોમાં પ્રકાશિત થયા હતા.

Image Source

રસપ્રદ વાત એ છે કે નાથુરામ ગોડસે ક્યારેક મહાત્મા ગાંધીને પોતાના ગુરુ માનતા હતા. ગાંધીજીએ જયારે નાગરિક અવજ્ઞા આંદોલન છેડ્યું તો તેમને માત્ર આંદોલનનું સમર્થન જ કર્યું ન હતું, પણ તેમાં ભાગ પણ લીધો હતો. આટલું જ નહિ, પણ સત્યાગ્રહ આંદોલન દરમિયાન તેઓ જેલમાં પણ ગયા હતા. પરંતુ ત્યારે પછી 1937 માં તેઓ વીર સાવરકર સાથે જોડાયા. ગાંધીજી સાથેની તેમની લડાઈ વિચારોના સ્તરે હતી. તેમના મગજમાં એ વાત બેસી ગઈ હતી કે ગાંધીજીએ તેમના આમરણ અનશન નીતિથી હિન્દૂ હિતોનું ગળું વારંવાર દબાવ્યું હતું.

એવું કહેવાય છે કે તેમને કેટલીક વાર પહેલા પણ ગાંધીજીની હત્યાની કોશિશ કરી હતી, પરંતુ સફળ થયા ના હતા. પરંતુ આખરે 30 જાન્યુઆરીએ તેઓ પોતાના આશયને પૂરું કરવામાં સફળ થયા હતા. નાથુરામ ગોડસેને 15 નવેમ્બર 1949ના રોજ ફાંસી આપવામાં આવી હતી. તેમની સામે શિમલાની અદાલતમાં કેસ ચલાવવામાં આવ્યો હતો. ગોડસેને 8 નવેમ્બર 1949માં મૃત્યુદંડની સજા ફટકારી હતી.

Image Source

નાથુરામ ગોડસેએ 8 નવેમ્બરના રોજ કોર્ટમાં 90 પાનાનું નિવેદન વાંચ્યું હતું. ગોડસેએ કહ્યું હતું કે, ‘મેં વીર સાવરકર અને ગાંધીજીના લેખન અને વિચારોનો ઊંડો અભ્યાસ કર્યો છે. મને લાગે છે કે આ બંને વિચારોએ ભારતીય જનતાની વિચારધારા અને કાર્યને છેલ્લા ત્રીસ વર્ષમાં કોઈપણ પરિબળ કરતાં વધુ આકાર આપ્યો છે. આ બધા વિચારો અને અધ્યયનથી મારી માન્યતાને પુષ્ટિ મળી છે કે રાષ્ટ્રીય અને વૈશ્વિક નાગરિક તરીકેની મારી પહેલી ફરજ હિન્દુત્વ અને હિન્દુઓની સેવા કરવી છે.’

નાથુરામ ગોડસે ગાંધીજીના એ નિર્ણયની વિરુદ્ધ હતા, જેમાં તેઓ ઈચ્છતા હતા કે પાકિસ્તાનને ભારત દ્વારા આર્થિક મદદ પૂરી પાડવામાં આવે. ત્યારે મહાત્મા ગાંધીએ આ માટે ઉપવાસ પણ કર્યા હતા. ગોડસે અને તેમના મંતવ્ય સાથે સંકળાયેલા લોકો માનતા હતા કે મુસ્લિમો પ્રત્યે સરકારની તુષ્ટિકરણની નીતિનું અસલી કારણ ગાંધીજી હતા. નાથુરામ ગોડસે પણ મહાત્મા ગાંધીને દેશના ભાગલા અને એ સમયે થયેલી કોમી હિંસામાં લાખો હિન્દુઓની હત્યા માટે જવાબદાર માનતા હતા. 

Image Source

ગોડસેએ કોર્ટમાં પોતાના વિસ્તૃત નિવેદનમાં પણ આ વાતનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ‘મુસ્લિમો માટેના તેમના અંતિમ ઉપવાસના પરિણામ રૂપે, 32 વર્ષથી ભેગી થયેલી ઉશ્કેરણીએ છેવટે મને આ નિર્ણય પર પહોંચવા માટે પ્રેરિત કર્યા કે ગાંધીનું અસ્તિત્વ તાત્કાલિક ખતમ કરવું જ જોઈએ.’

નાથુરામે એ સમયે ખુલ્લેઆમ જણાવ્યું કે, ‘એક દેશભક્ત અને વિશ્વ નાગરિક હોવાના નાતે 30 કરોડ હિન્દુઓની સ્વતંત્રતા અને હિતોનું રક્ષણ એ આપમેળે આખા ભારતની રક્ષા હશે, જ્યાં વિશ્વનો દરેક પાંચમો વ્યક્તિ રહે છે. આ વિચારસરણીએ મને હિન્દુ સંગઠનની વિચારધારા અને કાર્યક્રમની વધુ નજીક કર્યો. મારી દ્રષ્ટિએ, આ વિચારધારા ભારતને આઝાદી અપાવી શકે છે અને તેને જાળવી શકે છે. ‘

Image Source

ગાંધીજીની હત્યા પછી તેમના પુત્ર દેવદાસ ગાંધી પણ નાથુરામને મળવા જેલમાં ગયા હતા. ત્યારે તેમને બાપુના પુત્રને કહ્યું હતું, ‘મને દુઃખ છે કે તમે તમારા પિતાને ગુમાવ્યા. મારા કારણે તમને દુઃખ પહોંચ્યું છે. તમને અને તમારા કુટુંબને જે દુઃખ પહોંચ્યું છે તેનું મને પણ ઘણું દુઃખ છે. મારો વિશ્વાસ કરો, મેં અંગત દુશ્મનાવટને લીધે આ કામ નથી કર્યું, ન તો મારે તમારી સાથે કોઈ દ્વેષ છે કે ન કોઈ ખરાબ ભાવના.’

ગાંધીજીની હત્યા મામલે બીજા પાંચ લોકો પર પણ કેસ ચાલ્યો હતો. આ પાંચ લોકો હતા – મદનલાલ પાહવા, શંકર ક્રિસ્તૈયા, વિષ્ણુ કરકરે, ગોપાલ ગોડસે અને દત્તારીહ પરચુરે. આ બધાને જ આજીવન કેદની સજા આપવામાં આવી હતી. પણ પછીથી હાઇકોર્ટે શંકર ક્રિસ્તૈયા અને દત્તારીહ પરચુરેને હત્યાના આરોપથી મુક્તિ આપી દીધી હતી.

Image Source

મહાત્મા ગાંધીની હત્યા બાદ નાથુરામ ગોડસેની ધરપકડ કરવામાં આવી હતી અને તેમના પર કેસ ચલાવવામાં આવ્યો હતો. પંજાબ હાઇકોર્ટમાં 8 નવેમ્બર 1949એ તેમનું ટ્રાયલ થયું અને 15 નવેમ્બર 1949ના તેમને અંબાલાની જેલમાં ફાંસી આપવામાં આવી.