‘ઈક પ્યાર કે નગ્મા હૈ’ ગીતથી સોશિયલ મીડિયામાં છવાઈ ગયેલી રાનુ મંડલ આજે આખા દેશની ધડકન બની ગઈ છે. રાનુને બોલીવુડના સિંગર અને અભિનેતા હિમેશ રેશમિયાએ તેની આગામી ફિલ્મમાં ગીત ગાવા માટે મૌકો આપ્યો છે. પરંતુ રાનુનો એક સમય એવો હતો કે જે કોઈ જાણતો નથી.તે સ્ટેશન પર ગીત ગાઈને પેટનું ગુજરાન ચલાવે છે. તો આવો જાણીએ કેવી રીતે જીરોમાંથી હીરો બની હતી.
રાનુ મંડલ બંગાળમાં નદીયા જિલ્લાના રાણાઘાટન રહેવાસી છે. મીડિયા રિપોર્ટ્સ તો ત્યાં સુધીનો દાવો કરે છે કે રાનુનું અસલી નામ રેનુ રે (Renu Ray) છે. જો કે એ આ નામ સાચું છે કે નહિ એ વાતની કોઈ પુષ્ટિ થઇ નથી. તેના લગ્ન મુંબઈમાં રહેનારા બાબુલ મંડલ સાથે થયા હતા. પતિના મૃત્યુ બાદ તે ફરી રાનાઘાટ આવી ગઈ હતી.રાનુને તેના ઘરના વધારો સપોર્ટ મળ્યો ના હતો. ત્યારે તે તેનું પેટ ભરવા માટે સ્ટેશન પર બેસીને ગીત ગાવા લાગી હતી. અહીંના લોકો તેને પૈસા અને જમવાનું આપતા હતા.
માતાની આવી હાલત જોઈને તેની પુત્રીએ તેની સાથે બોલવાનું બંધ કરી દીધું હતું. રાનુએ જણાવ્યું હતું કે, શરમના કારણે તેની સાથે કોઈ સંબંધ રાખતું ના હતું. તેણીએ છેલ્લા 10 વરસથી તેની પુત્રી સાથે વાત નથી કરી.
રાનુએ વધુમાં જણાવ્યું હતું કે, તેને સંતાનમાં 2 દીકરા અને 2 દીકરો છે. પરંતુ તેની કોઈ સંભાળ નથી લેતું. રાનુના પતિનું મોત ઘણા વર્ષો પહેલા થયું હતું. હાલ તો રાનુ તેની માસીના ઘરે રહે છે. ત્યાં તેના માસી સિવાય કોઈ નથી. રાનુ માટે તેના આજુ-બાજુ વાળા લોકો તેને ખાવા-પીવાની વ્યવસ્થા કરી દે છે.
View this post on Instagram
Thanks a lot #ranu_mandol #musically #mumbai #bollywood #fashion #socialmedia
રાનુના જણાવાયા અનુસાર, તેને ગીત ગાવવાનો શોખ બાળપણથી જ હતો. તે 20 વર્ષની ઉંમરમાં એક ક્લ્બ માટે ગીત ગાતી હતી. તે સમયે તેને રાનુ બોબી બોલાવતા હતા. ત્યારે તેને સારા પૈસા મળતા હતા. પરંતુ સમાજ અને પરિવારના દબાણને કારણે આ કામ મૂકી દીધું હતું.
રાનુએ વધુમાં કહ્યું હતું કે, તેને ગીત ગાતા સિવાય બીજુ કોઈ કામ આવડતું ના હતું. તેની દિલચસ્પી સંગીતમાં જ હતી. તેથી તે રેલવે સ્ટેશન પર બેસીને ગીત ગાતી હતી. રાનુનો આ વિડીયો રાનાઘાટ સ્ટેશન પર અતિદ્ર ચક્રવતી નામના યુવકે સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો. આ વિડીયો 21 જુલાઈના રોલ વાયરલ થઇ ગયો હતો.
જુલાઈમાં રાનુના વાયરલ થયેલા આ વિડીયોમાં તે રાતો-રાત લાઇમલાઇટમાં આવી ગઈ હતી. ત્યારબાદ તેને ઘણા ફિલ્મ પ્રોડક્શન હાઉસ, બંગાળના લોકલ ક્લ્બ,બેન્ડ અને કેરળની લોકહિતકારી સંગઠન દવેએ ગીત ગાવાની ઓફર મળી હતી. રાનુના કહેવા મુજબ આ તેનો બીજો જન્મ છે.
હાલમાં જ તેને મશહૂર સંગીતકાર હિમેશ રેશમિયાની આગામી ફિલ્મ ‘ હેપ્પી હાર્ડી અને હીર’ માટે એક ગીત રેકોર્ડ કર્યું છે. તે માટે થઈને મુંબઈ ગઈ છે.
રાણુને એક સીંગીગ શોમાં સ્પેશિયલ ગેસ્ટ તરીકે આમંત્રણ મળ્યું છે. પરંતુ હાલ તો રાનુ તેરની ગાયકી પર જ તનતોડ મહેનત કરી રહી છે. રાનુની પ્રસિદ્ધિ જોઈને તેની પુત્રીએ તેનો સંપર્ક કર્યો હતો.
હિમેશે જણાવ્યું હતું કે, સલમાન ભાઈના પિતા સલિમ અંકલને એક વાર મને સલાહ આપી હતી કે જયારે તમે તમારી જિંદગીમાં એવા ટેલેન્ટેડ માણસને જુઓ તો એને જવા ના દ્યો. તેને વધુમાં કહ્યું હતું કે, તે માણસને તેની ટેલેન્ટ યપેર આગળ વધવા માટે મદદ કરો.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks