કોણ છે અલ્લુ અર્જુનની અસલી ‘શ્રીવલ્લી’? કમાણીમાં ‘પુષ્પા’ ને પણ આપે છે ટક્કર, જાણો શું કરે છે અને કેટલી છે નેટવર્થ

અલ્લુ અર્જુનની સંધ્યા થિયેટર કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. જોકે બાદમાં તેને જામીન પણ મળી ગયા હતા. આ સમગ્ર ઘટનાએ લોકોનું ધ્યાન તેના વાસ્તવિક જીવનની શ્રીવલ્લી એટલે કે તેની પત્ની તરફ પણ ખેંચ્યું. અલ્લુ અર્જુનની ધરપકડ પહેલા તેના કેટલાક વીડિયો વાયરલ થતા જોવા મળ્યા છે, જેમાં તે પોતાની પત્નીને કિસ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે પુષ્પા 2 સ્ટારની રિયલ ‘શ્રીવલ્લી’ કોણ છે? ચાલો જાણીએ તેમની પત્ની કોણ છે અને શું કરે છે ?

પુષ્પાની રિયલ ‘શ્રીવલ્લી’

અલ્લુની ધરપકડ વખતે તે ચા પિતો અને તેની પત્ની સાથે જોવા મળતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેના ચહેરા પર ચિંતા પણ જોવા મળી રહી હતી. તમે વીડિયોમાં પણ જોઈ શકો છો કે અલ્લુ નીકળતા સમયે તેની રિયલ શ્રીવલ્લીના કપાળ પર ચુંબન કરીને સમજાવી રહ્યો હતો. તમને જણાવી દઈએ કે પુષ્પા 2 વિલ્ડફાયર કરનાર અલ્લુ અર્જુનની પત્નીનું નામ સ્નેહા રેડ્ડી છે. સાઉથમાં તેમની જોડીના ખૂબ વખાણ થાય છે. સાથે તેની પત્ની પણ એટલી જ ફેમસ છે અને કમાણીના મામલે તેના પતિ સાથે સ્પર્ધા કરે છે.

સ્નેહા રેડ્ડી શું કરે છે?

અલ્લુ અર્જુનની પત્ની સ્નેહા રેડ્ડી અભિનેત્રી નથી, પરંતુ તે કોઇ સેલિબ્રિટીથી ઓછી નથી. સ્નેહા બને ત્યાં સુધી લાઈમલાઈટથી દૂર રહે છે, પરંતુ તેના સ્ટાઈલના કારણે તે અનેકવાર સ્પોટલાઈટમાં આવી જાય છે. સ્નેહા એક સફળ બિઝનેસવુમન છે. તેણે પિકાબૂ જેવા પ્રોજેક્ટથી દુનિયામાં પોતાની ઓળખ બનાવી છે. એક રિપોર્ટ અનુસાર, સ્નેહા લગભગ 42 કરોડ રૂપિયાની માલિક છે.

અલ્લુ અર્જુન અને તેની રીયલ શ્રીવલ્લી એટલે કે સ્નેહા રેડ્ડીની લવ સ્ટોરીની વાત કરીએ તો બંનેની પહેલી નજર એક લગ્નમાં મળી હતી. જે બાદ અલ્લુ સ્નેહાને જોતા જ પહેલી નજરના પ્રેમમાં પડી ગયો હતો. ત્યારબાદ જેમ નોર્મલ કપલમાં હોય છે, એ જ પ્રકારે બંનેએ એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું હતું અને 2010માં પરિવારની હાજરીમાં સગાઈ કરી હતી. એક જ વર્ષ બાદ, એટલે કે 2011માં બંને લગ્નના બંધનમાં બંધાયા હતા. હાલમાં અલ્લુ અને સ્નેહાને બે બાળકો છે અને તેઓ તેમના સુખી પરિવારમાં ખુશ છે.

Twinkle