જ્યોતિષ શાસ્ત્ર

કાળી ગાયને ઘાસ ખવડાવવાથી થાય છે અધધધધ ચમત્કારિક ફાયદા, જાણીને રહી જશો દંગ

આપણા દેશમાં હિન્દૂ ધર્મમાં ગાયને માતા માનવામાં આવે છે. પુરાણોમાં પણ ગાયને માતા માનવામાં આવી છે. શાસ્ત્રો અનુસાર, બ્રહ્માજીએ જયારે સૃષ્ટિની રચના કરી હતી ત્યારે તેમને સૌથી પહેલા ગાયને જ ધરતી પર મોકલી હતી. ગાય આપણા બધાને જ એક માતાની જેમ પોતાના દૂધથી પોષે છે. આયુર્વેદ અનુસાર, માતાના દૂધ પછી બાળક માટે સૌથી વધુ ફાયદાકારક ગાયનું દૂધ જ હોય છે.

ભગવાન શ્રીકૃષ્ણ પણ ગાયની સેવા પોતાના હાથેથી કરતા હતા અને તેમના નિવાસને ગૌલોક કહેવાય છે. શાસ્ત્રોમાં ગાયને કામધેનુ એટલે કે બધી જ ઈચ્છાઓ પુરી કરનાર માનવામાં આવી છે. શાસ્ત્રોમાં તો એમ પણ કહેવાયું છે કે જો તમે ગાયની સેવા કરો તો તમારા બધા જ પાપ ધોવાઈ જાય છે અને બધી જ ઈચ્છાઓ પુરી થાય છે.

Image Source

માત્ર ગાયનું દૂધ જ ફાયદાકારક નથી, પણ કાળી ગાયને ઘાસ ખવડાવવાથી પણ ઘણા ફાયદાઓ થાય છે. જેના વિશે જાણીને તમે આજથી જ કાળી ગાયને ઘાસ ખવડાવવાનું શરુ કરી દેશો. તો ચાલો જાણીએ કાળી ગાયને ઘાસ ખવડાવવાથી થતા ફાયદાઓ વિશે –

થાય છે પુણ્યની પ્રાપ્તિ –
જો તમે કાળી ગાયને એક મુઠ્ઠી ઘાસ પણ ખવડાવશો તો તમારા એક મહિનાના પાપ ખતમ થઇ જશે. જે રીતે આપણે તીર્થ-સ્નાન કરીએ છીએ અને એ પછી દાન-પુણ્યના કામ કરીને પુણ્ય પ્રાપ્ત કરીએ છીએ એ જ રીતે કાળી ગાયને ઘાસ ખવડાવવાથી પણ એટલું જ પુણ્ય મળે છે.

બધા જ પાપોનો થાય છે નષ્ટ –
શાસ્ત્રો અનુસાર, ગૌમૂત્ર ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને તેના ઘણા ફાયદા થાય છે. જો તમે કાળી ગાયના મૂત્રના બે ટીપા નહાવાના પાણીમાં નાખીને તેનાથી સ્નાન કરો તો તમે ત્રણ વર્ષમાં કરેલા તમામ પાપોનો અંત આવે છે. સાથે જ શાસ્ત્રોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જે ઘરમાં કાળી ગાય હોય છે, એ ઘરમાં હંમેશા સુખ-શાંતિનો વાસ રહે છે. અને ઘરમાં કોઈ પણ પ્રકારના કલેશ થતા નથી.

Image Source

મળે છે ગ્રહ દોષથી મુક્તિ –
જો તમારી કુંડળીમાં ગ્રહદોષ હોય તો તમે રોજ એક વર્ષ સુધી પોતે જમતા પહેલા કાળી ગાયને ઘાસ ખવડાવો છો તો તમારા બધા જ પાપોનો નાશ થઇ જશે અને તમારા બધા જ ગ્રહ દોષ દૂર થઇ જાય છે. સાથે જ ગ્રહોના અશુભ પ્રભાવથી પણ મુક્તિ મળી જાય છે.

પ્રાપ્ત થશે દેવતાઓના આશીર્વાદ –
વહેલી સવારે ઉઠીની ભક્તિભાવથી ગાયની પ્રદક્ષિણા કરવાથી પૃથ્વીની પરિક્રમા કરવા સમાન ફળ મળે છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર, ગાયમાં ૩૩ કરોડ દેવી-દેવતાઓનો વાસ હોય છે, એટલે ગાયની પૂજા કરવાથી આ બધા જ દેવી-દેવતાઓના આશીર્વાદ પણ મળે છે.

Image Source

મળે છે અક્ષય પુણ્ય –
ગાયના શરીર પર રોજ હાથ ફેરવવા માત્રથી પણ ઘણી બીમારીઓ દૂર થઇ જાય છે. જો તમને રસ્તામાં કશે ગાય મળી જાય તો ગાયની જમણી બાજુથી નીકળવું જોઈએ. આવું કરવાથી ગાયની પરિક્રમા થઇ જાય છે અને તમને અક્ષય પુણ્યની પ્રાપ્તિ થઇ જાય છે.

મળે છે બધા જ તીર્થોનું ફળ –
જો તમે પંચગવ્યથી સ્નાન કરો તો તમને બધા જ તીર્થ સ્થળોમાં સ્નાન કરવા જેટલું પુણ્ય મળે છે. ગાયના દૂધ, દહીં, ઘી, ગૌમૂત્ર અને ગોબરના પાણીને સામૂહિક રીતે પંચગવ્ય કહેવામાં આવે છે.

Image Source

થાય છે નકારાત્મક શક્તિ દૂર –
ભગવાન વિષ્ણુએ કે સ્વયં કહ્યું છે કે જે વ્યક્તિ ગાયની પૂજા કરશે, એને હું પોતાની પૂજા માનીને ગ્રહણ કરીશ અને ફળ આપીશ. સાથે જ ગાયના પગના તળિયામાંથી ઉઠતી ધૂળને શરીર પર લગાવવાથી ખૂબ જ લાભ થાય છે. આ ધૂળ શરીર પર લગાવવાથી નકારાત્મક શક્તિઓ તમારાથી દૂર રહે છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks